AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સંજુ સેમસનના ‘માસ્ટરસ્ટ્રોક’ પાછળની શું છે કહાની ? અભિષેક શર્માએ ખોલ્યું વૈભવ સૂર્યવંશીને ઓપનિંગમાં ઉતારવાનું રહસ્ય

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20Iમાં ટીમ ઈન્ડિયાની જીત પાછળ માત્ર અભિષેક શર્માની સદી જ નહીં, પરંતુ બેટિંગ ક્રમમાં લેવાયેલા એક મહત્ત્વના નિર્ણયની પણ ભૂમિકા હતી. સંજુ સેમસને પોતાની પસંદગીની બેટિંગ પોઝિશન છોડીને યુવા વૈભવ સૂર્યવંશીને ઓપનિંગ કરવાની તક આપી. હવે અભિષેકે આ નિર્ણય પાછળની કહાની જણાવી છે.

Breaking News: સંજુ સેમસનના ‘માસ્ટરસ્ટ્રોક’ પાછળની શું છે કહાની ? અભિષેક શર્માએ ખોલ્યું વૈભવ સૂર્યવંશીને ઓપનિંગમાં ઉતારવાનું રહસ્ય
Vaibhav Sanju abhishekImage Credit source: X
| Updated on: Oct 28, 2026 | 5:46 PM
Share

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20Iમાં ભારતે છ વિકેટે શાનદાર જીત મેળવીને પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી હતી. મેચ બાદ ઓપનર અભિષેક શર્માએ સંજુ સેમસનના નિઃસ્વાર્થ નિર્ણય અને 15 વર્ષના વૈભવ સૂર્યવંશીના આક્રમક પ્રદર્શનની પ્રશંસા કરી હતી. અભિષેકના મતે, ટીમના ખેલાડીઓ એકબીજા માટે તક છોડે અને ખુશીથી જવાબદારી સ્વીકારે, તે જ મજબૂત ટીમની ઓળખ છે.

સંજુ સેમસનના નિર્ણયની પ્રશંસા

ત્રીજી T20Iમાં સંજુ સેમસને પોતાની પસંદગીની નંબર-1 ની બેટિંગ પોઝિશન છોડીને વૈભવ સૂર્યવંશીને ઓપનિંગમાં તક આપી હતી. અગાઉની મેચમાં ત્રીજા ક્રમે બેટિંગ કરનાર વૈભવને આ વખતે બઢતી મળી હતી. ઇશાન કિશનને સાવચેતીના પગલા તરીકે આરામ આપવામાં આવ્યો હતો. અભિષેકે કહ્યું કે પોતાની મનપસંદ બેટિંગ પોઝિશન છોડવી સરળ નથી અને સંજુનો નિર્ણય તેના વ્યક્તિત્વને દર્શાવે છે.

ટીમમાં નિઃસ્વાર્થ ભાવના

BCCI ટીવી પર અપલોડ કરાયેલા વીડિયોમાં અભિષેકે જણાવ્યું કે ટીમના દરેક ખેલાડી એકબીજાની સફળતાથી ખુશ થાય છે. તેના મતે, ખેલાડીઓ વચ્ચેનો આ સહકાર ટીમને વધુ મજબૂત બનાવે છે. સંજુએ વૈભવ માટે જગ્યા બનાવી અને યુવા બેટ્સમેને પણ મળેલી તકનો ભરપૂર લાભ લીધો.

વૈભવની આક્રમક બેટિંગથી અભિષેક ઉત્સાહિત

અભિષેકે વૈભવની આક્રમક બેટિંગની ખાસ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે વૈભવે પ્રથમ જ બોલ પર ઊંચો શોટ ફટકારીને પોતાની આક્રમક માનસિકતા બતાવી હતી. નોન-સ્ટ્રાઇકર એન્ડ પરથી આ શોટ જોઈને અભિષેક પણ ઉત્સાહિત થયો હતો. તેણે મજાકિયા અંદાજમાં કહ્યું કે જો બે નેટ ઉપલબ્ધ હોત, તો એક વૈભવને આપી તેને મનમરજીથી રમવા દેવામાં આવ્યો હોત.

અભિષેકની સદીથી ટાર્ગેટ આસાનીથી હાંસલ કર્યો

મેચમાં અભિષેક શર્માએ માત્ર 38 બોલમાં અણનમ 113 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. અભિષેક અને વૈભવ વચ્ચે સાત ઓવરમાં 133 રનની ભાગીદારી થઈ, જેના કારણે ભારતે 199 રનનો લક્ષ્યાંક માત્ર 13.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે ડેરિલ મિશેલના અણનમ 89 રનની મદદથી 198 રન બનાવ્યા હતા. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી હતી.

20 વર્ષની વૈષ્ણવી શર્માએ એકલા હાથે અડધી ટીમને પોવેલિયન ભેગી કરી, કારકિર્દીમાં પહેલીવાર આ સિદ્ધિ હાંસલ કરી

Follow Us
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
g clip-path="url(#clip0_868_265)">