AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિરાટ કોહલી અને રોહિત શર્મા આ દિવસે T20I હારનો બદલો લેવા ટીમ સાથે મેદાનમાં ઉતરશે

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સુપડા સાફ થયા છે. હવે ટીમ ઈન્ડિયા 3 મેચની વનડે સીરિઝ રમશે. તો ચાલો જાણીએ આ હારનો બદલો લેવા માટે ટીમ ઈન્ડિયા ક્યારે મેદાનમાં ઉતરશે.

Breaking News : વિરાટ કોહલી અને રોહિત શર્મા આ દિવસે T20I હારનો બદલો લેવા ટીમ સાથે મેદાનમાં ઉતરશે
| Updated on: Jul 12, 2026 | 10:20 AM
Share

ટીમ ઈન્ડિયા પહેલી વખત સતત 2 ટા20 સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. પહેલા આયરલેન્ડે 2-0થી ટી20 સીરિઝ ઈન્ડિયા સામે જીતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સુપડા સાફ થયા હતા. ઈંગ્લેન્ડે આ સીરિઝ 4-0થી જીતી હતી. ઈંગ્લેન્ડ સામે ટી20 સીરિઝમાં સુપડા સાફ થયા બાદ ભારતીય ટીમ 3 મેચની વનડે સીરિઝ રમવાની છે.

વનડે સીરિઝની શરુઆત 14 જુલાઈથી થવા જઈ રહી છે. આ દિવસે કેપ્ટન ગિલ સાથે એક્શનમાં 2 સુપરસ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા જોવા મળશે. ટી20 સીરિઝમાં ખરાબ રીતે હાર મળ્યા બાદ હવે ભારતની નજર વનડેમાં આનો હિસાબ બરાબર કરવાની છે. બીસીસીઆઈએ વનડે સીરિઝ માટે સ્કવોડની જાહેરાત કરી દીધી છે. તો ચાલો એક નજર ભારત અને ઈંગ્લેન્ડ વનડે સીરિઝના શેડ્યુલ પર કરીએ તેમજ મેચ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ જાણીએ.

ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વનડે સીરિઝ શેડ્યુલ

  • 14 જુલાઈ, પહેલી વનડે
  • 16 જુલાઈ બીજી વનડે
  • 19 જુલાઈ ત્રીજી વનડે

ભારતીય વનડે સ્કવોડમાં થઈ શકે છે ફેરફાર

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણા જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝનો ભાગ હતો. તેને ત્રીજી ટી20 દરમિયાન ઈજા થઈ હતી. આ કારણે તે આગામી 2 ટી20 સીરિઝમાં ભાગ લઈ શક્યો ન હતો. રાણાની ઈજા કેટલી ગંભીર છે, તેને લઈ કોઈ અપડેટ સામે આવ્યું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈ હર્ષિત રાણાને વનડે ટીમમાંથી બહાર કરી શકે છે. તેમજ તેના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત ટુંક સમયમાં થઈ શકે છે.

ભારતના ટી20 અને વનડેના કોમન ખેલાડી

કેપ્ટન શ્રેયસ અય્યર સિવાય ,સૂર્યાંશ શેડગે, વોશિગ્ટન સુંદર, અક્ષર પટેલ, ઈશાન કિશન,પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ હાલ પૂર્ણ થયેલી ટી20 સીરિઝનો ભાગ હતા. આ તમામ ખેલાડી ભારતીય વનડે સ્કવોડનો ભાગ છે.

જાન્યુઆરી બાદ વિરાટ કોહલી એક્શનમાં

વિરાટ કોહલીએ ભારત માટે છેલ્લી વનડે 18 જાન્યુઆરીના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. હવે માત્ર વનડેમાં એક્ટિવ છે. તેને ટીમ ઈન્ડિયા માટે મેચ રમવા માટે લાંબી રાહ જોવી પડી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ રમતા પહેલા ભારતે અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓડીઆઈ સીરિઝ રમી હતી. આ સીરિઝ માટે કિંગ કોહલીની પસંદગી થઈ હતી પરંતુ ઈજાના કારણે તે અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝમાં ભાગ લઈ શક્યો ન હતો. આઈપીએલ 2026 ફાઈનલ દરમિયાન તેને ઈજા થઈ હતી. હવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી ટીમમાં વાપસી કરી ચૂક્યો છે. આશા છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં ધમાલ મચાવશે.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે.  અહી ક્લિક કરો

Follow Us
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">