BCCI એ 3 નવી નોકરીઓ બહાર પાડી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
બીસીસીઆઈ સતત ભારતીય ક્રિકેટ ટીમ અને ઘરેલું ક્રિકેટને શાનદાર બનાવવા માટે અનેક પગલા લે છે. પરંતુ માત્ર ખેલાડીઓ જ નહી પરંતુ દેશમાં નવા કોચ તૈયાર કરવા માટે પણ બોર્ડ કામે લાગ્યું છે અને 3 પદ માટે નોકરી બહાર પાડી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતીય ક્રિકેટ ટીમ અને સ્થાનિક સ્તરે રમતને સુધારવા માટે સતત નવા પગલાં લે છે. નવા માળખાગત સુવિધાઓ બનાવવાથી લઈને વ્યાવસાયિક કોચ અને ટ્રેનર્સની નિમણૂક પણ આનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. થોડા મહિના પહેલા જ બોર્ડે બેંગ્લુરુમાં નવા સેન્ટર ઓફ એક્સિલેન્સની શરુઆત કરી હતી. હવે આ સેન્ટર માટે બીસીસીઆઈએ 3 પદ પર નોકરી બહાર પાડી છે. જે ભારતીય ક્રિકેટને આગળ વધારવામાં મદદ કરશે. બીસીસીઆઈએ સેન્ટર ઓફ એક્સિલેન્સમાં બેટિંગ અને બોલિંગ કોચ સિવાય મેડિકલ સાયન્સ ડિપોર્ટમેન્ટમાં એક નોકરી બહાર પાડી છે.
કોણ બેટિંગ અને બોલિંગ કોચ બની શકે છે?
હવે સવાલ એ છે કે, કોણ આ નોકરી માટે અપ્લાય કરી શકે છે. આ પૂર્વ ખેલાડીઓ માટે છે. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે,આ બંન્ને પદ માટે આવેદન કરનાર પૂર્વ ફર્સ્ટ ક્લાસ કે ઈન્ટરનેશનલ ક્રિકેટર હોવું અનિવાર્ય છે. આ સિવાય સર્ટિફાઈડ બીસીસીઆઈ લેવલ-2 અને લેવલ-3 કોચ હોવા પણ જરુરી છે. આ સિવાય સ્ટેટ લેવલ કે એલીટ યુથ લેવલ પર 5 વર્ષનો કોચિંગનો અનુભવ હોવો જરુરી છે. આ સિવાય પરફોર્મન્સ એનાલિસિસ ટુલનું જ્ઞાન હોવું પણ જરુરી છે.
NEWS
BCCI is pleased to invite applications for three key full-time roles at the BCCI Centre of Excellence (COE) in Bengaluru.
Details to view and apply for the positions:https://t.co/mbDSjHEHqg
— BCCI (@BCCI) August 7, 2025
આ પોસ્ટમાં પણ જગ્યા ખાલી
આ બંન્ને સિવાય સ્પોર્ટસ સાયન્સ અને મેડિસિન ડિપાર્ટમેન્ટનો કારોબાર સંભાળવા માટે બીસીસીઆઈએ એક યોગ્ય ઉમેદવારની જરુર છે. આ તે ડિપાર્ટમેન્ટ છે જે ખેલાડીઓને ઈજા, તેના વર્કલોડ મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન જેવા મહત્વના પગલાંઓ પર કામ કરે છે. આ પોસ્ટ માટે પસંદ થનારા વ્યક્તિ સેન્ટર ઓફ એક્સિલેન્સમાં ફિઝિયોથેરેપિસ્ટ અને ટ્રેનર્સની ટીમનું નેતૃત્વ કરશે અને ખેલાડીઓને ઈજાથી દુર રાખશે. તેની ઈજા યોગ્ય કરવી જેવા પ્રોગ્રામ તૈયાર કરવામાં મદદ કરશે. આ માટે સ્પોર્ટસ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી કે પીએચડીની ડિગ્રી હોવી જરુરી છે.
