Breaking News : સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ જેટલો વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 268માંથી 255 તાલુકાઓમાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર જિલ્લામાં મળીને અંદાજે 100 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 24 ઈંચ નોંધાયો છે. જ્યારે ઉમરપાડામાં 16.26 ઈંચ, પલસાણામાં 9.43 ઈંચ, અરેઠમાં 9.17 ઈંચ, ઓલપાડમાં 8.70 ઈંચ, બારડોલીમાં 7.87 ઈંચ, સુરત શહેરમાં 6.46 ઈંચ, કામરેજમાં 6 ઈંચ, મહુવામાં 5.87 ઈંચ, માંડવીમાં 5.79 ઈંચ અને ચોર્યાસીમાં 5.35 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
કીમ નદીમાં પૂર, અનેક ગામોમાં પાણી ઘૂસ્યા
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં પૂર આવ્યું છે. મોડી રાત્રે કીમ નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં નદીનું પાણી આસપાસના અનેક ગામોમાં ઘૂસી ગયું હતું.
હાલ પણ કીમ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ છે. હથોડા ગામમાં કીમ નદીના પાણીએ ભારે તારાજી સર્જી છે. અનેક ઘરોની આસપાસ નદી જેવો પ્રવાહ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સમગ્ર જિલ્લામાં અલર્ટ
જિલ્લા તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોને નદી કિનારાના વિસ્તારોમાં ન જવાની અને જરૂરી હોય તો સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે.
Breaking News : અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર

