અમદાવાદમાં IPL 2025 ની ફાઈનલ મેચ જોવા આવ્યા છો.. અહીં મળે છે હોટલ કરતાં ઓછા ભાવે રૂમ, જુઓ Video
IPL 2025ની ફાઇનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં RCB અને PBKS વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ મેચને કારણે શહેરમાં ભારે ઉત્સાહ છે, પરંતુ હોટલો હાઉસફુલ થઈ ગઈ છે અને ભાડામાં વધારો થયો છે. આ વચ્ચે સ્થાનિકોને રોજગારી મેળવવાનો મોકો મળ્યો છે.

આઈપીએલ 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે 3 જૂન, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જોરદાર ટકકર જોવા મળશે. બંને ટીમો છેલ્લા 18 વર્ષથી ટ્રોફીની રાહ જોઈ રહી છે. આવાંમાં, આ વખતે નક્કી છે કે આઈપીએલને એક નવો ચેમ્પિયન મળશે.
આ મેચ અંગે વિગતવાર વાત કરવામાં આવે તો વિશ્વનો સૌથી મોટુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એક વખત ક્રિકેટ પ્રેમીઓને મેદાન તરફ ખેંચી રહ્યુ છે, અહીં રમાનારી ફાઈનલ મેચને લઈને શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફાઈનલ માટે દેશના દરેક ખૂણેથી લોકો અમદાવાદ તરફ રવાના થઈ રહ્યા છે. ઘણી હોટેલો અગાઉથી બુક થઈ ગઈ છે અને રહેવા માટેના દરમાં પણ ભારે વધારો થયો છે, જેના કારણે બહારથી આવતા દર્શકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
આ સ્થિતિમાં સ્ટેડિયમની આસપાસ રહેતા સ્થાનિક લોકો માટે આ એક આવકનું સાધન બની ગયું છે. ઘણાં લોકો પોતાના ઘરમાંથી એક રૂમ ફાળવીને બહારગામથી આવતા લોકોને ભાડે આપતા જોવા મળી રહ્યા છે. એક રૂમ માટે તેઓ વ્યક્તિ દીઠ રૂ. 200 થી રૂ. 500 સુધીનો ભાડો લે છે.
આ વ્યવસ્થા એવા ક્રિકેટરસિકો માટે ખુબ જ સહાયરૂપ બની રહી છે જેમને હોટેલમાં ઠેરવાવું મુશ્કેલ થઈ પડ્યું છે. સ્ટેડિયમની નજીકમાં ઓછા ભાવે અને સરળ વ્યવસ્થાથી cricket loversને રહેવા માટે વિકલ્પ મળે છે.
મુખ્ય તૈયારીઓની વાત કરવામાં આવે તો..
-
ફાઈનલ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તૈયાર
-
સ્ટેડિયમની આજુબાજુની હોટેલો હાઉસફૂલ
-
સ્થાનિક લોકો તેમના ઘરમાં રૂમ ભાડે આપી રહી છે
-
રૂમ ભાડું – રૂ. 200 થી 500 વ્યક્તિ દીઠ
-
હોટેલ કરતા સસ્તું અને સુલભ વિકલ્પ
ક્રિકેટ ફાઈનલનો જોરદાર ફિવર માત્ર રમતમાં જ નહીં, પરંતુ સ્થાનિકોની આવકમાં પણ જોવા મળી રહ્યો છે. રમત સાથે રોજગારની આ સંભાવના નગરજનો માટે નવી આશા લઈને આવી છે.