AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 વર્ષની વૈષ્ણવી શર્માએ એકલા હાથે અડધી ટીમને પોવેલિયન ભેગી કરી, કારકિર્દીમાં પહેલીવાર આ સિદ્ધિ હાંસલ કરી

વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં ડાબા હાથની સ્પિનર ​​વૈષ્ણવી શર્માએ 5 વિકેટ ઝડપી હતી. 20 વર્ષની વૈષ્ણવી શર્માએ સચોટ લાઇન લેન્થથી ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને પાંચ વિકેટ લઈ ઝિમ્બાબ્વેની અડધી ટીમને એકલા હાથે પોવેલિયન મોકલી દીધી હતી. વૈષ્ણવી શર્માએ કારકિર્દીમાં પહેલીવાર પાંચ વિકેટ લીધી હતી.

20 વર્ષની વૈષ્ણવી શર્માએ એકલા હાથે અડધી ટીમને પોવેલિયન ભેગી કરી, કારકિર્દીમાં પહેલીવાર આ સિદ્ધિ હાંસલ કરી
vaishnavi sharmaImage Credit source: X
| Updated on: Oct 28, 2026 | 5:23 PM
Share

ઝિમ્બાબ્વે સામેની ODI શ્રેણીમાં વૈષ્ણવી શર્માનું પ્રભાવશાળી પ્રદર્શન સતત બીજી મેચમાં પણ ચાલુ થયું હતું. વડોદરામાં રમાયેલી ત્રીજી ODIમાં ડાબા હાથની સ્પિનરે એકલા હાથે ઝિમ્બાબ્વેની અડધી ટીમને આઉટ કરી દીધી હતી. વૈષ્ણવી શર્માએ ઝિમ્બાબ્વે સામે 10 ઓવરમાં માત્ર 39 રન આપીને પાંચ વિકેટ લીધી ટી. તેની શાનદાર બોલિંગને કારણે ઝિમ્બાબ્વે મહિલા ટીમ 39.5 ઓવરમાં માત્ર 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વૈષ્ણવી શર્માએ મચાવી તબાહી

વૈષ્ણવી શર્માને સ્ટ્રાઈક પર મૂકતાની સાથે જ તેણે ઝિમ્બાબ્વે પર ભારે તબાહી મચાવી દીધી હતી. ડાબા હાથની સ્પિનરે બિલવ્ડ બીઝાને હરમનપ્રીત કૌરના હાથે કેચ આઉટ કરી હતી. ત્યારબાદ વૈષ્ણવી શર્માએ 16મી ઓવરમાં મુબાચિકવાને સ્ટમ્પ આઉટ કરી હતી. વૈષ્ણવીએ 28મી ઓવરમાં ધુરુરુ અને 30મી ઓવરમાં માવુંગાને આઉટ કરી હતી. ત્યારબાદ વૈષ્ણવી શર્માએ મેચની 34મી ઓવરમાં ગ્વાનઝુરાને આઉટ કરીને પોતાની પાંચ વિકેટ પૂર્ણ કરી હતી.

કારકિર્દીમાં પહેલીવાર પાંચ વિકેટ લીધી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 20 વર્ષીય યુવા સ્પિનર વૈષ્ણવી શર્માએ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં પહેલીવાર પાંચ વિકેટ લીધી હતી. આ પહેલા વૈષ્ણવી શર્માએ ઝિમ્બાબ્વે સામેની પાછલી મેચમાં પણ ચાર વિકેટ લીધી હતી. વૈષ્ણવી શર્માએ તેની સચોટ લાઇન લેન્થથી ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને પાંચ વિકેટ લઈ ઝિમ્બાબ્વેની અડધી ટીમને એકલા હાથે પોવેલિયન મોકલી દીધી હતી.

ભારત પાસે ક્લીન સ્વીપ કરવાની તક

ઝિમ્બાબ્વેને ફક્ત 131 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારત પાસે હવે શ્રેણીને ક્લીન સ્વીપ પૂર્ણ કરવાની ગોલ્ડન તક છે. ટીમ ઇન્ડિયા પહેલાથી જ બે વનડે જીતી ચૂકી છે. ભારતે પહેલી વનડે 9 વિકેટથી અને બીજી 121 રનથી જીતી હતી. આ પહેલા ભારતે ત્રણ મેચની T20 શ્રેણીનો પણ ક્લીન સ્વીપ પૂર્ણ કર્યો હતો. ભારતે પહેલી T20 મેચ 4 વિકેટથી, બીજી 9 વિકેટથી અને ત્રીજી 92 રનથી જીતી હતી.

Breaking News: રવિન્દ્ર જાડેજાએ 4 વર્ષ બાદ નંબર-1 રેન્કિંગ ગુમાવ્યું, 6 ફૂટ 8 ઇંચનો ખેલાડી બન્યો ટોપ ઓલરાઉન્ડર

Follow Us
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
g clip-path="url(#clip0_868_265)">