AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Alert In Gujarat: ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

Red Alert In Gujarat: ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2026 | 9:54 AM
Share

ગુજરાતમાં મેઘરાજાનું જોર હજુ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 1 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર, નદીઓમાં પાણીની આવક અને રસ્તાઓ બંધ થવાની સ્થિતિ વચ્ચે આજે પણ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ, જળભરાવ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદી-નાળા નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ સહિતના જિલ્લાઓ ઉપરાંત ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, અમરેલી અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે તેજ પવન અને વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તંત્રને સતર્ક રહેવા સૂચના

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. NDRF, SDRF અને સ્થાનિક બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, નદી-નાળા અને જળાશયોથી દૂર રહેવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Gujarat Rains: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર, અનેક વિસ્તારો જળબંબાકાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">