AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCIનો નવો માસ્ટરપ્લાન, ખેલાડીઓ માટે તૈયાર થઈ રહી છે રિટાયરમેન્ટ પોલિસી, જાણો શું થશે ફેરફાર?

BCCI Apex Council Meeting : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં મહત્વના મુદ્રા પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન વિદેશી લીગ અને ખેલાડીઓના વધતા ઝોકને રોકવા માટે પણ વિચારણા કરવામાં આવી છે.

Breaking News :  BCCIનો નવો માસ્ટરપ્લાન, ખેલાડીઓ માટે તૈયાર થઈ રહી છે રિટાયરમેન્ટ પોલિસી, જાણો શું થશે ફેરફાર?
| Updated on: Jun 05, 2026 | 8:36 AM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પોતાનાએ ખેલાડીઓ માટે નવી રિટાયરમેન્ટ પોલિસી તૈયાર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જે વિદેશી ટી20 લીગમાં રમવા માટે અચાનક સંન્યાસનો રસ્તો પસંદ કરે છે. હાલમાં એપેક્સ કાઉન્સિલેની યોજાયેલી બેઠકમાં આ ગંભીર મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે આ વાતને લઈ ચિંતિત છે કે, ભારતીય ક્રિકેટર્સ વિદેશી લીગના આકર્ષક પ્રસ્તાવનો ભાગ બનવા માટે સમય પહેલા ઈન્ટરનેશનલ કે ઘરેલું ક્રિકેટ અને આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી રહ્યા છે.

એપેક્સ કાઉન્સિલની બેઠકમાં મહત્વની ચર્ચા

બીસીસીઆઈના નિયમો મુજબ કોઈ પણ એક્ટિવ ભારતીય ક્રિકેટર્સ હોય કે તે ઈન્ટરનેશનલનો હોય, ઘરેલું સર્કિટનો ભાગ હોય કે પછી આઈપીએલ કોન્ટ્રાક્ટમાં હોય. તેને કોઈ પણ વિદેશી ટી20 કે ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાની પરવાનગી નથી. ખેલાડીઓ માત્ર ત્યારે જ લીગમાં જઈ શકે જ્યારે તે ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ અને આઈપીએલમાંથી સંપૂર્ણ પણે સંન્યાસ લઈ લીધો હોય. આ નિયમના લૂપહોલનો ફાયદો ઉઠાવી હાલમાં અનેક ખેલાડીઓ સંન્યાસ લેતા વિદેશી ટીમો સાથે કરાર કર્યો છે.

બીસીસીઆઈનો નવો માસ્ટરપ્લાન

રિપોર્ટ મુજબ એપેક્સ કાઉન્સિલની બેઠકમાં વિદેશી લીગના દરેક ખેલાડીઓના આ વર્તનને રોવા માટે એક કૂલિંગ ઓફ પીરિયડ લાવવા પર વિચાર કરી રહ્યું છે. ચર્ચા મુજબ જો કોઈ ભારતીય સંન્યાસ લઈ સીધો વિદેશી લીગમાં રમવા માંગે છે તો તેના પર ભારતીય ક્રિકેટ સિસ્ટમમાં પરત ફરવા પર અંદાજે 5 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. ટુંકમાં 5 વર્ષ સુધી ભારતીય ક્રિકેટનો ભાગ બની શકશે નહી. આ મોટા પગલાના ઉદ્દેશ્ય ખેલાડીઓને એક સંદેશ આપવા માંગે છે કે, તે સંન્યાસનો નિર્ણય સમજી -વિચારીને લે.

બોર્ડ ઈચ્છે છે કે, દેશની મહત્વની પ્રતિભાઓ અને અનુભવી ખેલાડીઓ મોટાભાગના સમય સુધી ઘરેલું ઢાંચા અને આઈપીએલની પ્રતિષ્ઠાને બનાવી રાખવામાં પોતાનું યોગદાન આપે. આ નીતિને અંતિમ સ્વરૂપ આપવાની અને તેના કાનૂની પાસાઓની તપાસ કરવાની જવાબદારી BCCI પ્રમુખ અને સચિવને સોંપવામાં આવી છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">