T20 women’s world cup 2023 : યજમાન ટીમને હરાવી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ઓસ્ટ્રેલિયા
બીજી તરફ પાંચ વારની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાએ યજમાન દેશ દક્ષિણ આફ્રિકાને હરાવી સેમિ ફાઈનલમાં સ્થાન ઓફિશિયલી નક્કી કરી લીધું છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ ગઈ કાલે 10.30 કલાકે શરુ થઈ હતી.

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં એક બાદ એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. ગઈ કાલે 18 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપનો પ્રથમ પરાજય થયો હતો. ત્યારે બીજી તરફ પાંચ વારની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાએ યજમાન દેશ દક્ષિણ આફ્રિકાને હરાવી સેમિ ફાઈનલમાં સ્થાન ઓફિશિયલી નક્કી કરી લીધું છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ ગઈ કાલે 10.30 કલાકે શરુ થઈ હતી.
ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ગ્રુપ 2માં રાખવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રુપ 1માં યજમાન દક્ષિણ આફ્રિકા સિવાય વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમ સામેલ છે. ગ્રુપ રાઉન્ડમાં દરેક ટીમ તેમના ગ્રુપની બાકીની ટીમો સામે એક-એક મેચ રમશે. બંને ગ્રુપની ટોચની બે ટીમો સેમિ ફાઇનલમાં પ્રવેશ કરશે.
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો
Four wins from four!
Australia have eased to a comfortable win over South Africa.
📝: https://t.co/4OTjtl4gEZ#SAvAUS | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/9FPHOGoN0y
— T20 World Cup (@T20WorldCup) February 18, 2023
That is why she’s the top-ranked T20I batter in the world 💥
Tahlia McGrath has smashed a half-century off 29 balls.
Follow LIVE 📝: https://t.co/4OTjtl4gEZ#SAvAUS | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/7xZxA10G8x
— T20 World Cup (@T20WorldCup) February 18, 2023
ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટના નુકશાન સાથે 124 રન બનાવ્યા હતા. જેની સામે ઓસ્ટ્રેલિયા 16.3 ઓવરમાં 4 વિકેટના નુકશાન સાથે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. યજમાન દેશની ટીમ સામે 6 વિકેટથી જીત મેળવી આ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પહોંચનારી ઓસ્ટ્રેલિયા પ્રથમ ટીમ બની છે.
ટી-20 મહિલા વર્લ્ડ કપની વિજેતા ટીમો
- વર્ષ 2009 – ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ
- વર્ષ 2010 – ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
- વર્ષ 2012 – ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
- વર્ષ 2014 – ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
- વર્ષ 2016 – ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડિઝ
- વર્ષ 2018 – ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
- વર્ષ 2020 – ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
વર્લ્ડ કપમાં આગામી દિવસોનું શેડયૂલ
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s વેસ્ટ ઈન્ડિઝ – સાંજે 6.30 કલાકે
19 ફેબ્રુઆરી – ન્યુઝીલેન્ડ v/s શ્રીલંકા – રાત્રે 10.30 કલાકે
20 ફેબ્રુઆરી – ભારત v/s આયર્લેન્ડ – સાંજે 6.30 કલાકે
21 ફેબ્રુઆરી – ઈંગ્લેન્ડ v/s પાકિસ્તાન – સાંજે 6.30 કલાકે
21 ફેબ્રુઆરી – સાઉથ આફ્રિકા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30
સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ
23 ફેબ્રુઆરી – પ્રથમ સેમિફાઇનલ – સાંજે 6.30 કલાકે
24 ફેબ્રુઆરી – બીજી સેમિફાઇનલ – સાંંજે 6.30 કલાકે
26 ફેબ્રુઆરી – ફાઇનલ – સાંજે 6.30 કલાકે
દક્ષિણ આફ્રિકામાં હાલમાં ઘણી સ્પોર્ટસ ઈવેન્ટ ચાલી રહી છે. SA20 ક્રિકેટ ટુર્નામેન્ટ, અંડર 19 મહિલા વર્લ્ડ કપ બાદ હવે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટી-20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ દેશે વર્ષ 2003ના વર્લ્ડ કપ, 2007ના ટી-20 વર્લ્ડ કપ, 2009 આઈપીએલ, 2009 ચેમ્પિયનન્સ ટ્રોફી અને 2010ના ફિફા વર્લ્ડ કપની સફળતા પૂર્વક યજમાની કરી હતી.