BCCIએ શેયર કર્યો ભાવુક વીડિયો, ડ્રેસિંગ રુમની અંદર આવો હતો માહોલ
19 નવેમ્બર 2023ના રોજ 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન તૂટ્યુ, કારણે કાંગારુઓ સામે ભારતીય ક્રિકેટ ટીમની હાર થઈ. મેચ બાદ બીસીસીઆઈએ ડ્રેસિંગ રુમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ વીડિયો પહેલા ભારતીય ક્રિકેટ ટીમની યાદગાર સફરની ઝલક પણ જોવા મળે છે.
વર્લ્ડ કપ 2023માં સતત 10 મેચ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. આ હારને કારણે ડ્રેસિંગ રુમમાં સન્નાટો જોવા મળ્યો હતો. દરેક મેચ બાદ ડ્રેસિંગ રુમમાં ફિલ્ડિંગ સેરેમની થતી હતી, પણ 19 નવેમ્બરના રોજ કોઈના ચહેરા પર ખુશી ના હતી. તેમની બોડી લેગ્વેજ પરથી તેમને મનોબળ વિશે જાણવા મળી રહ્યું હતુ.
કોચ દિલીપે જણાવ્યું કે – મિત્રો, હું જાણું છું કે તે મુશ્કેલ છે અને આપણે બધા પીડા અનુભવીએ છીએ, પરંતુ તે જે છે તે છે. અમે કદાચ બધું બરાબર કર્યું છે અને છતાં પરિણામ અમારી તરફેણમાં નથી.
#BCCI એ ફેન્સ માટે શેયર કર્યો ઈમોશનલ વીડિયો . #Worlds2023 #TeamIndia pic.twitter.com/vA8VB84hxC
— Tv9 Gujarati (@tv9gujarati) November 20, 2023
ટી દિલીપે વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયા માટે પ્લેયર ઓફ ધ મેચ વિનર જાહેર કર્યો, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ કોહલીને મેડલ અર્પણ કર્યો. કોહલીના નામની જાહેરાત કરતા દિલીપે કહ્યું- તે એક શાનદાર ખેલાડી રહ્યો છે. તે જ્યારે પણ મેદાન પર જાય છે ત્યારે તે પોતાની જાતને મહાન ધોરણો સ્થાપિત કરે છે અને જાદુ બનાવે છે અને સૌથી સારી વાત એ છે કે તે પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરે છે.
ટી દિલીપે વર્લ્ડ કપની 10 મેચમાં અનોખી રીતે પ્લેયર ઓફ ધ મેચના વિનરની જાહેરાત કરી હતી. તેના વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતા રહ્યા છે. બીસીસીઆઈ દ્વારા શેયર કરવામાં આવેલો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. આ પણ વાંચો : વર્લ્ડ કપ ફાઈનલમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ આવ્યા સામ-સામે, જુઓ વીડિયો