AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચેન્નાઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 63 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બોલિંગ કરશે.

Breaking News: ચેન્નાઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
CSK vs SRH
| Updated on: May 18, 2026 | 7:20 PM
Share

IPL 2026માં આજે સિઝનના 63 મા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં CSKએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બોલિંગ કરશે. CSK અને SRH બંને આ સિઝનની તેરમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. આપણે પરિસ્થિતિઓનો આદર કરવો પડશે અને પરિસ્થિતિઓ માટે શ્રેષ્ઠ શું છે તે પસંદ કરવું પડશે. અને હા, મને લાગે છે કે પહેલા બેટિંગ કરવી હવે અહીં સારી લાગે છે. એમએસ ધોની રમવા માટે ફિટ નથી. આશા છે કે અમે આ મેચ જીતીશું અને છેલ્લી મેચમાં તમને ધોની રમતા જોવા મળશે. અમે ટીમમાં એક ફેરફાર કર્યો છે. ગુર્જપનીતની જગ્યાએ અકીલ આજની મેચમાં રમશે.

પેટ કમિન્સે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે અમે પહેલા ફિલ્ડિંગ કરવાનું જ વિચારી રહ્યા હતા. અમેં નેચરલ ગેમ રમીશું, ખેલાડીઓનો મૂડ ખૂબ સારો છે. અમે જાણીએ છીએ કે અમે જે રીતે રમીએ છીએ તે કદાચ દરેક મેચમાં કામ કરશે નહીં, પરંતુ આજનો મુકાબલો રોમાંચક બનશે. તેથી, અમે આજે આક્રમક ક્રિકેટ રમીશું. અમે ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અકીલ હોસેન, નૂર અહમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોનસન

ઈમ્પેક્ટ સબ્સ: મુકેશ ચૌધરી, મેથ્યુ શોર્ટ, સરફરાઝ ખાન, અમન ખાન, ગુર્જપનીત સિંહ.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, એશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગ.

ઈમ્પેક્ટ સબ્સ: ટ્રેવિસ હેડ, અનિકેત વર્મા, લિયામ લિવિંગસ્ટોન, હર્ષ દુબે, હર્ષલ પટેલ.

Breaking News: અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતની બે ટીમની થશે જાહેરાત, રોહિત શર્મા-હાર્દિક પંડ્યાની પસંદગી પર સસ્પેન્સ

Follow Us
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">