AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં ભારે વરસાદથી હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે 150 લોકોનું કરાયું સ્થળાંતર, જુઓ

Breaking News : વડોદરામાં ભારે વરસાદથી હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે 150 લોકોનું કરાયું સ્થળાંતર, જુઓ

| Updated on: Aug 01, 2026 | 9:50 AM
Share

વડોદરામાં ગઈકાલથી સવારથી ખુબ જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલ હોસ્ટેલમાં પાણી ભરાઈ જવાની સમ્યા ઉભી થઈ હતી જે બાદ મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં પાણીનું સ્તર વધતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળાંતરનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં વરસાદી પાણી ઘૂસી જતાં તંત્રને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવી પડી હતી. રાતે 3 વાગે વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ.

વડોદરાની હોસ્ટેલમાં ભરાયા પાણી

મળતી માહિતી મુજબ વડોદરામાં ગઈકાલથી સવારથી ખુબ જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલ હોસ્ટેલમાં પાણી ભરાઈ જવાની સમ્યા ઉભી થઈ હતી જે બાદ મોડી રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં પાણીનું સ્તર વધતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળાંતરનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાઘોડિયા મામલતદાર, પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમે સંયુક્ત કામગીરી કરીને તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

રાતે 3 વાગે કરાયું સ્થળાંતર

બચાવ કામગીરી દરમિયાન 100 વિદ્યાર્થીનીઓ, 40 વિદ્યાર્થીઓ અને 10 શ્રમિકો સહિત કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી.

ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર

ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Breaking News : અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">