AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS ધોનીથી કેમ ડરે છે જાપાન ક્રિકેટ ટીમનો કેપ્ટન ? એશિયન ગેમ્સ 2026માં ટીમ ઈન્ડિયા સામે રમશે

એશિયન ગેમ્સ 2026માં જાપાનની ટીમ 22 સપ્ટેમ્બરે પ્રથમ વખત ભારત સામે મેદાનમાં ઉતરશે. જોકે, આ મેચ પહેલા જ જાપાનનો કેપ્ટન ચર્ચામાં આવ્યો છે. જાપાનનો આ સ્ટાર ખેલાડી એક સમયે મહેન્દ્ર સિંહ ધોનીથી ગભરાતો હતો. હવે તે ટીમ ઈન્ડિયા સામે કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે.

MS ધોનીથી કેમ ડરે છે જાપાન ક્રિકેટ ટીમનો કેપ્ટન ? એશિયન ગેમ્સ 2026માં ટીમ ઈન્ડિયા સામે રમશે
Fleming & DhoniImage Credit source: PTI/X
| Updated on: Sep 08, 2026 | 4:26 PM
Share

એશિયન ગેમ્સ 2026 જાપાન ક્રિકેટ માટે એક ઐતિહાસિક તક બની રહી છે. જાપાન 22 સપ્ટેમ્બરે સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત સામે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. વિશ્વની નંબર-1 T20 ટીમ સામે રમવા માટે જાપાને પોતાની ટીમ જાહેર કરી છે અને ટીમની કમાન કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગને સોંપવામાં આવી છે.

ભારત સામે ફ્લેમિંગ કરશે જાપાનની કપ્તાની

કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગ જાપાન ક્રિકેટનો સૌથી સફળ બેટ્સમેન છે. તેણે 55 T20 મેચમાં 38ની સરેરાશથી 1,871 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 12 અડધી સદીનો સમાવેશ થાય છે. જાપાનમાં જન્મેલો કેન્ડલ કાડોવાકી ફ્લેમિંગ સાત વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાં અંડર-17 સ્તરે ક્વીન્સલેન્ડ માટે ક્રિકેટ રમ્યો હતો.

ફ્લેમિંગ જાપાનનો સૌથી સફળ બેટ્સમેન

18 વર્ષની ઉંમરે જાપાન ક્રિકેટ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ક્રિકેટ રમવા માટે દર વર્ષે જાપાન જતો રહ્યો અને ધીમે-ધીમે ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો. ક્રિકેટ ઉપરાંત ફ્લેમિંગ એક મોટી કંપનીમાં સિનિયર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તરીકે પણ કામ કરે છે અને પોતાની પ્લેયર મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે.

ધોનીથી કેમ ડરે છે જાપાનનો કેપ્ટન

જાપાનના કેપ્ટનનો મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલો કિસ્સો પણ ખૂબ રસપ્રદ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જોતા મોટા થયેલા ફ્લેમિંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ ધોની બેટિંગ કરવા મેદાનમાં આવતો, ત્યારે તે અસ્વસ્થ થઈ જતો હતો. તેને ડર રહેતો હતો કે ધોની ક્રીઝ પર આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા જીતતી મેચ પણ હારી શકે છે.

ટીમ ઈન્ડિયા સામે મેદાનમાં ઉતરશે

હવે એ જ કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગ જાપાનના કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયા સામે મેદાનમાં ઉતરશે. ભારત સામેની આ મેચ જાપાન ક્રિકેટ માટે ઐતિહાસિક રહેશે અને ચાહકોની નજર એ વાત પર રહેશે કે ધોનીથી ગભરાઈ જતો જાપાનનો કેપ્ટન હવે ભારતીય ટીમ સામે કેવું પ્રદર્શન કરે છે.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે પત્નીની પરવાનગી માંગશે આ દિગ્ગજ, IPLમાં છે કરોડોનો પગાર

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">