IPL 2022: હાર્દિક પંડ્યાએ કહ્યુ, ગુજરાત ટાઇટન્સ અહીં કંઇ સાબિત કરવા નથી આવ્યુ, કેમ આમ કહ્યુ જાણો કારણ

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમ પ્રથમ વખત IPLમાં ભાગ લઈ રહી છે અને તેનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) પ્રથમ વખત IPLમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

IPL 2022: હાર્દિક પંડ્યાએ કહ્યુ, ગુજરાત ટાઇટન્સ અહીં કંઇ સાબિત કરવા નથી આવ્યુ, કેમ આમ કહ્યુ જાણો કારણ
Hardik Pandya ની કેપ્ટનશિપ છે સૌની નજર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 4:40 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝન (IPL 2022) માં ઘણી બધી નવી વસ્તુઓ બનવા જઈ રહી છે. નવી ટીમ, નવું ફોર્મેટ, નવા કેપ્ટન અને નવા ચહેરા. આ માટે ક્રિકેટના ચાહકો નવી સિઝનની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમાં પણ એક ટીમ એવી છે જે માત્ર નવી નથી, પરંતુ તેનો કેપ્ટન પણ આ જવાબદારી માટે સંપૂર્ણપણે નવી છે. આ છે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને તેનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya). છેલ્લા 7 વર્ષથી IPLનો હિસ્સો અને મોટું નામ બનેલ હાર્દિક પંડ્યા પહેલીવાર લીગમાં કેપ્ટનશિપની ભૂમિકા નિભાવવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દરેકની નજર તેના પર છે, પરંતુ હાર્દિક પંડ્યા તેનાથી વધારે ચિંતિત નથી અને તેણે સીધું જ કહી દીધુ છે કે તેની ટીમ અહીં કોઈને કંઈ સાબિત કરવા નથી આવી.

ગયા વર્ષે BCCI દ્વારા આયોજિત હરાજીમાં ગુજરાત ટાઇટન્સને CVC કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવી હતી અને IPL માં આ ટીમની આ ડેબ્યૂ સિઝન છે. ગુજરાત ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સ પણ નવી ટીમ છે, પરંતુ તેના કેપ્ટન કેએલ રાહુલ છે, જેઓ પહેલાથી જ બે વર્ષ સુધી પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી ચૂક્યો છે. આવી સ્થિતિમાં તેની પર પણ નજર છે, પરંતુ અત્યાર સુધી આખું ક્રિકેટ જગત હાર્દિકની કેપ્ટનશિપથી અજાણ છે. આ ઉપરાંત, મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝી દ્વારા તૈયાર કરાયેલી ટીમ પર કેટલાક સવાલો પણ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ખેલાડીઓ માટે સારું વાતાવરણ પ્રાથમિકતા

આ જ કારણ છે કે હાર્દિક, તેની કેપ્ટન્સી અને તેની ગુજરાત ટાઇટન્સ ટીમના પ્રદર્શન પર નજર રાખી રહી છે. જોકે, હાર્દિકને આ વાતથી કોઈ વાંધો નથી અને તેનું માનવું છે કે ટીમનું લક્ષ્ય સારૂ ક્રિકેટ રમવું છે જેથી ખેલાડીઓ ચમકી શકે, કોઈને કંઈ સાબિત કરવાનું નહીં. આઈપીએલને આપેલા ઈન્ટરવ્યુની ટૂંકી ક્લિપ લીગના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી.

જેમાં હાર્દિકે કહ્યું હતું કે, “હું ટીમ વિશે ખૂબ જ ખુશ છું. આ એક નવી ટીમ છે અને અમે અહીં કોઈને કંઈ સાબિત કરવા નથી આવ્યા. અમે અહીં સારું ક્રિકેટ રમવા આવ્યા છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વાતાવરણ સારું છે અને ખેલાડીઓ માટે તેમની ક્ષમતાને આગળ વધારવા માટે સારું વાતાવરણ છે.”

ગુજરાત ટાઈટન્સના કેપ્ટને એ પણ સ્પષ્ટ કર્યું કે ટીમ કોઈપણ પ્રકારની અપેક્ષાઓના બોજમાં દબાવાને બદલે સતત સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરશે. હાર્દિકે કહ્યું, “અમારી પાસે કોઈ પ્રકારની અપેક્ષાઓ નથી. અમે એક એવી ટીમ બનીશું જે સતત સુધારો કરશે.

હાર્દિક પાસે પોતાને સાબિત કરવા માટે ઘણું છે

આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને હાર્દિક માટે કેપ્ટન તરીકે સાબિત કરવા માટે ભલે કંઈ ખાસ ન હોય, પરંતુ વ્યક્તિગત રીતે ભારતીય ઓલરાઉન્ડર પાસે ઘણું સાબિત કરવાનું છે. પોતાની ફિટનેસના કારણે સતત ટીકાઓનો સામનો કરી રહેલા અને ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયેલા હાર્દિક માટે આઈપીએલ 2022 વાપસીના માર્ગ પર પાછા ફરવાનો માર્ગ સાબિત થશે. ખાસ કરીને બોલિંગના મામલામાં જ્યાં ફિટનેસ તેના માટે સૌથી મોટી સમસ્યા સાબિત થઈ છે. ગુજરાતની પ્રથમ મેચ 28 માર્ચે નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે.

આ પણ વાંચોઃ Royal Challengers Bangalore, IPL 2022: આ સિઝનમાં RCB સપનુ કરી શકશે સાકાર? જાણો કેવી હશે Playing 11?

આ પણ વાંચોઃ Neeraj Chopra ઓલિમ્પિક ગોલ્ડ મેડલને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નથી માનતા, સ્ટાર એથ્લેટે જણાવ્યું મોટું લક્ષ્ય

g clip-path="url(#clip0_868_265)">