Asian Games 2023 : પાકિસ્તાનનું ઘોર ‘અપમાન’, 9 વર્ષ પછી આ દેશે લીધો જોરદાર બદલો

એશિયન ગેમ્સ 2023માં પાકિસ્તાનને ભારે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. મહિલા ક્રિકેટના સેમિફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશ સામે કારમી હાર મળી હતી અને સાથે જ બ્રોન્ઝ મેડલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. તો બીજી તરફ ભારતે મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો હતો.

Asian Games 2023 : પાકિસ્તાનનું ઘોર 'અપમાન', 9 વર્ષ પછી આ દેશે લીધો જોરદાર બદલો
Pakistan Women Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 9:20 PM

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં પાકિસ્તાનને ભારે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ શરમજનક ઘટના મહિલા ક્રિકેટમાં બની છે. આ ઈવેન્ટમાં પાકિસ્તાન એશિયન ચેમ્પિયન હતું. પરંતુ આ વખતે તેની હાલત એટલી ખરાબ હતી કે ગોલ્ડ મેડલ તો છોડો, તેના માટે બ્રોન્ઝ મેડલ જીતવો પણ મુશ્કેલ બની ગયો. પાકિસ્તાનની (Pakistan) ટીમે આ ઈવેન્ટમાં ખાલી હાથ રહેવું પડ્યું હતું જેમાં તે ગોલ્ડ મેડલ જીતવાની દાવેદાર હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનના લોકો માટે હાંગઝોઉમાં પોતાની મહિલા ક્રિકેટ (Women Cricket) ટીમની હારને પચાવવી થોડી મુશ્કેલ બની રહી છે.

પાકિસ્તાન બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયું

પાકિસ્તાનની ટીમને સેમિફાઈનલમાં શ્રીલંકાના હાથે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બ્રોન્ઝ મેડલ મેચમાં બાંગ્લાદેશ સામે તેનાથી પણ ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશની મહિલાઓએ 10 બોલ બાકી રહેતા પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. આ સાથે તેણે 9 વર્ષ પહેલા મળેલી હારનો બદલો પણ લઈ લીધો.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

બ્રોન્ઝ મેડલ મેચમાં પાકિસ્તાનની કારમી હાર

9 વર્ષ પહેલા શું થયું હતું તે જણાવતા પહેલા જાણી લો એશિયન ગેમ્સ 2023ની બ્રોન્ઝ મેડલ મેચમાં બંને ટીમો વચ્ચે શું થયું હતું. આ મેચમાં પાકિસ્તાનની મહિલાઓએ પ્રથમ બેટિંગ કરી હતી. આશા હતી કે આ મેચમાં તે સેમિફાઈનલ જેવી ભૂલ નહીં કરે. પરંતુ અહીં તેમણે તેનાથી પણ ખરાબ ક્રિકેટનું પ્રદર્શન કર્યું. પરિણામ એ આવ્યું કે પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 64 રન જ બનાવી શકી હતી.

બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો

હવે બાંગ્લાદેશ પાસે બ્રોન્ઝ મેડલ જીતવા માટે 65 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે બાંગ્લાદેશે મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને તેનો બદલો પણ પૂર્ણ થઈ ગયો.

આ પણ વાંચો : IND vs PAK : વર્લ્ડ કપ પહેલા જ શરૂ થયું યુદ્ધ, PCBએ ICCને પત્ર લખીને BCCIની ફરિયાદ કરી

બાંગ્લાદેશે 9 વર્ષ બાદ જોરદાર બદલો લીધો

હકીકતમાં, 9 વર્ષ પહેલા એટલે કે 2014 ઇંચિયોન એશિયન ગેમ્સમાં પાકિસ્તાને બાંગ્લાદેશનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. આ વખતે બાંગ્લાદેશે પાકિસ્તાનને એવા નાજુક સમયે હરાવ્યું કે તેને કોઈ મેડલ મળ્યો ન હતો. 2014ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમ 2023ની એશિયન ગેમ્સમાં મેડલ વિના જ રહી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">