AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : T20 ટીમમાં પસંદગી ન થતાં ક્રિકેટરે આત્મહત્યા કરી, પોલીસે શરુ કરી તપાસ

એકબાજુ ક્રિકેટ ચાહકો આઈપીએલ જોવામાં વ્યસ્ત છે. ત્યારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે,ટી20 ક્રિકેટમાં સિલેક્શન ન થતાં ક્રિકેટરે આત્મહત્યા કરી છે. હવે આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

Breaking News : T20 ટીમમાં પસંદગી ન થતાં ક્રિકેટરે આત્મહત્યા કરી, પોલીસે શરુ કરી તપાસ
| Updated on: May 03, 2026 | 10:56 AM
Share

ક્રિકેટનો ચાહક વર્ગ ખુબ મોટો છે. તેમજ અનેક રાજ્યોમાંથી ક્રિકેટરો આવી ભારતીય ટીમ માટે રમે છે. પરંતુ જ્યારે કોઈ ક્રિકેટરનું મૃત્યું થાય કે, આત્મહત્યા કરી લે છે. તો ક્રિકેટ ચાહકો ખુબ દુખી થાય છે. હાલમાં એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ટીમમાં સિલેક્શન ન થતા એક મહિલા ક્રિકેટરે આત્મહત્યા કરી લીધી છે. 19 વર્ષની આ ક્રિકેટરની ઓળખ એન્જેલ ગંગવાની તરીકે થઈ છે. ક્રિકેટરની આત્મહત્યાનો આ મામલો પુડુચેરીનો છે. T20 ક્રિકેટ ટીમ માટે ઉભરતા ખેલાડીઓની પસંદગી માટેના ટ્રાયલ પુડુચેરીના થુટ્ટીપેટમાં યોજાઈ હતી.

એન્જલ ગંગવાનીએ ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો, પરંતુ જ્યારે તેનું નામ લિસ્ટમાં ન આવ્યું, ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, એન્જલ ગંગવાની બીબીએના બીજા વર્ષની વિદ્યાર્થીની હતી અને જીએસટી સુપરિન્ટેન્ડેન્ટ કાશ્મીર કુમારની દીકરી હતી. છેલ્લા બે વર્ષથી, તે પુડુચેરીના થુટ્ટીપેટમાં રહીને પોતાનો અભ્યાસ અને ક્રિકેટ તાલીમ લઈ રહી હતી.

T20 ટીમમાં પસંદગી ન થતા કરી આત્મહત્યા

મીડિયા રિપોર્ટ મુજબ તેના મકાન માલિક પી.દુરૈરાજે જણાવ્યું કે, એન્જેલ ગંગવાની હાલમાં થુતિપેટમાં થયેલા પુડુચેરી મહિલા ટી20 સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. પરંતુ આવનારી ઘરેલું સીઝન માટેની ફાઈનલ માટે તેનું નામ સામેલ ન હતુ. મકાન માલિકના નિવેદન મુજબ પુડુચેરી ટી20 ક્રિકેટ ટીમમાં સિલેક્શન ન થતાં એન્જેલ નિરાશ રહેતી હતી.

મકાનમાલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી

મકાન માલિક પોલીસને ફરિયાદ કરતા કહ્યું કે,તેને જ્યારે બોલાવવામાં આવી તો એન્જલે કોઈ જવાબ આપ્યો નહી. તેને શંકા ગઈ હતી,મકાન માલિકના જણાવ્યા અનુસાર બુધવારે 8 કલાકે પ્રેક્ટિસ પૂર્ણ થયા બાદ તે તેના રુમમાં આવી હતી.

એજન્લ ગંગવાનીની આત્મહત્યા તે સમયે સામે આવી છે. જ્યારે કોચ કાથિરવેલે તેને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. કોચ કાથિરવેલ એન્જલના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો એન્જલે આત્મહત્યા કરી હતી. એન્જલ ગંગવાનીની બોડી તરત સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહી ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.જોકે, ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ, પુડુચેરીની ડી. નગર પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી, જુઓ વીડિયો
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
PMની અપીલ બાદ ખર્ચ ઘટાડવા રાજ્ય સરકાર મક્કમ
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
g clip-path="url(#clip0_868_265)">