IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ સમાચાર, હવે રોહિત શર્માની ટીમ કેવી રીતે જીતશે?

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. જો કે આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો એકપણ મેચ હારી નથી પરંતુ ટીમ ઈન્ડિયા વધુ મજબૂત દેખાઈ રહી છે. આમ છતાં ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની તકો અચાનક જ નબળી દેખાઈ રહી છે અને તેનું કારણ બે અમ્પાયરો છે.

IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ સમાચાર, હવે રોહિત શર્માની ટીમ કેવી રીતે જીતશે?
Richard Kettleborough & Bumrah
Follow Us:
| Updated on: Jun 28, 2024 | 11:58 PM

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ હવે થોડા કલાકો દૂર છે. બ્રિજટાઉન, બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ આ ફાઈનલનું સાક્ષી બનશે. બંને ટીમોએ જોરદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ ફાઈનલ સાથે એ નિશ્ચિત છે કે ટાઈટલ માટે કોઈપણ એક ટીમની લાંબી રાહનો અંત આવશે.

ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટડી

આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાનું પ્રદર્શન સારું રહ્યું છે અને બંને ટીમો એકપણ મેચ હાર્યા નથી. હજુ પણ ફોર્મ જોતા ટીમ ઈન્ડિયાને ટાઈટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે, પરંતુ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને જે સમાચાર મળ્યા છે તે ખતરાની ઘંટડી સમાન છે અને ફરીથી ટીમ ઈન્ડિયાની હારનો ડર ફેન્સને સતાવી રહ્યો છે.

Skin Care : ચહેરા પર વારંવાર થાય છે પિમ્પલ્સ ? આ રીતે લો કાળજી
Iran University Girl Video : યુનિવર્સિટીમાં આંતરિક વસ્ત્રો પહેરીને વિવાદમાં આવેલી યુવતી સાથે શું થયું ?
ભારત કરતાં પાકિસ્તાનમાં 1GB ડેટા સસ્તો કે મોંઘો ?
Video : હાથની આ આંગળીને માલિશ કરવાથી ગોઠણનો દુખાવો થઈ જશે ગાયબ
તબ્બુ કરોડોની માલકિન છે, એક ફિલ્મ માટે મોટો ચાર્જ લે છે
આજે Royal Enfield કરશે મોટો ધમાકો, લોન્ચ થશે બ્રાન્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક

ફાઈનલ મેચના અમ્પાયરોએ વધારી ચિંતા

હવે ફાઈનલનો વારો છે, જે શનિવાર 29 જુલાઈએ રમાશે. જો કે બંને ટીમો એકપણ મેચ હારી નથી, પરંતુ જે રીતે ટીમ ઈન્ડિયાએ લગભગ દરેક મેચ એકતરફી રીતે જીતી છે તે જોતા રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ વધુ મજબૂત માનવામાં આવે છે. હવે જીત કે હારનો ફેંસલો મેદાન પર જ લેવાશે અને જે ટીમ વધુ સારી રીતે રમશે અને જેનું નસીબ સારું હશે તે જ ટાઈટલ જીતશે. અહીં જ ટીમ ઈન્ડિયાને એક સમાચાર મળ્યા છે જે તેના માટે ખરાબ સંકેત છે. આ ફાઈનલના અમ્પાયરો વિશેના સમાચાર છે, જેની જાહેરાત ICC દ્વારા શુક્રવારે કરવામાં આવી હતી.

ત્રણેય અમ્પાયરો અને ભારતની હારનું કનેક્શન

ICCએ કહ્યું કે ફાઈનલ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયરિંગની જવાબદારી ક્રિસ ગેફની (ન્યુઝીલેન્ડ) અને રિચર્ડ ઈલિંગવર્થ (ઈંગ્લેન્ડ)ના ખભા પર રહેશે, જ્યારે ટીવી અમ્પાયર રિચર્ડ કેટલબરો (ઈંગ્લેન્ડ) હશે. હવે આ ત્રણેય અમ્પાયરોની નિમણૂક કરવાનું કારણ માત્ર તેમની ક્ષમતા જ નથી, પરંતુ તેમાંથી કોઈ પણ ભારત કે દક્ષિણ આફ્રિકા સાથે સંકળાયેલું નથી. સમસ્યા માત્ર એ છે કે જ્યારે પણ ટીમ ઈન્ડિયાની કોઈપણ અંતિમ મેચ કે નોકઆઉટ મેચમાં ત્રણેય અમ્પાયરો ખાસ કરીને કેટલબોરો અને ઈલિંગવર્થને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.

કેટલબરો ઓન-ફીલ્ડ અમ્પાયર

ગયા વર્ષે પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ગેફની અને ઈલિંગવર્થ ઓન-ફીલ્ડ અમ્પાયર હતા જ્યારે કેટલબરો ટીવી અમ્પાયર હતા અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ કેટલબરો અને ઈલિંગવર્થ ODI વર્લ્ડ કપ ફાઈનલમાં ઓન-ફિલ્ડ અમ્પાયર હતા અને ભારત આ ફાઈનલમાં પણ હારી ગયું હતું.

ટીમ ઈન્ડિયા 5 ફાઈનલ, 3 સેમીફાઈનલ હારી ચૂકી છે

ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલમાં કેટલબરો અને ઈલિંગવર્થ પણ ત્રણ અમ્પાયરોમાં હતા અને ભારતીય ટીમ તે મેચ પણ હારી ગઈ હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2019 વર્લ્ડકપની સેમીફાઈનલ કોણ ભૂલી શક્યું નથી અને અહીં પણ ઈંગ્લેન્ડના આ બે અમ્પાયરો જ મેદાનમાં હતા. 2014 T20 વર્લ્ડ કપ ફાઈનલ, 2015 વર્લ્ડ કપ સેમીફાઈનલ, 2016 T20 વર્લ્ડ કપ સેમીફાઈનલ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં પણ કેટલબરો ઓન-ફીલ્ડ અમ્પાયર હતા અને ભારત ત્રણેય મેચ હારી ગયું હતું.

આ પણ વાંચો: T20 World Cup 2024: ફાઈનલ પહેલા કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીના પ્રદર્શન અને ‘બેડ લક’ અંગે કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">