AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બેટિંગ શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાને 5 રન કેમ મળ્યા? 22 વર્ષ જૂનો રેકોર્ડ ફરી તૂટ્યો

IND vs AFG ODI: અફઘાનિસ્તાન સામેની ત્રીજી ODI માં ભારતીય ટીમની ઈનિંગ શરૂ થાય તે પહેલાં જ તેના સ્કોરમાં પાંચ રન ઉમેરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીની એક ભૂલ ટીમ માટે મોંઘી સાબિત થઈ. ચાલો જાણીએ શું છે મામલો.

Breaking News: બેટિંગ શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાને 5 રન કેમ મળ્યા? 22 વર્ષ જૂનો રેકોર્ડ ફરી તૂટ્યો
Team IndiaImage Credit source: X
| Updated on: Jun 20, 2026 | 7:24 PM
Share

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચમાં એક અનોખો નજારો જોવા મળ્યો. આ મેચમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરીને 218 રન બનાવ્યા. પરંતુ જ્યારે 219 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય ટીમનો દાવ શરૂ થયો ત્યારે તેમના ખાતામાં 5 રન પહેલાથી જ ઉમેરાઈ ગયા હતા, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાને આ ફાયદો અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીની પીચ પર દોડવાની ભૂલને કારણે મળ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ખાતામાં 5 રન કેમ ઉમેરાયા?

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ શાનદાર ઈનિંગ રમી અને પોતાની પહેલી ODI સદી ફટકારી, જેનાથી અફઘાન ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. જોકે, 40મી ઓવરના છેલ્લા બોલ પર તે પિચના ડેન્જર એરિયામાં દોડી ગયો, જે નિયમોનું ઉલ્લંઘન હતું. આવું તેણે મેચમાં બીજીવાર કર્યું અને નિયમનું ઉલ્લંઘન થયું, જેના કારણે અમ્પાયરોએ તેની ટીમ સામે ગંભીર પગલાં લેવાનું નક્કી કર્યું.

એક પણ બોલ રમ્યા વિના પાંચ રનની લીડ

MCC ના નિયમો અનુસાર, બેટ્સમેનોને પિચના ડેન્જર એરિયામાં દોડવાની મંજૂરી નથી. પહેલીવાર બેટ્સમેનને ચેતવણી આપવામાં આવે છે, પરંતુ બીજી વાર વિરોધી ટીમને પાંચ રનનો દંડ ફટકારવામાં આવે છે. શાહિદીની ભૂલથી ભારતને એક પણ બોલ રમ્યા વિના પાંચ રનની લીડ મળી ગઈ. જ્યારે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ક્રીઝ પર આવ્યા, ત્યારે સ્કોરબોર્ડ પર પહેલાથી જ 5/0 હતો.

ભારતે પહેલી જ ઓવરમાં ઈતિહાસ રચ્યો

ટીમ ઈન્ડિયાની ઈનિંગની પહેલી ઓવર ખૂબ જ યાદગાર રહી હતી. અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઓમરઝાઈને પહેલી જ ઓવરમાં લાઈન-લેન્થ ગુમાવી દીધી અને 6 ની જગ્યાએ કુલ 10 બોલની એક ઓવર ફેંકી. ભારતીય ટીમે આનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને પ્રથમ ઓવરમાં 23 રન બનાવ્યા, જેમાં પાંચ પેનલ્ટી રનનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ODI ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું જ્યારે ભારતે ઈનિંગની પ્રથમ ઓવરમાં 23 રન બનાવ્યા. અગાઉ, ભારતનો શ્રેષ્ઠ સ્કોર 22 રન હતો, જે 2004માં બાંગ્લાદેશ સામે આવ્યો હતો.

Breaking News: 5 વિકેટ… પ્રસિદ્ધ કૃષ્ણાનો કહેર, ચેપોકમાં પ્રથમ વખત ભારતીય બોલરે કર્યું આ કારનામું

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">