IPL 2022: માર્ક વુડના સ્થાને લખનૌ સુપરજાયન્ટ્સ ટીમમાં ‘ઝિમ્બાબ્વે એક્સ્પ્રેસ’ સામેલ! 140 km પ્રતિ કલાકની ઝડપે કરે છે બોલીંગ

ઝિમ્બાબ્વેના આ ખેલાડીએ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સુપર લીગમાં પોતાની પ્રતિભા બતાવી છે અને હવે તે IPL માં રમવા માટે તૈયાર છે. તે લખનૌ સુપરજાયન્ટ્સ (LGS) ટીમનો હિસ્સો બન્યાના અહેવાલ સામે આવ્યા છે

IPL 2022: માર્ક વુડના સ્થાને લખનૌ સુપરજાયન્ટ્સ ટીમમાં 'ઝિમ્બાબ્વે એક્સ્પ્રેસ' સામેલ! 140 km પ્રતિ કલાકની ઝડપે કરે છે બોલીંગ
Blessing Muzarabani માર્ક વુડનુ સ્થાન ભરશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 10:04 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) થોડા દિવસોમાં શરૂ થશે. આઇપીએલ 2022 ની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થશે અને તેની સાથે જ રોમાંચની શરૂઆત થશે. ઘણા ખેલાડીઓ આ લીગમાં રમવાની ઈચ્છા ધરાવે છે. ઘણા મોટા દેશોના ખેલાડીઓ IPLમાં રમે છે પરંતુ ઘણા નાના દેશોના ખેલાડીઓને તક મળતી નથી. હવે જો કે આ વખતે આઈપીએલમાં ઝિમ્બાબ્વેનો પણ એક યુવા ખેલાડી રંગ બતાવશે. આ ખેલાડીનું નામ બ્લેસિંગ મુજરબાની (Blessing Muzarabani) છે. મુજરબાની આઈપીએલમાં લખનૌ સુપરજાયન્ટ્સ (lucknow Supergiansts) તરફથી રમતા જોવા મળશે.

તે ભારત આવવા માટે રવાના થઈ ગયો છે. ઝિમ્બાબ્વેમાં ભારતના રાજદૂત મુજરબાનીને મળ્યા અને તેને શુભેચ્છાઓ આપી હતી. રાજદૂતે લખનૌ સુપરજાયન્ટ્સની ટીમને પણ શુભેચ્છાઓ પાઠવી.

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડમાં બતાવી ચુક્યો છે દમ

મુજરબાની હાલમાં ઝિમ્બાબ્વેના પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક છે. તેણે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. તેણે પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લીધો છે. PSLમાં તેણે ચાર મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને આઠથી ઓછી ઈકોનોમીમાં રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે. તેની પાસે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

તેની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો તેણે પોતાના દેશ માટે 21 T20 મેચ રમી છે અને 25 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે પોતાના દેશ માટે ODI માં 30 મેચ રમી છે અને 39 વિકેટ લીધી છે. મુજરબાનીએ છ ટેસ્ટ મેચમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 19 વિકેટ લીધી છે.

માર્ક વુડનું સ્થાન લેશે!

લખનૌએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડને 7.5 કરોડ રૂપિયામાં સામેલ કર્યા હતો, પરંતુ ઈજાના કારણે તે આ સિઝનમાં રમી શકશે નહીં. ટીમ તેના રિપ્લેસમેન્ટની શોધમાં છે. આવી સ્થિતિમાં મુજરબાની તેમનો વિકલ્પ બની શકે છે. બંનેની સ્પીડ એક સરખી છે.આઈપીએલમાં રમી રહેલા મોટાભાગના ખેલાડીઓએ મુજરબાનીના બોલનો સામનો કર્યો નથી, તેથી તે સરપ્રાઈઝ પેકેજ પણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ IPL Most Wickets: Lasith Malinga સૌથી વધારે વિકેટ લેનારો ખેલાડી, ધોનીની ટીમનો આ ખેલાડી તોડી શકે છે રેકોર્ડ

આ પણ વાંચોઃ Royal Challengers Bangalore, IPL 2022: આ સિઝનમાં RCB સપનુ કરી શકશે સાકાર? જાણો કેવી હશે Playing 11?

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">