AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં BCCIના આ નિયમ વિરુદ્ધ છે મોટાભાગના કેપ્ટન, જાણો શું છે આ નિયમ

IPL 2026: 10 ટીમના કેપ્ટન મુંબઈમાં કેપ્ટનની મીટિંગ માટે મળ્યા હતા. મોટાભાગના કેપ્ટનોએ BCCIના એક નિયમ સામે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ આ નિયમ હજુ પણ ચાલુ રહેશે. તો ચાલો જાણીએ આ નિયમ શું છે.

Breaking News : IPL 2026માં BCCIના આ નિયમ વિરુદ્ધ છે મોટાભાગના કેપ્ટન, જાણો શું છે આ નિયમ
| Updated on: Mar 26, 2026 | 10:27 AM
Share

IPL 2026 captain’s meet : આઈપીએલ 2026ની શરુઆત 28 માર્ચથી થઈ ચૂકી છે. આ પહેલા તમામ 10 ટીમોના કેપ્ટનોની મુલાકાત રાખવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આઈપીએલના કેટલાક નિયમો પર ચર્ચા શરુ થઈ હતી. કેટલાક કેપ્ટન આઈપીએલના એક નિયમથી ખુશ ન હતા. તેમણે આ બેઠક પર સવાલ પણ ઉભા કર્યા હતા. આઈપીએલના મોટાભાગના કેપ્ટનોએ ઈમ્પેક્ટ ખેલાડીના નિયમ પર પોતાની આપત્તિ વ્યક્ત કરી હતી. જેને લઈ 2023માં આ લાગુ થયા બાદ આ નિયમ અંગે મંતવ્યો વિભાજિત થયા છે. BCCI એ આ નિયમ 2027 સુધી લંબાવ્યો છે, પરંતુ ચર્ચા ચાલુ છે.

IPL 2026ના કેપ્ટનોની બેઠકમાં શું થયું?

મુંબઈમાં થયેલી 10 આઈપીએલના ટીમોના કેપ્ટનની બેઠકમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમની ચર્ચા થઈ હતી.આઈપીએલના એક સુત્રએ જાણકારી આપતા કહ્યું કે, મોટાભાગના કેપ્ટનોએ ઈમ્પેક્ટ ખેલાડી નિયમ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતુ કે, આ નિયમની સમીક્ષા વર્ષ 2027 પછી જ કરવામાં આવશે, તેથી તે આ સિઝન અને આગામી સિઝનમાં પણ ચાલુ રહેશે.

અક્ષર પટેલે ખુલ્લો વિરોધ કર્યો

દિલ્હી કેપ્ટિલસના કેપ્ટન અક્ષર પટેલે આ નિયમનો ખુલ્લો વિરોધ કર્યો હતો. રોહિત શર્મા પણ આ નિયમ વિરુદ્ધ અવાજ ઉઠાવી ચૂક્યો છે. અક્ષર પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતુ કે, આ નિયમ એટલા માટે પસંદ નથી કારણ કે, આ ઓલરાઉન્ડરની ભૂમિકા પૂર્ણ કરી દે છે. રોહિત શર્માએ 2024માં કહ્યું હતુ કે, તે ઈમ્પેક્ટ ખએલાડીના વિચારોથી સમંત નથી કારણ કે, ભારતીય ક્રિકેટમાં ઓલરાઉન્ડરની ઉણપ થઈ શકે છે. હાર્દિક પંડ્યાએ પણ આ નિયમ વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું કે, ઈમ્પેક્ટ ખેલાડીના નિયમના કારણે ટીમમાં ઓલરાઉન્ડરને પસંદ કરવો મુશ્કેલ થયો છે. અનેક વિદેશી ખેલાડીઓ પણ આ નિયમની વિરુદ્ધ બોલી ચૂક્યા છે.

10 ઓવર પછી બોલ બદલવાનો પ્રસ્તાવ

આઈપીએલની કેપ્ટન્સમીટમાં એક કેપ્ટને પહેલી ઈનિગ્સમાં 10 ઓવર પછી પણ બોલ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેને બહુ સમર્થન મળ્યું નહીં.બીજી ઈનિગ્સમાં સામાન્ય રીતે વધારે ઝાકળ જોવા મળે છે. આ માટે નિયમ લાગુ રહેશે. કેપ્ટનોની આ બેઠકમાં આઈપીએલના અધિકારીએ અભ્યાસને લઈ દિશાનિર્દેશ વિશે જાણકારી હાસિલ કરી હતી. બીસીસીઆઈના નવા નિયમ મુજબ મેચના દિવસમાં કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસની પરવાનગી નથી. જો કોઈ ટીમ તેની પ્રેક્ટિસ વહેલી પૂર્ણ કરે છે, તો બીજી ટીમને તેની પ્રેક્ટિસ માટે વિકેટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ઇમ્પેક્ટ પ્લેયર શું છે

IPLમાં ‘ઇમ્પેક્ટ પ્લેયર’ નિયમ એ ગેમ ચેન્જર નિયમ છે. જે ટીમોને મેચ દરમિયાન પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કોઈ પણ એક ખેલાડીને સબ્સિટયુટ ખેલાડીમાંથી કોઈ એકને બદલવાની પરવાની આપે છે.આ ખેલાડી બેટિંગ અથવા બોલિંગ કરી શકે છે. આ નિયમ 2023 થી અમલમાં છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે ઓલરાઉન્ડરોની ભૂમિકા ઘટાડીને સ્કોરિંગ રેટ વધારવા માટે કરવામાં આવે છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા કેજરીવાલનું વચન
ગુજરાતમાં મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા કેજરીવાલનું વચન
ગુજરાત વેધર અપડેટ: માવઠાની મોટી આગાહી!
ગુજરાત વેધર અપડેટ: માવઠાની મોટી આગાહી!
ડાંગ: સાપુતારામાં જોખમી કાર સ્ટંટ કરનારા યુવકો પોલીસ સકંજામાં
ડાંગ: સાપુતારામાં જોખમી કાર સ્ટંટ કરનારા યુવકો પોલીસ સકંજામાં
અશાંતધારા બીલ હવે વધુ મજબૂત: મોટા સુધારા સાથે પસાર!
અશાંતધારા બીલ હવે વધુ મજબૂત: મોટા સુધારા સાથે પસાર!
108 એમ્બ્યુલન્સના ચાલકે દર્દીનો જીવ જોખમમાં મૂકી રસ્તા પર કર્યો ડ્રામા
108 એમ્બ્યુલન્સના ચાલકે દર્દીનો જીવ જોખમમાં મૂકી રસ્તા પર કર્યો ડ્રામા
ગેસ સિલિન્ડરથી મુક્તિ, ગોબરધન યોજનાથી ઘરનું રસોડું ધમધમ્યું!
ગેસ સિલિન્ડરથી મુક્તિ, ગોબરધન યોજનાથી ઘરનું રસોડું ધમધમ્યું!
ગુજરાતના અનેક જિલ્લામાં 29-30 માર્ચે થશે માવઠું- હવામાન વિભાગની આગાહી
ગુજરાતના અનેક જિલ્લામાં 29-30 માર્ચે થશે માવઠું- હવામાન વિભાગની આગાહી
પાટણમાં વાનરને લાગ્યો સેલ્ફીનો ચસકો!
પાટણમાં વાનરને લાગ્યો સેલ્ફીનો ચસકો!
ગુજરાતની આર્થિક સ્થિતિ ચિંતાજનક? દેવામાં ₹22 હજાર કરોડનો વધારો
ગુજરાતની આર્થિક સ્થિતિ ચિંતાજનક? દેવામાં ₹22 હજાર કરોડનો વધારો
આરોપીએ પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ આચર્યું
આરોપીએ પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ આચર્યું
g clip-path="url(#clip0_868_265)">