AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર બને છે, તો તેમનો પગાર કેટલો મળશે ? જાણો

એવા સમાચાર છે કે, વીવીએસ લક્ષ્મણનું નામ ચીફ સિલેક્ટર બનવાની રેસમાં છે. તેના નામ પર હાલ વિચાર ચાલી રહ્યો છે. જો આવું થયું તો વેરી વેરી સ્પેશિયલ લક્ષ્મણનો પગાર કેટલો હશે. તેના વિશે જાણીએ.

જો VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર બને છે, તો તેમનો પગાર કેટલો મળશે ? જાણો
| Updated on: Aug 05, 2026 | 2:12 PM
Share

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરની ખુરશીને વીવીએસ લક્ષ્મણથી ખતરો છે.આવું અમે નહી પરંતુ એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે. હવે સવાલ છે કે, વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર બેને તો તેનો પગાર શું હશે. બીસીસીઆઈએ 3 વર્ષ પહેલા જ ભારતીય ટીમના ચીફ સિલેક્ટરના પગારમાં વધારો કર્યો છે. આ વધારા પછી અજીત અગરકર પહેલો ચીફ સિલેક્ટર બન્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈનો એક વર્ગ અજિત અગરકરના સ્થાને વીવીએસ લક્ષ્મણને નવા મુખ્ય પસંદગીકાર બનાવવાનું વિચારી રહ્યો છે.

શું અગરકરના સ્થાને લક્ષ્મણ બનશે ચીફ સિલેક્ટર?

ભારતીય ટીમના ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકરનો કાર્યકાળ જૂન મહિનામાં જ પૂર્ણ થયો હતો. જેને બીસીસીઆઈએ 3 મહિના માટે વધાર્યો હતો. જે હવે સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે. પહેલા એવા સમાચાર હતા કે, જો અગરકરનો કાર્યકાળ વનડે વર્લ્ડકપ 2027 સુધી હજુ વધારવામાં આવશે. પરંતુ હવે વીવીએસ લક્ષ્મણને ચીફ સિલેક્ટર બનાવવા પર ચાલી રહેલા વિચારને લઈ આવેલા એક રિપોટ મામલેાને રોચક બનાવી દીધો છે.

જો ચીફ સિલેક્ટર બને તો કેટલો પગાર મળશે?

વીવીએસ લક્ષ્મણ જો ચીફ સિલેક્ટર બને તો કેટલો પગાર મળશે. આ સવાલનો જવાબ જાણતા પહેલા ચાલો જાણીએ કે, હાલના ચીફ સિલેક્ટર અજીત અગરકરનો કેટલો પગાર છે. ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકરને વર્ષના 3 કરોડ રુપિયા મળે છે. પરંતુ આ પગાર પહેલા 1 કરોડ હતો. જેને 3 વર્ષ પહેલા વધારી 3 કરોડ કરવામાં આવ્યો હતો.

વીવીએસ લક્ષ્મણ હાલમાં જો ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર બને છે. તો તેનો વર્ષન પગાર 3 કરોડ રુપિયા થશે. કારણ કે, હાલમાં તો સિલેક્ટરના પગારમાં વધારો જેવા કોઈ સમાચાર નથી. લક્ષ્મણ હાલમાં બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સીલેન્સના હેડ છે. આ પદ માટે તેમના પગાર વિશે કોઈ સત્તાવાર માહિતી નથી.

ટીમ ઈન્ડિયાના કોચની ભૂમિકા નિભાવે છે લક્ષ્મણ

લક્ષ્મણ નિયમિત મુખ્ય કોચને આરામ આપવા માટે ટીમ ઈન્ડિયાના કોચિંગ ડ્યુટીઓ પણ સંભાળે છે. જ્યારે રાહુલ દ્રવિડ મુખ્ય કોચ હતા, ત્યારે લક્ષ્મણને ટીમ ઈન્ડિયાના કોચિંગ માટે તેમના વાર્ષિક પગારના 4.16 ટકા મળતા હતા. સંભવ છે કે ગંભીરના કાર્યકાળ દરમિયાન લક્ષ્મણને તે ભૂમિકા માટે લગભગ એટલી જ રકમ મળી હશે.

Ajit Agarkar Love Story :મિત્રની બહેન સાથે પ્રેમ થયો, પછી પરિવારના સભ્યો વિરુદ્ધ લગ્ન કર્યા, જાણો ચીફ સિલેક્ટરની લવ સ્ટોરી વિશે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">