લીડ્સમાં 5 સદી છતા હાર બાદ ટીમ ઈન્ડિયાએ સમય બગાડ્યા વિના લીધો આ નિર્યણ, ગિલ-ગંભીરે ઘડી નવી રણનીતિ
શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ હારી ગયો. હવે ટીમ ઈન્ડિયાને આગામી 2 જુલાઈથી બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ મેચ માટે કોઈ કસર છોડવા માંગતા નથી. તેઓ બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં બરોબરી કરવા પર નજર રાખી રહ્યા છે.

ભારતની યુવા ક્રિકેટ ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત તેમના માટે ખૂબ નિરાશાજનક રહીં. ટેસ્ટ મેચમાં બન્ને દાવમાં થઈને કૂલ પાંચ સદી ફટકારવા છતા 5 વિકેટે હારનો સામનો કરવો પડયો. હવે ટીમ ઈન્ડિયાને બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમવાની છે.
આ મેચ 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન રમાશે. આ મેચમાં હજુ 1 અઠવાડિયું બાકી હોવા છતાં, ભારતીય ખેલાડીઓ શ્રેણીમાં વાપસી કરવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. તેમણે સમય બગાડ્યા વિના મોટો નિર્ણય લીધો છે.
લીડ્સની હાર બાદ સમય બગાડ્યો નહીં
પહેલી મેચમાં પાંચ વિકેટથી હાર મળ્યાં બાદ ભારતીય ક્રિકેટ ટીમે હવે બીજી ટેસ્ટ મેચ રમવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા આજે બુધવારે જ લીડ્સથી બર્મિંગહામ જવા રવાના થઈ હતી, જ્યાં બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી શરૂ થશે. લીડ્સ ટેસ્ટ સમાપ્ત થયાને 24 કલાક પણ થયા નથી અને ભારતીય ટીમ બર્મિંગહામ ગઈ છે. એટલે કે ખેલાડીઓએ આરામ કરવાને બદલે આગામી મેચની તૈયારી પર વધુ ભાર મૂક્યો છે.
લીડ્સ ખાતેની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી મળેલી હાર બાદ, ખેલાડીઓ હવે નવી ઉર્જા સાથે આગામી મેચ માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. પ્રથમ ટેસ્ટમાં, શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં પાંચ સદી ફટકારવામાં આવી હતી, પરંતુ ફિલ્ડિંગ અને બોલિંગમાં ભૂલોએ તેમને જીતથી દૂર રાખ્યા હતા.
હવે ટીમ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાનારી બીજી ટેસ્ટમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. ગિલ અને કોચ ગૌતમ ગંભીર આ હારમાંથી શીખશે અને ટીમમાં સંતુલન અને રણનીતિ સુધારવાની યોજના બનાવશે. કેપ્ટન ગિલ માટે આ એક મોટો પડકાર હશે.
એજબેસ્ટન ખાતે ખૂબ જ ખરાબ રેકોર્ડ
એજબેસ્ટન ટેસ્ટ ટીમ ઈન્ડિયા માટે એક મોટો પડકાર છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ક્યારેય ઇંગ્લેન્ડને ટેસ્ટમાં હરાવ્યું નથી. આ મેદાન પર બંને ટીમો વચ્ચે 8 મેચ રમાઈ છે. આમાંથી 7 મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, એક મેચ ડ્રો રહી હતી. છેલ્લે બંને ટીમો આ એજબેસ્ટન ખાતે 2022 માં ટકરાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયા 7 વિકેટથી મેચ હારી ગઈ હતી.