AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન

એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા વાઈસ કેપ્ટન શુભમન ગિલ ઈજા ઈજાગ્રસ્ત થયો હતો. ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ સેશન દરમિયાન શુભમન ગિલને હાથમાં ઈજા થઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

IND vs PAK : પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન
shubman gillImage Credit source: PTI
| Updated on: Sep 14, 2025 | 5:50 PM
Share

પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલને થયેલી ઈજાએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે. એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન બનેલા ગિલને ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજા થઈ હતી. ગિલને હાથમાં ઈજા થઈ હતી, જેના પછી તે પીડામાં જોવા મળ્યો હતો. ગિલ UAE સામે રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, પાકિસ્તાન સામેની મેચ પહેલા તેની ઈજા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી.

શુભમન ગિલને થઈ ઈજા

શુભમન ગિલ ઘાયલ થયા બાદ નેટ્સમાં હોબાળો મચી ગયો હતો. ટીમના ફિઝિયો તેની પાસે દોડી ગયા અને તેની ઈજા પર નજર રાખી. ઈજાગ્રસ્ત થયા બાદ ગિલ નેટ છોડીને ચાલ્યો ગયો. તે ઈજાગ્રસ્ત હાથને આઈસ બોક્સ પર રાખી બેઠો હતો. તે દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર તેને તેની ઈજા વિશે પૂછતા જોવા મળ્યા. અભિષેક શર્માએ પાણીની બોટલ ખોલી અને તેને પીવા માટે આપી.

ગિલની ઈજા ગંભીર નથી

ગિલની ઈજા ખૂબ ગંભીર નહોતી. થોડીવાર પછી તે ફરીથી પ્રેક્ટિસ કરવા માટે નેટ પર પાછો ફર્યો. પ્રેક્ટિસ દરમિયાન, ટીમ ફિઝિયોએ તેના પર નજર રાખી. તેમણે સતત ગિલનું નિરીક્ષણ કર્યું. એકંદરે, એવું કહી શકાય કે ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી ડરવાનું કંઈ નથી.

ટીમ ઈન્ડિયાની દમદાર પ્રેક્ટિસ

પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ નેટ્સમાં ખૂબ પરસેવો પાડ્યો છે. ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી છે. પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગિલે જસપ્રીત બુમરાહના બોલનો પણ સામનો કર્યો અને તેના શોટ્સ સરળતાથી રમતા જોવા મળ્યા.

બંને ટીમની ટુર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની મેચ દુબઈમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં આ બંને ટીમોની બીજી મેચ હશે. આ પહેલા ભારતે UAEને હરાવ્યું હતું જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઓમાનને હરાવ્યું હતું.

આ પણ વાંચો: IND vs PAK : ગૌતમ ગંભીર, હરભજન સિંહ સહિત આ 5 ક્રિકેટરો એશિયા કપમાં વિવાદોમાં ફસાયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">