અભિષેક શર્માએ તોફાની સદી ફટકાર્યા બાદ લગાવ્યો ગુરુને વીડિયો કોલ, યુવરાજ સિંહએ ગર્વ અનુભવ્યો

પ્રથમ T20માં ઓપનર તરીકે મેદાને ઉતરેલા અભિષેક શર્મા પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. અભિષેક શર્મા દ્વારા ફટકારવામાં આવેલી સદીએ, ભારત માટે બીજી T20Iમાં જીતનો પાયો નાખ્યો. શર્માની રમતના આધારે ભારતે શાનદાર જીત મેળવી હતી. શર્માની રમતને લઈ હરારેના મેદાન પર અત્યાર સુધીનો સૌથી વધુ T20I સ્કોર થઈ શક્યો હતો.

| Updated on: Jul 08, 2024 | 4:05 PM

પ્રથમ સદી ફટકારીને અભિષેક શર્માએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. ઝિમ્બાબ્વે સામે ઓપનર તરીકે બેટિંગ કરતા શાનદાર તોફાની સદી શર્માએ ફટકારી હતી. જેને લઈ ભારતીય ટીમે વિશાળ લક્ષ્ય ઝિમ્બાબ્વે સામે ખડકીને જબરદસ્ત જીત મેળવી હતી. શર્માએ સદી નોંધાવ્યા બાદ પોતાના પરિવાર અને પોતાના ગુરુને વીડિયો કોલ કર્યો હતો.

અભિષેક શર્માએ પોતાના ગુરુ યુવરાજ સિંહને વીડિયો કોલ કર્યો હતો. પરિવારજનોને તેણે આ ખુશીઓની પળોને શેર કરતી વાતો કરવા સાથે પોતાના ગુરુને પણ વાત કરી હતી. અભિષેકની બેટિંગમાં યુવરાજ સિંહની છાપ જોવા મળી રહી છે. યુવરાજ સિંહે અભિષેકને માટે ખૂબ મહેનત કરી છે. જે બેટિંગમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.

યુવરાજ સિંહ સાથે અભિષેક શર્માના વીડિયો કોલ દરમિયાન શું થયું?

ઝિમ્બાબ્વે સામેની બીજી T20Iમાં પોતાની તોફાની સદી સાથે ટીમ ઈન્ડિયાની જીત પર મહોર લગાવનાર અભિષેક શર્માએ મેચ સમાપ્ત થયા બાદ બે ખાસ લોકોને વીડિયો કોલ કર્યો હતો. ઝિમ્બાબ્વેથી તેણે પ્રથમ કોલ પોતાના પરિવારને કર્યો હતો, જેમાં અભિષેકનો આખો પરિવાર તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

પરિવારને વાત કર્યા બાદ બીજો કોલ અભિષેક શર્માએ પોતાના ગુરુ યુવરાજ સિંહને જોડ્યો હતો. અભિષેકે તેના ગુરુ યુવરાજ સિંહને વીડિયો કૉલ કર્યો હતો, જેમાં યુવરાજ સિંહ પોતાના શિષ્યની અજોડ સફળતા પર ગર્વ અનુભવતો જોવા મળ્યો હતો. અભિષેકે 8 છગ્ગાની મદદ વડે 47 બોલમાં જ 100 રનની ઈનીંગ રમી હતી.

પ્રથમ મેચમાં નિષ્ફળ, બીજી T20Iમાં સ્ટાર બન્યો

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20માં ઓપનર તરીકે મેદાને ઉતરેલા અભિષેક શર્મા પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. પહેલા જ બોલ પર આઉટ થતાં તેને ડગઆઉટમાં પરત ફરવું પડ્યું હતું.ખેલાડીઓના પ્રથમ મેચમાં નબળા પ્રદર્શનને લઈ ભારતને આ મેચ પણ હારવી પડી હતી. પરંતુ, બીજી T20Iમાં અભિષેક શર્માએ ઓપનર તરીકે એવી બેટિંગ દર્શાવી કે જેના માટે તે જાણીતો છે.

અભિષેક શર્મા દ્વારા ફટકારવામાં આવેલી સદીએ, ભારત માટે બીજી T20Iમાં જીતનો પાયો નાખ્યો. શર્માની રમતના આધારે ભારતે શાનદાર જીત મેળવી હતી. શર્માની રમતને લઈ હરારેના મેદાન પર અત્યાર સુધીનો સૌથી વધુ T20I સ્કોર થઈ શક્યો હતો.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
કરનાળીની આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતા સર્જાયો વિવાદ
કરનાળીની આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતા સર્જાયો વિવાદ
મધુબન ડેમમાં નવા નીર આવતા 8 દરવાજા ખોલાયા
મધુબન ડેમમાં નવા નીર આવતા 8 દરવાજા ખોલાયા
બાળકોને ફૂડ પોઇઝનિંગની ઘટનામાં વડોદરાથી ડોકટરની ટીમ છોટાઉદેપુર પહોંચી
બાળકોને ફૂડ પોઇઝનિંગની ઘટનામાં વડોદરાથી ડોકટરની ટીમ છોટાઉદેપુર પહોંચી
g clip-path="url(#clip0_868_265)">