વર્લ્ડ કપ ફાઈનલમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ આવ્યા સામ-સામે, જુઓ વીડિયો

વર્લ્ડ કપ ફાઈનલમાં બે મજબૂત ટીમોના દમદાર ખેલાડીઓની વચ્ચેની ટક્કર જોવા મળી હતી, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના બે સ્ટાર ખેલાડીઓ સામ-સામે આવી ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બે ખેલાડીઓ વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ હતા અને ઘટના ત્યારે બની જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો.

વર્લ્ડ કપ ફાઈનલમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ આવ્યા સામ-સામે, જુઓ વીડિયો
Kohli & Maxwell
Follow Us:
| Updated on: Nov 20, 2023 | 12:12 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ટક્કર થઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો. આ મેચમાં ભારતે ટોસ હારી પહેલા બેટિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયાને 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ઓસ્ટ્રેલિયન ટીમે આસાનીથી હાંસલ કર્યો હતો અને છઠ્ઠી વાર ટ્રોફી પર કબજો કર્યો હતો.

વિરાટ-મેક્સવેલ આવ્યા સામ-સામે

વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની ઈનિંગ દરમિયાન એક એવી ઘટના બની હતી જે બાદ બે સ્ટાર ખેલાડીઓ સામ સામે આવી ગયા હતા. જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ફિલ્ડિંગ કરી રહેલ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીએ એવી હરકત કરી કે મામલો તંગ થઈ ગયો હતો.

નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?

ગ્લેન મેક્સવેલે વિરાટ કોહલી તરફ બોલ થ્રો કર્યો

ભારતની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ઓવર સમાપ્ત થયા બાદ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે બોલને થ્રો કર્યો અને વિકેટ કીપર તરફ ફેંકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ બોલ વિરાટ કોહલીને લાગ્યો હતો, જે બાદ બંને સામ સામે આવી ગયા હતા.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ગ્લેન મેક્સવેલે થ્રો કરેલ બોલને ક્રિઝ પર હાજર વિરાટ કોહલીએ તેના હાથ વડે રોકવો પડ્યો હતો અને બોલ તેના ગ્લોઉસને અડ્યો હતો. આ થ્રો જો વિરાટે ના રોક્યો હોત તો બોલ તેના શરીરના અન્ય ભાગ પર લાગ્યો હોત અને તે ઈજાગ્રસ્ત થઈ શક્યો હોત. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વિરાટ અને મેક્સવેલ સામ સામે આવી ગયા

આ ઘટના બાદ વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ બંને ખેલાડીઓ સામ સામે આવી ગયા હતા, જોકે બંને વચ્ચે કોઈ ખાસ બોલાચાલી કે હાથપાટ થઈ નહીં. મેક્સવેલ કોહલીને હાથ બતાવતો બતાવતો તેની પાસે ગયો અને બંને એકબીજાને મળી હસ્યા હતા અને એકબીજાને કઈંક કોમેન્ટ કરી હતી.

આ પણ વાંચો : વર્લ્ડ કપ જીત્યા બાદ પોતાના દેશ પરત નહીં ફરે આ આઠ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, જાણો કેમ ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">