AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Sri Lanka : ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે, મેચની તારીખ નોંધી લો

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ હવે વધારે દુર નથી. આગામી મેચ રવિવારના રોજથી શરુ થશે. મેચ કોલંબોમાં રમાશે. જેના માટે તૈયારી થઈ ચૂકી છે.

India vs Sri Lanka :  ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે, મેચની તારીખ નોંધી લો
| Updated on: Aug 20, 2026 | 2:22 PM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ રમાઈ ચૂકી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. આ સાથે ભારતની લીડ 1-0 થઈ છે. હવે સીરિઝની બીજી મેચ ક્યારથી ક્યાં રમાશે. ચાલો તેના વિશે જાણીએ. કારણ કે, સીરિઝની બીજી મેચમાં વધારે સમય નથી. આ માટે આ તમામ જાણકારી તમારે જાણવી જરુરી છે.

બીજી ટેસ્ટ મેચ ક્યારે શરુ થશે

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે સીરિઝની બીજી મેચ 23 ઓગસ્ટથી શરુ થશે. ટુંકમાં રવિવારથી આગામી મેચ શરુ થશે. પાંચ દિવસ સુધી ચાલશે. તો 27 ઓગસ્ટ સુધી રમાઈ શકે છે. જે રીતે પહેલી મેચ પાંચ દિવસ સુધી ચાલી હતી. તો હવે આશા છે કે, આગામી મેચ પાંચ દિવસ સુધી ચાલે. આ મેચ કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા અહી પહોંચી પોતાની તૈયારી શરુ કરી દેશે.

ટીમ ઈન્ડિયાની નજર શ્રીલંકાને વ્હાઈટ વોશ કરવા પર

આ વચ્ચે ટીમ ઈન્ડિયાની નજર બીજી મેચમાં જીતી સીરિમાં શ્રીલંકાના સુપડા સાફ કરવા પર છે. ભારતે શ્રીલંકાને પહેલી ટેસ્ટમાં ભલે હરાવ્યું હોય પરંતુ તેમ છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં વધારે ફાયદો થયો નથી. ટીમ હજુ પાંચમાં નંબર પર છે. જો ટીમ બીજી મેચ જીતે છે તો રેન્કિંગમાં ફાયદો મળી શકે છે.

View this post on Instagram

ટીમ ઈન્ડિયાના આ પ્રવાસમાં માત્ર 2 ટેસ્ટ મેચ રમવાની હતી. આ સિવાય કોઈ વનડે મેચ કે પછી ટી20 ઈન્ટરનેશનલ મેચ સીરિઝ નથી. આ માટે ટીમ સીરિઝ પૂર્ણ થયા બાદ સીધી ભારત આવશે. ત્યારબાદ આગામી સીરિઝની તૈયારી કરશે.

ગોલમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં, ભારતીય ટીમે યજમાન શ્રીલંકાને 165 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. ડાબોડી સ્પિનર ​​માનવ સુથારે ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને એવું કંઈક હાંસલ કર્યું હતું જે જસપ્રીત બુમરાહ સહિત ઘણા અનુભવી બોલરો તેમના સમગ્ર કારકિર્દીમાં પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા છે. એક જ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેવી નોંધપાત્ર છે.

Breaking News : રિંકુ સિંહ ભારે તબાહી મચાવી રહ્યો હતો, મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી અને ટીમને વિજેતા જાહેર કરાઈ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">