AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માતા-પિતાની બેદરકારીથી બાળક પટકાયુ , ચાલુ લકઝરી બસમાં બાળક નીચે પટકાયું , જુઓ Video

Breaking News : માતા-પિતાની બેદરકારીથી બાળક પટકાયુ , ચાલુ લકઝરી બસમાં બાળક નીચે પટકાયું , જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2026 | 1:25 PM
Share

સુરતમાં ચાલુ બસમાં નાનું બાળક આગળ આવી ગયું હતું અને નીચે પટકાયું હતુ. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટના દરેક માતા-પિતા માટે લાલ બત્તી સમાન છે.

સુરતમાં માતા પિતા માટે ચોંકાવનારી અને સાવચેતી રાખવા માટે જેવી ઘટના સામે આવી છે. ચાલુ લકઝરી બસમાં બાળક નીચે પટકાયું, સદનસીબે બાળકનો બચાવ થયો હતો.બસ ડ્રાઈવરની ચાવચેતી ને કારણે બાળક બચ્યું હતુ. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.બસ ઉભી રાખી બાળકને તાત્કાલિક ઉંચકી લેવાયું હતુ.

CCTV વાયરલ

સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા છે. તેમાં જોઈ શકાય છે કે, બાળક રમતા રમતા બસના દરવાજા પાસે આવી જાય છે. જ્યારે તેમના માતા-પિતા પોતાની વાતોમાં મશ્ગુલ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આ બાળક બસના દરવાજા પાસે આવી જાય છે. ત્યારે બસ ડ્રાઈવરની અચાનક નજર આ બાળક પર પડે છે. તે ચીસો નાંખતો જોવા મળે છે. છતાં પણ કોઈ આવતું નથી. અંતે બસ ડ્રાઈવર બસમાં બ્રેક મારતા બાળક દરવાજામાંથી બહાર પડી જાય છે. આ દર્શ્યો હચમચાવી નાંખે તેવા છે. માતા પિતા માટે આ ચોકાવનારી ઘટના કહી શકાય છે.

જ્યારે તેઓ મુસાફરી દરમિયાન પોતાના બાળકની સંભાળ પણ યોગ્ય રીતે રાખી શકતા નથી. બાળક દરવાજામાંથી બહાર રસ્તા પર પડે છે. ત્યારબાદ બાળકના માતા-પિતા તેમને લેવા માટે બહાર દોડે છે.સદનસીબે બાળકને કોઈ ઈજા થતી નથી.માતા-પિતાની બેદરકારીથી બાળક પટકાયુ હોવાની ઘટના સામે આવી રહી છે.બસ ચાલકે તાત્કાલિક બસ ઉભી રાખી દેતા બચાવ થયો હતો.

 

Breaking News : ગીર બન્યું દિવાળી વેકેશનનું હોટસ્પોટ, જંગલના રાજાને જોવા દેશભરમાંથી ઉમટી રહ્યા છે પ્રવાસીઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">