AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો

Breaking News : અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો

| Updated on: Aug 01, 2026 | 9:12 AM
Share

અદાણી ગેસે CNGના ભાવમાં એકસાથે ₹4નો વધારો જાહેર કર્યો છે. નવા ભાવ લાગુ થતાં હવે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં CNGનો ભાવ વધીને ₹94.02 થઈ ગયો છે.

અમદાવાદ સહિત રાજ્યના લાખો વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસે CNGના ભાવમાં એકસાથે ₹4નો વધારો જાહેર કર્યો છે. નવા ભાવ લાગુ થતાં હવે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં CNGનો ભાવ વધીને ₹94.02 થઈ ગયો છે.

અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો

મળતી માહિતી મુજબ અગાઉ જૂનો CNGનો ભાવ 90 રુપિયા હતો, ત્યારે હવે 4 રૂપિયાનો મોટો વધારો થતા નવો ભાવ 94.02 રુપિયા થઈ ગયો છે. આ એક ઝાટકે થયેલ મોટા ભાવવધારા સીધી અસર ખાનગી વાહનચાલકો ઉપરાંત ઓટો-રિક્ષા, ટેક્સી, કેબ અને અન્ય કોમર્શિયલ વાહનો ચલાવતા લોકો પર પડશે. ઈંધણ ખર્ચ વધતાં પરિવહન ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે.

સામાન્ય જનતા અને ધંધાદારીઓ પર અસર

CNGના વધેલા ભાવને કારણે સામાન્ય જનતાના માસિક ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને રોજિંદા ધંધા માટે CNG પર આધારિત વાહનો ચલાવતા વેપારીઓ અને વાહનચાલકો માટે આ નિર્ણય આર્થિક બોજ વધારનાર સાબિત થઈ શકે છે.

ફરી મોંઘો થયો CNG

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં સમયાંતરે વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. નવા ભાવ લાગુ થતાં હવે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં CNG પર મુસાફરી વધુ મોંઘી બનશે.

Weather Alert : ભારતમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ, પૂરનું એલર્ટ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">