AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મેચ ટાઈ થતા જ મેદાન પર હોબાળો, અમ્પાયરો સાથે ભારતીય ખેલાડીઓની બોલાચાલી

શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં ભારે હોબાળો થયો. ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચેની શ્રેણીની ચોથી મેચ ડ્રો રહી. ત્યારબાદ, ઈન્ડિયા A ના ખેલાડીઓની સુપર ઓવરને લઈ અમ્પાયરો સાથે તુ તું મેં મેં થઈ હતી.

Breaking News: મેચ ટાઈ થતા જ મેદાન પર હોબાળો, અમ્પાયરો સાથે ભારતીય ખેલાડીઓની બોલાચાલી
IND A vs SL A mImage Credit source: X/BCCI
| Updated on: Jun 15, 2026 | 6:57 PM
Share

શ્રીલંકામાં ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની ચોથી મેચમાં એક હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. મેચની અંતિમ ક્ષણોમાં, મેચ ટાઈમાં સમાપ્ત થતા મેદાન પર ભારે હોબાળો મચી ગયો. ભારતીય ખેલાડીઓ અને અમ્પાયરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 265 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં, શ્રીલંકા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 265 રન જ બનાવી શક્યું.

ભારતીય ખેલાડીઓ-અમ્પાયરો વચ્ચે બોલાચાલી

નિયમો અનુસાર, મેચ ટાઈ થાય તો, વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવર રમવાની હતી. જોકે, મેદાન પર વિઝીબિલીટી સતત ઘટી રહી હતી. ઝાંખા પ્રકાશને કારણે, મેદાન પરના અમ્પાયરો સુપર ઓવર કરાવવા માટે સંપૂર્ણપણે તૈયાર ન હતા અને મેચ પૂર્ણ થવાની જાહેરાત કરવા માંગતા હતા. ભારતીય ખેલાડીઓ ખાસ કરીને કેપ્ટન તિલક વર્મા આ વલણથી સંપૂર્ણપણે અસંતુષ્ટ હતો. તિલક વર્મા મેદાન પર અમ્પાયરો સાથે લાંબી ચર્ચાઓમાં વ્યસ્ત જોવા મળ્યો. તે કોઈપણ કિંમતે મેચનું પરિણામ ઈચ્છતો હતો અને સુપર ઓવર રમવાનો આગ્રહ રાખતો હતો.

10 મિનિટ સુધી મેદાન પર ચર્ચા

શરૂઆતમાં, એવું લાગતું હતું કે ભારતીય કેપ્ટનની સલાહને અવગણવામાં આવી હતી, અને ટીમ નિરાશા સાથે પેવેલિયન પરત ફરી રહી હતી. તિલક વર્મા અમ્પાયરના નિર્ણયથી નારાજ અને અસંતુષ્ટ હતો. આ નાટક અને ચર્ચા લગભગ 5 થી 10 મિનિટ સુધી મેદાન પર ચાલુ રહી. ભારતીય ખેલાડીઓના જોરદાર વિરોધ અને રમવાના આગ્રહને કારણે આખરે અમ્પાયરોને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી. ઝાંખો પ્રકાશ હોવા છતાં અમ્પાયરો સુપર ઓવર કરાવવા માટે સંમત થયા, ત્યારબાદ બંને ટીમો ફરી એકવાર મેદાનમાં ઉતરી.

ઈન્ડિયા A સુપર ઓવરમાં હારી ગયું

પરંતુ સુપર ઓવરમાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું નહોતું રહ્યું. ભારત માટે અરશદ ખાને સુપર ઓવર ફેંકી, પરંતુ 16 રન આપ્યા. જવાબમાં, સૂર્યાંશ શેડગે અને વૈભવ સૂર્યવંશી ક્રીઝ પર આવ્યા, પરંતુ 6 બોલમાં ફક્ત 10 રન જ બનાવી શક્યા. આના પરિણામે ભારતની શ્રેણીમાં સતત બીજી હાર થઈ.

Vaibhav Sooryavanshi: IPLમાં છગ્ગાનો વરસાદ, શ્રીલંકામાં 3 મેચમાં 1 સિક્સર, વૈભવ સૂર્યવંશીની નિષ્ફળતાનું કારણ શું?

Follow Us
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર
વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">