AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 24 લાખના દંડ સાથે ઋતુરાજ ગાયકવાડની થઈ વિદાય, BCCIએ આખી ટીમને સજા સંભળાવી

Ruturaj Gaikwad Fine : IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફર ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ શર્મજનક હાર સાથે પૂર્ણ થઈ છે. મેચ પૂર્ણ થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર બીસીસીઆઈએ મોટો દંડ ફટકાર્યો છે. આ સાથે ટીમને પણ ઝપેટમાં લીધી છે.

Breaking News  : 24 લાખના દંડ સાથે ઋતુરાજ ગાયકવાડની થઈ વિદાય, BCCIએ આખી ટીમને સજા સંભળાવી
| Updated on: May 22, 2026 | 9:27 AM
Share

આઈપીએલ 2026માં 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની સફર ગુજરાત ટાઈટન્સ સામે મળેલી 89 રનની હાર સાથે પૂર્ણ થઈ છે. આ સીએસકેની આઈપીએલ ઈતિહાસમાં રનના મામલે મોટી હાર છે. સીએસકેનું દુખ હજુ પુર્ણ થયું નથી. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ પૂર્ણ થયા બાદ બીસીસીઆઈએ કેપ્ટન સિહત આખી ટીમને મોટો દંડ ફટકાર્યો છે. બીસીસીઆઈએ ઋતુરાજ ગાયકવાડ પર 24 લાખ રુપિયાનો દંડ તો પ્લેઈંગ ઈલેવનમાં સામેલ તમામ ખેલાડીઓ અને ઈમ્પૈક્ટ પ્લેયર પર 6 લાખ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે.

બીજી વખત સ્લો ઓવર રેટની ભૂલ

આઈપીએલની રીલિઝ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર દંડ ફટકારવામાં આવ્યો છે. કારણ કે તેની ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મેચમાં બીજી વખત સ્લો ઓવર રેટની ભૂલ કરી છે.આ પહેલા સીઝનની 18મી મેચમાં ટીમે નિર્ધારિત સમયમાં ઓવર ફેકી ન હતી. આચાર સંહિતાના નિયમ 2.22 હેઠળ આ વખતે કેપ્ટન ગાયકવાડ પર 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઋતુરાજની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2026માં નિષ્ફળ રહી છે. ટીમે આ સીઝનમાં 14 મેચમાં માત્ર 6 મેચમાં જીત મેળવી છે.

કેવી રહી ગુજરાત અને ચેન્નાઈની મેચ

બેટ્સમેન સાંઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલની અડધી સદીની પાર્ટનરશીપ બાદ મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાનની ધમાકેદાર બોલિંગથી ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે.આ જીતની સાથે ગુજરા ટાઈટન્સના 14 મેચમાં 18 પોઈન્ટ થયા છે. આ હાર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની નોકઆઉટમાં સ્થાન બનાવવાની આશા પૂર્ણ થઈ છે. ટીમ 14 મેચમાં 12 પોઈન્ટની સાથે સાતમાં સ્થાન પર છે.

એમએસ ધોનીની સૌથી વધુ ખોટ

તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નાઈનો 89 રનથી હાર આઈપીએલના ઇતિહાસમાં તેમનો સૌથી મોટી હાર છે. પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. જેના જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ચેન્નઈને આ સિઝનમાં તેમના સ્ટાર ખેલાડી એમએસ ધોનીની સૌથી વધુ ખોટ સાલવી પડી છે, કારણ કે તે ઈજાને કારણે એક પણ મેચ ગુમાવી શક્યો હતો.

પતિ અને પત્ની બંન્ને છે ક્રિકેટર, આઈપીએલના કેપ્ટનના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">