AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાની બોલર હારિસ રઉફને એવો છગ્ગો પડ્યો કે જીવનભર નહીં ભૂલી શકે, 351 ફૂટ ઊંચી સિક્સર, જુઓ વીડિયો

વેસ્ટ ઈન્ડિઝનો ઓલ રાઉન્ડર ક્રિકેટર આંદ્રે રસેલ પણ આવી જ રીતે વિશાળ છગ્ગાઓ ફટકારવા માટે વિશ્વભરમાં જાણીતો છે. હાલમાં અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ રમાઈ રહી છે. જ્યાં રસેલે પાકિસ્તાની બોલરને એવો છગ્ગો ફટકાર્યો છે કે, તે તેને જીવનભર યાદ રહી જશે.

પાકિસ્તાની બોલર હારિસ રઉફને એવો છગ્ગો પડ્યો કે જીવનભર નહીં ભૂલી શકે, 351 ફૂટ ઊંચી સિક્સર, જુઓ વીડિયો
રસેલની ગજબ સિક્સર
| Updated on: Jul 08, 2024 | 4:58 PM
Share

ક્રિકેટમાં આમતો વિશાળ છગ્ગાઓ ખૂબ જોયા હશે. જ્યારથી ક્રિકેટમાં T20 ફોર્મેટની શરુઆત થઈ ત્યારથી વિશાળ છગ્ગાઓનો વરસાદ જોવા મળી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝનો ઓલ રાઉન્ડર ક્રિકેટર આંદ્રે રસેલ પણ આવી જ રીતે વિશાળ છગ્ગાઓ ફટકારવા માટે વિશ્વભરમાં જાણીતો છે. હાલમાં અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ રમાઈ રહી છે. જ્યાં રસેલે પાકિસ્તાની બોલરને એવો છગ્ગો ફટકાર્યો છે કે, તે તેને જીવનભર યાદ રહી જશે.

પાકિસ્તાનના બોલર હારિસ રઉફ સામે રસેલે જબરદસ્ત છગ્ગો ફટકાર્યો હતો. આ છગ્ગો માત્ર લંબાઈમાં જ નહીં પરંતુ ઊંચાઈમાં પણ એટલો હતો કે આમ ભાગ્યે જ આવો શોટ જોવા મળતો હશે. આ સિક્સર તે કદાચ ક્યારેય ભૂલી નહીં શકે એવો જબરદસ્ત શોટ તેણે સહન કર્યો છે.

351 ફૂટ ઊંચો ફટકાર્યો છગ્ગો

7મી જુલાઈએ મેજર લીગમાં આ છગ્ગો આંદ્રે રસેલે ફટકાર્યો હતો. લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ અને સાન ફ્રાન્સિસ્કો યૂનિકોર્ન વચ્ચે રમાઈ રહેલી મેચમાં રસેલે વિશાળ છગ્ગો જમાવ્યો હતો. નાઈટ રાઈડર્સમાં મેચમાં પ્રથમ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યું હતુ. જેમાં તેમના તરફથી સૌથી સફળ બેટર આંદ્રે રસેલ રહ્યો હતો. તેણે 25 બોલમાં 40 રન ફટકાર્યા હતા. રસેલે 160ની સ્ટ્રાઈક રેટથી રન ફટકાર્યા હતા.

ઈનીંગમાં રસેલે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જેમાં એક છગ્ગો રસેલે 30 રન પર હોવા દરમિયાન જમાવ્યો હતો. જે હારિસ રઉફના બોલ પર જમાવતા 117 મીટર દૂર બોલ પહોંચ્યો હતો. જોકે આ છગ્ગામાં આશ્ચર્ય સૌથી વધારે તો બોલની લંબાઈ નહીં ઊંચાઈથી હતું. કારણ કે બોલ હવામાં 351 ફૂટ ઊંચે પહોંચ્યો હતો.

રઉફ ક્યારેય નહીં ભૂલી શકે આ સિક્સર

આવો વિશાળ છગ્ગો જોઈને સ્વાભાવિક જ રઉફના હોશ કોશ ઉડી ગયા હતા. તો વળી રઉફ પાકિસ્તાનના સૌથી ઝડપી બોલર્સમાંથી એક ગણવામાં આવે છે. જોકે રસેલે તેના ચહેરા પરના નૂર ઉડાવી દીધા હતા. રઉફે એ છગ્ગાનો માર સહન કર્યો હતો કે, તે કદાચ જીવનભર માટે આ વિશાળ શોટને ભૂલી નહીં શકે.

રસેલે તો ત્રણ શાનદાર છગ્ગા ફટકાર્યા હતા જોકે, ટીમને માટે તેની રમત પરિણામ માટે કામ આવી શકી નહોતી. કારણ કે મેચમાં નાઈટ રાઈડર્સનો સાન ફ્રાન્સિસ્કો સામે વિજય થયો હતો. જોકે મેચના પરિણામ કરતા વધારે રઉફ સામે રસેલના છગ્ગો વધારે ચર્ચામાં રહ્યો હતો.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">