CWG 2022 Live Updates: ઘાનાનો બોક્સર ડોપિંગમાં ફસાયો, આયોજકોએ લીધો કડક નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 12:47 PM

CWG 2022 Live Updates in Gujarati: ભારતે પહેલા દિવસે સારું પ્રદર્શન કર્યું અને હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીજા દિવસે ભારત માટે વધુ ને વધુ ખુશીના સમાચાર આવશે.

CWG 2022 Live Updates: ઘાનાનો બોક્સર ડોપિંગમાં ફસાયો, આયોજકોએ લીધો કડક નિર્ણય
Commonwealth Games 2022 Live Updates

CWG 2022 Opening Ceremony LIVE: ઈંગ્લેન્ડના સૌથી મોટા શહેરોમાંના એક બર્મિંગહામમાં આગામી 11 દિવસ સુધી વિશ્વના કેટલાક શ્રેષ્ઠ એથ્લેટ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા શરૂ થવા જઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) માટે આખું શહેર તૈયાર છે.CWG 2022 નો ભવ્ય અને રંગીન ઉદઘાટન સમારોહ આજે રાત્રે બર્મિંગહામ (Birmingham 2022)ના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં વિશ્વભરના ટીવી પર હજારો દર્શકો અને લાખો ચાહકોની સામે શરુ થવા જઈ રહ્યો છે. ભારત સહિત કોમનવેલ્થનો ભાગ છે તેવા કુલ 72 દેશોના એથ્લેટ્સ તેમના સંબંધિત રાષ્ટ્રધ્વજ સાથે સ્ટેડિયમમાં યોજાનારી પરેડનો ભાગ બનશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Jul 2022 12:35 PM (IST)

    CWG 2022 Live Updates: પીવી સિંધુનું લક્ષ્ય પેરિસ ઓલિમ્પિકનું છે

    બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતની સ્ટાર શટલર પીવી સિંધુનું લક્ષ્ય પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું છે. પરંતુ તે વર્તમાન કોમનવેલ્થ ગેમ્સનો ઉપયોગ આવતા મહિને યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપના સ્ટેજ તરીકે કરવા માંગે છે. પીવી સિંધુએ સમાચાર એજન્સી પીટીઆઈને આ વાત કહી.

  • 30 Jul 2022 12:21 PM (IST)

    CWG 2022 Live Updates: ઘાનાના બોક્સર પર ડોપિંગનો આરોપ

    ઘાનાના બોક્સર શકુલ સમેદને કોમનવેલ્થ ગેમ્સના આયોજકોએ સ્પર્ધાના પ્રથમ દિવસે પ્રતિબંધિત દવા માટે સકારાત્મક પરીક્ષણ કર્યા બાદ સસ્પેન્ડ કરી દીધો હતો.ગેમના એન્ટી ડોપિંગ અને મેડિકલ કમિશને આ માહિતી આપી હતી.

  • 30 Jul 2022 12:29 AM (IST)

    CWG 2022 Live Updates: ટેબલ ટેનિસ: ભારતે સિંગાપોર પર 2-0થી સરસાઈ મેળવી

    મેન્સ ટીમ ઈવેન્ટમાં ભારતે સિંગાપોર પર 2-0થી સરસાઈ મેળવી હતી. પ્રથમ મેચમાં હરમીત દેસાઈ અને જી સાથિયાની જોડીએ શો ફેંગ અને જે યુ સામે 11-5, 11-5, 9-11, 11-12થી જીત મેળવી હતી. બીજી ગેમમાં અચંત શરથ કમલે કોએન પેંગને 11-8, 11-9, 11-9થી હરાવ્યો હતો.

  • 30 Jul 2022 12:06 AM (IST)

    CWG 2022 Live Updates: સ્ક્વોશ: 14 વર્ષની અનાહત આગલા રાઉન્ડમાં આગળ વધી

    14 વર્ષની અનાહતએ રાઉન્ડ ઓફ 64માં સેન્ટ વિન્સેન્ટની જાડા રોસને 11-5, 11-2, 11-0થી હરાવી હતી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર શરૂઆત કરી છે.

  • 30 Jul 2022 12:06 AM (IST)

    CWG 2022 Live Updates: લૉન બૉલ: મહિલા ચાર વિભાગ D રાઉન્ડ 1

    લૉન બોલમાં ભારત ઇંગ્લેન્ડ સામે 9-18થી હારી ગયું

  • 29 Jul 2022 09:57 PM (IST)

    CWG 2022 Live Updates: ટેબલ ટેનિસ: મનિકા બત્રાએ ભારતને લીડ અપાવી

    મનિકા બત્રાએ કેરોલિનને 11-2, 11-4, 11-3થી હરાવી ભારતને ફિજી પર 2-0ની લીડ અપાવી હતી.

  • 29 Jul 2022 09:56 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન: પાકિસ્તાન પર ભારતનો ક્લીન સ્વીપ

    ત્રિશા અને ગાયત્રીની જોડીએ માહરૂર અને ગઝાલાની જોડીને 21-4, 21-5થી હરાવી અને આ સાથે ભારતે પાકિસ્તાનને 5-0થી ક્લીન સ્વીપ કર્યું.

  • 29 Jul 2022 09:12 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન: ગાયત્રી અને ત્રિશાએ પહેલી ગેમ સરળતાથી જીતી લીધી

    બધાની નજર ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ પર છે. પાકિસ્તાન પર ક્લીન સ્વીપ કરવા માટે આ જોડીની જીત જરૂરી છે. ભારતીય જોડીએ પ્રથમ ગેમ 21-4થી જીતી હતી.

  • 29 Jul 2022 09:10 PM (IST)

    CWG 2022 Live Updates: ટ્રાયથલોન: પ્રજ્ઞા અને સંજનાએ નિરાશ કર્યા

    સ્પ્રિન્ટ ડીસ્ટન્સમાં, ભારતની પ્રજ્ઞા મોહન 1:07:27ના સમય સાથે 26મા સ્થાને અને સંજના જોશી 1:09:00 ના સમય સાથે 28મા સ્થાને હતી.

  • 29 Jul 2022 09:10 PM (IST)

    CWG 2022 Live Updates: ટેબલ ટેનિસ: ભારતે ફિજી પર 1-0ની સરસાઈ મેળવી

    મહિલા ટીમ ગ્રુપ 2ની મેચમાં ભારત સામે ફિજીનો પડકાર છે. ડબલ્સમાં, દિવ્યા અને શ્રીજા અંકુલાની જોડીએ ટિટાના અને ગ્રેસ યીને 11-8, 11-3, 11-5થી હરાવી ભારતને 1-0ની લીડ અપાવી હતી.

  • 29 Jul 2022 09:09 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન: ભારતે પાકિસ્તાન પર 4-0ની સરસાઈ મેળવી

    મેન્સ ડબલ્સમાં સાત્વિક રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મુરાદ અલી અને મુહમ્મદ ઈરફાનની જોડીને 21-12, 21-9 થી પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે પાકિસ્તાન પર 4-0 ની સરસાઈ મેળવી લીધી છે.

  • 29 Jul 2022 08:38 PM (IST)

    CWG 2022 Live Updates: હોકી- ભારતની એકતરફી જીત

    સલીમા ટેટેએ છેલ્લા ક્વાર્ટરમાં વધુ એક ફિલ્ડ ગોલ કર્યો હતો. આ સાથે ભારતે પ્રથમ મેચ 5-0 થી જીતી લીધી હતી.

  • 29 Jul 2022 08:38 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન ભારતે પાકિસ્તાનને હરાવ્યુ

    પીવી સિંધુએ પાકિસ્તાનની ધોલાઈ કરી. તેણે મહરૂર શહજાદને 21-7, 21-6થી હરાવી હતી. આ સાથે ભારતે પાકિસ્તાનને 3-0 થી હરાવ્યું હતું.

  • 29 Jul 2022 08:11 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન: પીવી સિંધુએ પ્રથમ ગેમ જીતી

    પીવી સિંધુએ પાકિસ્તાનના મહરૂર શહેઝાદ સામે પહેલી ગેમ 21-7થી જીતી હતી. બીજી ગેમમાં પણ તેનું પ્રભુત્વ છે

  • 29 Jul 2022 08:02 PM (IST)

    CWG 2022 Live Updates: ટીમ ઈન્ડિયાની આવતીકાલ એટલે કે 30 જુલાઈની ઇવેન્ટ

  • 29 Jul 2022 07:56 PM (IST)

    CWG 2022 Live Updates: હોકી: ભારતે વધુ એક ગોલ કર્યો

    ગુરજીત કૌરે ત્રીજા ક્વાર્ટરમાં પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવીને ભારતને 4-0થી આગળ કર્યું.

  • 29 Jul 2022 07:46 PM (IST)

    CWG 2022 Live Updates: હોકી: સંગીતાએ કર્યો ફિલ્ડ ગોલ

    સંગીતા કુમારીએ ઘાના સામે ત્રીજા ક્વાર્ટરમાં ફિલ્ડ ગોલ કરીને ભારતને 3-0ની લીડ અપાવી છે.

  • 29 Jul 2022 07:38 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન શ્રીકાંતની પાકિસ્તાન સામે જીત

    કિદામ્બી શ્રીકાંતે મિક્સડ ટીમ ગ્રુપ A મેચમાં પાકિસ્તાનને પહેલી ગેમ જીતી છે. શ્રીકાંતે મુરાદ અલીને 21-7, 21-12થી હરાવી ભારતને 2-0ની લીડ અપાવી હતી.

  • 29 Jul 2022 07:34 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન: કિદામ્બી શ્રીકાંત પહેલી ગેમ જીત્યો

    મિક્સ્ડ ટીમ ઈવેન્ટ ગ્રુપ Aની બીજી મેચમાં કિદામ્બી શ્રીકાંતની સામે પાકિસ્તાનના મુરાદ અલીનો પડકાર છે. ભારતીય સ્ટારે પહેલી ગેમ 21-7ના માર્જિન સાથે સરળતાથી જીતી લીધી હતી.

  • 29 Jul 2022 07:30 PM (IST)

    CWG 2022 Live Updates: Triathlon મહિલા ટીમ ગેમ માટે તૈયાર

  • 29 Jul 2022 07:27 PM (IST)

    CWG 2022 Live Updates: હોકી: હાફ ટાઇમમાં ભારતનો સ્કોર 2-0

    હાફ ટાઈમમાં ભારતે ઘાનામાં 2-0 થી આગળ છે. ભારતે પહેલા ક્વાર્ટરમાં એક ગોલ અને બીજા ક્વાર્ટરમાં બીજો ગોલ કર્યો હતો.

  • 29 Jul 2022 07:06 PM (IST)

    CWG 2022 Live Updates: હોકીઃ પહેલા ક્વાર્ટરમાં ભારતનો દબદબો

    વિમેન્સ પૂલ A મેચમાં ભારતે ઘાના પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પહેલું ક્વાર્ટર પૂરો થઈ ગયો છે અને ભારતીય ટીમ 1-0થી આગળ છે.

  • 29 Jul 2022 07:05 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન: ભારતે પહેલી મેચ જીતી

    રેડ્ડી અને પોનપ્પાએ પાકિસ્તાનને 21-9, 21-12થી હરાવી ભારતને મિક્સડ ટીમ ઈવેન્ટના ગ્રુપ Aમાં 1-0થી લીડ અપાવી.

  • 29 Jul 2022 06:59 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન: ભારતીય જોડીએ પહેલી ગેમ જીતી

    રેડ્ડી અને પોનપ્પાની જોડીએ પાકિસ્તાનના ઈરફાન અને ગઝાલાની જોડીને પહેલી ગેમમાં 21-9થી પરાજય આપ્યો હતો. બીજી ગેમમાં ભારતીય જોડીને જોરદાર ટક્કર મળી હતી. પરંતુ ભારતીય જોડીએ જબરદસ્ત વાપસી કરી હતી.

  • 29 Jul 2022 06:51 PM (IST)

    CWG 2022 Live Updates: હોકી: ગુરજીત કૌરે કર્યો ગોલ

    ભારત અને ઘાના વચ્ચે વિમેન્સ પૂલ A મેચ રમાઈ રહી છે. ગુરજીત કૌરે શરૂઆતની મિનિટમાં જ પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારત 1-0થી આગળ છે.

  • 29 Jul 2022 06:49 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરૂ

    મિક્સ્ડ ટીમ ઈવેન્ટ ગ્રુપ Aમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે છે. પહેલી મેચમાં સુમિત અને પોનપ્પાની સામે ઈરફાન અને ગઝાલાનો પડકાર છે. ભારતીય જોડી આગળ ચાલી રહી છે.

  • 29 Jul 2022 06:47 PM (IST)

    CWG 2022 Live Updates: ક્રિકેટ: IND vs AUS ભારત 3 વિકેટે હારી ગયું

    ગાર્ડનરે અણનમ 52 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ભારત પાસેથી જીત છીનવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના હાથે ભારતને 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

  • 29 Jul 2022 06:42 PM (IST)

    CWG 2022 Live Updates: ક્રિકેટ: IND vs AUS ગાર્ડનર ભારત માટે બની મુશ્કેલી

    ગાર્ડનરે ઓસ્ટ્રેલિયાની જીતની આશા જગાવી છે. ગાર્ડનર ભારતીય બોલરો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. એલેના કિંગ સાથે તેની ભાગીદારી પણ સારી રહી છે.

  • 29 Jul 2022 06:21 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતને સાતમી સફળતા મળી

    ભારતને સાતમી સફળતા જેસ જોનાસનના રૂપમાં મળી. જોનાસેન ત્રણ રન બનાવીને દીપ્તિ શર્માના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પાંચ બોલમાં ત્રણ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર સાત વિકેટે 110 રન છે.

  • 29 Jul 2022 06:05 PM (IST)

    CWG 2022 Live Updates: ક્રિકેટ: IND vs AUS ઓસ્ટ્રેલિયા 10 ઓવરમાં 66/5નો સ્કોર

    10 ઓવર રમાઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવીને 66 રન બનાવી લીધા છે. ભારતીય બોલરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયાની અડધી ટીમને પેવેલિયન મોકલી દેવામાં આવી છે.

  • 29 Jul 2022 06:02 PM (IST)

    CWG 2022 Live Updates: ટેબલ ટેનિસ બાર્બાડોસ પર ભારતની સરળ જીત

    ટેબલ ટેનિસમાં ભારતીય પુરૂષ સિંગલ્સ ટીમે બાર્બાડોસને 3-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમ આસાનીથી જીતી ગઈ. મેચમાં ભારતીય ટીમે બાર્બાડોસની ટીમ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું હતું.

  • 29 Jul 2022 05:51 PM (IST)

    CWG 2022 Live Updates:ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો લાગ્યો

    ઓસ્ટ્રેલિયાને આઠમી ઓવરમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. દીપ્તિ શર્માએ રશેલ હેન્સને આઉટ કર્યો. હેન્સે 14 બોલમાં નવ રન બનાવ્યા હતા. રાધા યાદવે તેનો કેચ લીધો હતો. ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 49 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ છે. એશ્લે ગાર્ડનર અને ગ્રેસ હેરિસ ક્રિઝ પર છે.

  • 29 Jul 2022 05:44 PM (IST)

    CWG 2022 Live Updates: ટેબલ ટેનિસ: શરથ કમલ માટે સરળ જીત

    ભારતના અનુભવી ખેલાડી શરથ કમલે આસાન જીત મેળવી. તેણે મેક્સવેલને 11-5, 11-3, 11-3થી હરાવ્યો અને આ જીત સાથે ભારતે બાર્બાડોસ પર 2-0ની સરસાઈ મેળવી લીધી.

  • 29 Jul 2022 05:35 PM (IST)

    CWG 2022 Live Updates: સાયકલિંગ: ભારત મેડલ રાઉન્ડમાંથી બહાર

    મેન્સ ટીમ સ્પ્રિન્ટ ક્વોલિફાઈંગમાં ભારત છઠ્ઠા ક્રમે રહ્યું હતું. ભારત મેડલ રાઉન્ડમાંથી બહાર થઈ ગયું છે

  • 29 Jul 2022 05:34 PM (IST)

    CWG 2022 Live Updates:ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી

    રેણુકા સિંહ સામે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાચાર દેખાય છે. 21 રનના સ્કોર પર કાંગારૂ ટીમની ત્રણ વિકેટ પડી ગઈ હતી. રેણુકાએ ત્રણેય વિકેટ લીધી છે. તેણે એલિસા હીલી અને મેગ લેનિંગ બાદ બેથ મૂનીને પણ પેવેલિયનમાં મોકલી છે. તેણે 10 રન બનાવ્યા હતા. હવે તાહિલા મેકગ્રા અને રશેલ હેન્સ ક્રિઝ પર છે. ચાર ઓવર બાદ કાંગારુ ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 34 રન બનાવી લીધા છે.

  • 29 Jul 2022 05:31 PM (IST)

    CWG 2022 Live Updates: TeamIndiaના ચાહકો એજબેસ્ટન સ્ટેડિયમમાં ટીમને સપોર્ટ કર્યો

  • 29 Jul 2022 05:27 PM (IST)

    CWG 2022 Live Updates: ટ્રાયથલોનમાં ભારતની નિરાશાજનક શરૂઆત

    ટ્રાયથલોનમાં પણ ભારતીય ટીમ નિરાશ થઈ હતી. ટીમ ઈન્ડિયાનો આદર્શ 30મા રેન્ક પર છે. જ્યારે વિશ્વજીત યાદવ 34મા ક્રમે છે.

  • 29 Jul 2022 05:24 PM (IST)

    CWG 2022 Live Updates: ટેબલ ટેનિસ: ભારતનું શાનદાર પ્રદર્શન

    મેન્સ ટીમ ગ્રુપ 3માં ભારતે બાર્બાડોસ સામે જીત સાથે શરૂઆત કરી હતી. હરપ્રીત દેસાઈ અને જી સાથિયાને કેવિન અને નાઈટને 11-9, 11-9, 11-4થી હરાવી ભારતને 1-0ની લીડ અપાવી

  • 29 Jul 2022 05:21 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતીય સ્વિમર શ્રીહરિ નટરાજને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી

  • 29 Jul 2022 05:19 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતીય બોક્સર શિવ થાપાનું જોરદાર પ્રદર્શન, પાકિસ્તાનના સુલેમાનને હરાવ્યો

    ભારતના સ્ટાર શિવા થાપાએ 63.5 કિગ્રા વજન વર્ગની રાઉન્ડ ઓફ 32 મેચમાં પાકિસ્તાનના સુલેમાન બલોચને હરાવ્યો હતો. થાપાએ 5-0થી એકતરફી જીત નોંધાવી હતી

  • 29 Jul 2022 05:15 PM (IST)

    CWG 2022 Live Updates: રેણુકા સિંહને મોટી સફળતા મળી

    રેણુકા સિંહે ભારતમાં મોટી સફળતા મેળવી. તેણે ઓસ્ટ્રેલિયાની અનુભવી બેટ્સમેન એલિસા હીલીને પહેલા જ બોલમાં આઉટ કરી દીધી હતી. હીલીના બેટ સાથે અથડાતાં બોલ સ્લિપમાં દીપ્તિ શર્માના હાથમાં ગયો. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ ક્રિઝ પર ઉતરી છે. તે T20માં નંબર 1 બેટ્સમેન છે. બીજા છેડે T20 નંબર-2 બેટ્સમેન બેથ મૂની  છે.

  • 29 Jul 2022 05:14 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતને પ્રથમ બોલ પર સફળતા મળી

    ભારતને પ્રથમ બોલ પર સફળતા મળી હતી. રેણુકાએ હીલીને આઉટ કરી સ્કોર 0/1

  • 29 Jul 2022 05:10 PM (IST)

    CWG 2022 Live Updates: કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 52 રન બનાવ્યા

    પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવ્યા હતા. તેણે મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમને 155 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. તેણે 34 બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. હરમન ઉપરાંત શેફાલી વર્માએ 33 બોલમાં 48 અને સ્મૃતિ મંધાનાએ 17 બોલમાં 24 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે જેસ જોનાસેને ચાર ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ લીધી હતી. મેગન સુટને બે અને ડાર્સી બ્રાઉનને એક સફળતા મળી હતી.

  • 29 Jul 2022 05:04 PM (IST)

    CWG 2022 Live Updates: ક્રિકેટ: IND vs AUS ભારતે ઓસ્ટ્રેલિયાને 155 રનનો લક્ષ્યાંક આપ્યો

    હરમનપ્રીત કૌરે એક બોલ પર ચોગ્ગો ફટકારીને તેની અડધી સદી પૂરી કરી, પરંતુ 5મા બોલ પર તે 52 રન બનાવીને બોલ્ડ થઈ ગઈ; મેઘના સિંહ પણ આગલા બોલ પર આઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારતે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવીને ઓસ્ટ્રેલિયા સામે 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

  • 29 Jul 2022 05:03 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ

  • 29 Jul 2022 04:54 PM (IST)

    CWG 2022 Live Updates: સ્વિમિંગઃ નટરાજ સેમિફાઇનલમાં પહોંચ્યો

    શ્રીહરિ નટરાજ પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોકની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે હીટ 4માં 54.68 સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું

  • 29 Jul 2022 04:52 PM (IST)

    CWG 2022 Live Updates: સાઇકલિંગમાં ભારતની ખરાબ શરૂઆત

    સાઇકલિંગમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. મેન્સ 4000 મીટરમાં ભારત છેલ્લા સ્થાને રહ્યું. ટીમ ઈન્ડિયા તરફથી દિનેશ કુમાર, વિશ્વજીત સિંહ, અનંત નારાયણન અને વેકપ્પાએ ભાગ લીધો હતો.

  • 29 Jul 2022 04:47 PM (IST)

    CWG 2022 Live Updates: ઈંગ્લેન્ડના ખેલાડીએ કોમનવેલ્થ ગેમ્સનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો

    કોમનવેલ્થ ગેમ્સ 2022નો પહેલો મેડલ ઈંગ્લેન્ડને મળ્યો હતો. ઇંગ્લેન્ડના એલેક્સ યીએ ટ્રાયથલોનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 29 Jul 2022 04:43 PM (IST)

    CWG 2022 Live Updates: ક્રિકેટ: ભારત Vs Aus ભારતે 16 ઓવરમાં 124/5 બનાવ્યા

    15 ઓવર રમાઈ છે અને ભારતે 5 વિકેટે 124 રન બનાવી લીધા છે.  હરમનપ્રીત કૌર 29રન બનાવીને રમી રહી છે.

  • 29 Jul 2022 04:35 PM (IST)

    CWG 2022 Live Updates: સ્વિમિંગ: સાજન પ્રકાશનું પ્રદર્શન નિરાશાજનક

    સાજન પ્રકાશે પુરુષોની 50 મીટર બટરફ્લાય હીટ 6માં 25.01 સેકન્ડના સમય સાથે આઠમું સ્થાન મેળવ્યું હતું. સાજન પ્રકાશ સેમિફાઇનલમાં પ્રવેશ કરવાથી ચૂકી ગયો હતો.

  • 29 Jul 2022 04:24 PM (IST)

    CWG 2022 Live Updates: શેફાલી વર્મા અડધી સદી ચૂકી ગઈ, 48 રન બનાવીને આઉટ થઈ

    ભારતીય ઓપનર શેફાલી વર્માએ 33 બોલમાં 48 રન બનાવ્યા હતા. ભારતની ત્રીજી વિકેટ 93 રનના સ્કોર પર પડી હતી.

  • 29 Jul 2022 04:22 PM (IST)

    CWG 2022 Live Updates: ક્રિકેટ ભારત Vs Aus: શેફાલી વર્મા અડધી સદીની નજીક

    શેફાલી વર્માની બેટિંગ ચાલુ છે. તે પોતાની અડધી સદી સુધી પહોંચી ગઈ છે. શેફાલીની શાનદાર બેટિંગ. હરમનપ્રીત કૌર હાલમાં શેફાલીને સપોર્ટ કરી રહી છે

  • 29 Jul 2022 04:20 PM (IST)

    CWG 2022 Live Updates: સાયકલિંગ: ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભારત છઠ્ઠા ક્રમે

    ભારતીય ટીમે પુરુષોની 4000 મીટર ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 4:12.865નો સમય લીધો હતો. ભારત છઠ્ઠા સ્થાને છે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ગોલ્ડ માટે અને ઓસ્ટ્રેલિયા અને વેલ્સ બ્રોન્ઝ માટે ટકરાશે.

  • 29 Jul 2022 04:18 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતને બીજો ઝટકો લાગ્યો

    ભારતને 10મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો હતો. યાસ્તિકા ભાટિયા રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થઈહતી. યાસ્તિકા લોંગ ઓન તરફ શોટ મારે છે અને રન લેવા દોડે છે. હીલીએ યસ્તિકાને રન આઉટ કરી. તે 12 બોલમાં માત્ર આઠ રન જ બનાવી શકી હતી. યાસ્તિકાના આઉટ થયા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રિઝ પર આવી છે.

  • 29 Jul 2022 04:10 PM (IST)

    CWG 2022 Live Updates: સાયકલિંગ: ભારત પાસે બ્રોન્ઝ જીતવાની તક છે

    ભારતીય ટીમે પુરુષોની 4000 મીટર ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 4:12.865નો સમય લીધો હતો. ક્વોલિફિકેશનના નિયમો અનુસાર, ટોચની ટીમ ગોલ્ડ માટે સ્પર્ધા કરશે, જ્યારે ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો બ્રોન્ઝ માટે એકબીજાનો સામનો કરશે. ભારતીય ટીમ ક્વોલિફાઈંગમાં ત્રીજા સ્થાને રહી હતી

  • 29 Jul 2022 04:08 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતે 50 રન પૂરા કર્યા

    8મી ઓવરના ચોથા બોલ પર ભારતના 50 રન પૂરા થઈ ગયા છે. શેફાલી અને યાસ્તિકા ભાટિયા વચ્ચે સારી ભાગીદારી હોવાનું જણાય છે. ભારતને પહેલો ફટકો મંધાનાના રૂપમાં શરૂઆતમાં લાગ્યો હતો

  • 29 Jul 2022 03:53 PM (IST)

    CWG 2022 Live Updates: ક્રિકેટ: Ind Vs Aus મંધાનાની વિકેટ પડી

    સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી, પરંતુ બંને વચ્ચેની ભાગીદારી લાંબો સમય ટકી ન હતી. ચોથી ઓવરના ત્રીજા બોલ પર 25 રન પર મંધાનાને હીલીના હાથે કેચ થઈ ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો.

  • 29 Jul 2022 03:48 PM (IST)

    CWG 2022 Live Updates: Gymnastsની ઈવેન્ટ ટૂંક સમયમાં શરૂ થશે

  • 29 Jul 2022 03:46 PM (IST)

    CWG 2022 Live Updates: સ્વિમિંગ: કુશાગ્ર રાવત છેલ્લા સ્થાને રહ્યો

    સ્વિમિંગની હીટમાં ભારતના કુશાગ્ર રાવત છેલ્લા સ્થાને રહ્યા હતા. તેણે પુરુષોની 400 મીટર ફ્રીસ્ટાઈલ હીટ 3માં 3 મિનિટ 57.45 સેકન્ડનો સમય પૂરો કર્યો

  • 29 Jul 2022 03:44 PM (IST)

    CWG 2022 Live Updates: સ્મૃતિ મંધાનાએ ચોગ્ગો ફટકાર્યો

    ચોથી ઓવરના પહેલા બોલ પર સ્મૃતિ મંધાના ચોગ્ગો ફટકાર્યો

  • 29 Jul 2022 03:42 PM (IST)

    CWG 2022 Live Updates: 3 ઓવર બાદ ભારતનો સ્કોર 17/0

    ભારતનો સ્કોર 3 ઓવર પછી 17/0 રહ્યો હતો. શેફાલી વર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 29 Jul 2022 03:35 PM (IST)

    CWG 2022 Live Updates:સ્મૃતિ મંધાના અને શેફાલી ક્રિઝ પર ઉતર્યા

    ભારતની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. સ્મૃતિ મંધાના શેફાલી વર્મા સાથે ક્રિઝ પર આવી છે. સ્મૃતિ મંધાનાએ પ્રથમ ઓવરમાં ચોગ્ગો ફટકારીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું.

  • 29 Jul 2022 03:33 PM (IST)

    CWG 2022 Live Updates:મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક ક્ષણ

    ક્રિકેટની દુનિયામાં આજે ઈતિહાસ સર્જાયો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટની શરૂઆત. ક્રિકેટ ચાહકો માટે આજે એક યાદગાર ક્ષણ

  • 29 Jul 2022 03:27 PM (IST)

    CWG 2022 Live Updates:લૉન બોલ: ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું

    ભારતને ન્યુઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. લૉન બોલમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ રાઉન્ડની મેચમાં ભારતને 23-6થી હરાવ્યું હતું.

  • 29 Jul 2022 03:20 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતની પ્લેઇંગ ઈલેવન

  • 29 Jul 2022 03:19 PM (IST)

    CWG 2022 Live Updates:ભારત પ્રથમ બેટિંગ કરશે

  • 29 Jul 2022 03:17 PM (IST)

    CWG 2022 Live Updates:ટેબલ ટેનિસ: અકુલાએ ભારતને લીડ અપાવી

    અકુલાએ શરૂઆતની ગ્રૂપ મેચ 11-5, 11-3, 11-6થી જીતીને ભારતને દક્ષિણ આફ્રિકા પર 3-0ની લીડ અપાવી હતી.

  • 29 Jul 2022 03:15 PM (IST)

    CWG 2022 Live Updates:ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

    ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

  • 29 Jul 2022 02:50 PM (IST)

    CWG 2022 Live Updates:મનિકા બત્રાની જીતી

    મનિકા બત્રાએ દક્ષિણ આફ્રિકાની મુશ્ફીકુહ કલામ સામે 3-0થી જીત નોંધાવી હતી. મનિકાએ તેની ગેમ 11-5, 11-3 અને 11-2થી આસાનીથી જીતી લીધી હતી.

  • 29 Jul 2022 02:46 PM (IST)

    CWG 2022 Live Updates: ટેબલ ટેનિસ: મનિકા બત્રાએ બીજી ગેમ જીતી

    બીજી ગેમમાં પણ મનિકા બત્રાનું પલડું ભારે હતું અને તેણે આ ગેમ પ્રથમ કરતા મોટા માર્જિનથી જીતી હતી. મનિકાએ બીજી ગેમ પણ 11-3થી જીતી લીધી હતી

  • 29 Jul 2022 02:45 PM (IST)

    CWG 2022 Live Updates: ટેબલ ટેનિસ: મનિકા બત્રા પ્રથમ ગેમ જીતી

    મનિકા બત્રાએ સિંગલ્સમાં મુશ્ફિકુહ કલામના પડકારનો સામનો કર્યો હતો અને ભારતીય ખેલાડીએ પ્રથમ ગેમમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. મનિકાએ પહેલી ગેમ 11-5ના માર્જિનથી જીતી હતી.

  • 29 Jul 2022 02:42 PM (IST)

    CWG 2022 Live Updates: બેડમિન્ટનમાં ભારતની રમત આજથી શરૂ

    બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા શટલર પીવી સિંધુ ગઈકાલે કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભારતની ધ્વજવાહક હતી. આજે ભારત બેડમિન્ટનની મિશ્ર ટીમ ઈવેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

  • 29 Jul 2022 02:39 PM (IST)

    CWG 2022 Live Updates: લૉન બૉલમાં તાન્યા ચૌધરીને હાર મળી

    ભારતની તાન્યા ચૌધરીને સ્કોટલેન્ડની ડી'હોગેન સામે 21-10ના જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો. હોગેને શરૂઆતથી જ ભારતીય પડકાર પર પણ દબાણ બનાવી રાખ્યું હતું. એક સમયે તાન્યાએ કઠિન પડકાર રજૂ કર્યો હતો, પરંતુ સ્કોર 3-3ની બરાબરી પર રાખ્યા બાદ તેણે પોતાની લય ગુમાવી દીધી જેના પછી તે વાપસી કરી શકી નહીં.

  • 29 Jul 2022 02:34 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતીય જોડીની વિજયી શરૂઆત

    રીત અને શ્રીજાની ભારતીય જોડીએ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની એડવર્ડ્સ અને ડેનિશ પટેલની જોડીને 3-0થી હરાવીને ભારતના અભિયાનની શરૂઆત કરી હતી. હવે બધાની નજર મણિકા બત્રા પર રહેશે

  • 29 Jul 2022 02:34 PM (IST)

    CWG 2022 Live Updates: મનિકા બત્રાની રમત શરૂ, ભારતીય ટીમે કરી શાનદાર શરૂઆત

  • 29 Jul 2022 02:20 PM (IST)

    CWG 2022 Live Updates: ટેબલ ટેનિસની રમત શરુ

    ટેબલ ટેનિસની મેચો શરૂ થઈ ગઈ છે. રીત અને શ્રીજાની જોડી સામે એડવર્ડ્સ અને ડેનિશ પટેલનો પડકાર છે.

  • 29 Jul 2022 02:11 PM (IST)

    CWG 2022 Live Updates: ભારત સામે દક્ષિણ આફ્રિકાનો જંગ

    ભારતીય મહિલા ટેબલ ટેનિસ સામે આજે દક્ષિણ આફ્રિકાનો જંગ છે. મનિકા બત્રા, શ્રીજા અકુલા, રીત અને દિયા તેમની ચેલેન્જ આપશે.

  • 29 Jul 2022 02:08 PM (IST)

    CWG 2022 Live Updates: લૉન બૉલ: તાન્યા કરી રહી છે સંઘર્ષ

    તાન્યાએ પુનરાગમન કરવાની કોશિશ કરી હતી પરંતુ તે તેમાં સફળ થઈ શકી ન હતી અને તેના હરીફએ ફરીથી તેના પર લીડ મેળવી લીધી છે. તે 16-6થી આગળ છે.

  • 29 Jul 2022 02:03 PM (IST)

    CWG 2022 Live Updates: લૉન બૉલ: પુરુષોની ટીમનું પ્રદર્શન

    ન્યૂઝીલેન્ડે ભારતીય પુરુષ ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. ન્યુઝીલેન્ડની ટીમ એકતરફી અંદાજમાં રમી રહી છે અને હાલમાં 8-1થી આગળ છે. ભારતે અહીંથી પરત ફરવા માટે ઘણી મહેનત કરવી પડશે.

  • 29 Jul 2022 01:55 PM (IST)

    CWG 2022 Live Updates: થોડા સમયમાં જ પછી ટેબલ ટેનિસ શરૂ થશે

    ટેબલ ટેનિસમાં 2018ની સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા ટીમ તેની પ્રથમ ગ્રુપ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. ટીમમાં દિયા ચિતાલે, મનિકા બત્રા, રીટ ટેનીસન અને શ્રીજા અકુલા છે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

  • 29 Jul 2022 01:49 PM (IST)

    CWG 2022 Live Updates: લૉન બૉલ: પુરુષોની ટીમનું પ્રદર્શન શરુ

    ન્યૂઝીલેન્ડે ભારતીય પુરુષ ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. ન્યુઝીલેન્ડની ટીમ એકતરફી રમતમાં રમી રહી છે અને હાલમાં 8-1થી આગળ છે. ભારતે અહીંથી વાપસી કરવા માટે ઘણી મહેનત કરવી પડશે.

  • 29 Jul 2022 01:44 PM (IST)

    CWG 2022 Live Updates: લૉન બૉલમાં પુરૂષોની ટીમ પણ ઍક્શનમાં

    ભારતના નવનીત, મૃદુલ બોર્ગોહૈન અને ચંદન કુમાર સિંહ પુરુષોના ટ્રિપલ પ્રથમ રાઉન્ડમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓ સામે ટકરાશે

  • 29 Jul 2022 01:43 PM (IST)

    CWG 2022 Live Updates: તાન્યા ટક્કર આપી રહી છે

    ભારતની તાન્યા ચૌધરી ડી હોગનનો સામનો કરી રહી છે. 1-2થી પાછળ રહ્યા બાદ તાન્યાએ પુનરાગમન કર્યું છે અને 3-3ની બરાબરી કરી લીધી છે.

  • 29 Jul 2022 12:51 PM (IST)

    CWG 2022 Live Updates: વિરાટ કોહલીનો ખાસ સંદેશ

  • 29 Jul 2022 12:48 PM (IST)

    CWG 2022 Live Updates: લૉન બોલથી પ્રારંભ થશે

    ભારતનો આજનો દિવસ 1 વાગ્યાથી શરૂ થશે અને ભારતીય ખેલાડીઓ લૉન બોલમાં પોતાનો પડકાર રજૂ કરશે.

    પુરુષોની જોડી સુનીલ બહાદુર, મૃદુલ બોરગોહેન

    મેન્સ ટ્રિપલ્સ દિનેશ કુમાર, નવનીત સિંહ, ચંદન સિંહ

    મહિલા સિંગલ્સ નયનમોની સાયકિયા

    મહિલા દળ રૂપા તિર્કી, તાનિયા ચૌધરી, લવલી ચૌધરી, પિંકી/ન્યાનમોની સાયકિયા

  • 29 Jul 2022 12:47 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવશે

    સ્વિમિંગમાં પણ પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવશે. આ રમતોમાં સ્વિમિંગમાં ભારતનો રેકોર્ડ ઘણો નબળો રહ્યો છે. આ વખતે ભારતે ચાર સભ્યોની ટીમને મેદાનમાં ઉતારી છે. આશા રાખવામાં આવશે કે, ભારત આ વખતે સ્વિમિંગમાં મેડલ જીતવામાં સફળ રહેશે.

  • 29 Jul 2022 12:45 PM (IST)

    CWG 2022 Live Updates: ભારતના ખેલાડીઓ ગત વખત કરતા સારૂ પ્રદર્શન કરશે તેવી આશા

    છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા જેમાંથી 25 ગોલ્ડ, 19 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ હતા. આ વખતે ભારતના ખેલાડીઓ ગત વખત કરતા સારૂ પ્રદર્શન કરશે તેવી આશા છે.

    400 મીટર ફ્રી સ્ટાઇલ કુશાગ્ર રાવત

    100 મીટર બેકસ્ટ્રોક શ્રીહરિ નટરાજ

    100 મીટર બેકસ્ટ્રોક S9 આશિષ કુમાર

    50 મીટર બટરફ્લાય સાજન પ્રકાશ

  • 29 Jul 2022 12:18 PM (IST)

    CWG 2022 Live Updates: પ્રદર્શન કેવું રહેશે?

    છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા જેમાંથી 25 ગોલ્ડ, 19 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ હતા. આ વખતે ભારતના ખેલાડીઓ ગત વખત કરતા સારૂ પ્રદર્શન કરશે તેવી આશા છે.

  • 29 Jul 2022 12:10 PM (IST)

    CWG 2022 Live Updates: ઈતિહાસ રચાશે

    આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચાશે. આ એડિશનમાં મહિલા વર્ગમાં પુરૂષો કરતાં વધુ મેડલ આપવામાં આવશે. આ વખતે મહિલા વિભાગમાં 136 મેડલ અને પુરૂષ વિભાગમાં 134 મેડલ આપવામાં આવશે, કોઈપણ મલ્ટિસ્પોર્ટ ટુર્નામેન્ટમાં આ પ્રથમ વખત હશે કે મહિલા વર્ગમાં વધુ મેડલ આપવામાં આવશે.

  • 29 Jul 2022 09:56 AM (IST)

    CWG 2022 Live Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પર નજર

    1998 પછી ક્રિકેટ ફરી એકવાર આ રમતોમાં પરત આવી છે, જોકે આ વખતે આ રમતોમાં મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને આજે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર 3.30 વાગ્યે રમાશે. તમામની નજર આ મેચ પર રહેશે.

  • 29 Jul 2022 09:55 AM (IST)

    CWG 2022 Live Updates: આમ છે આજનો કાર્યક્રમ

    જુઓ પુરુ શેડ્યૂલઃ   CWG 2022 Schedule Day 1: પ્રથમ દિવસે જ ટકરાશે ભારત અને પાકિસ્તાન, 14 વર્ષીય એથ્લેટ પણ કરશે પ્રહાર, જુઓ પૂરુ શેડ્યૂલ | CWG 2022 match schedule Birmingham Commonwealth games upcoming matches and timings in India in Gujarati 29 July Day 1 | TV9 Gujarati

    CWG @birminghamcg22 starts today!!

    Take a 👀 at #B2022 events scheduled for 29th July

    Catch #TeamIndia🇮🇳 in action on @ddsportschannel & @SonyLIV and don’t forget to send in your #Cheer4India messages below#IndiaTaiyaarHai #India4CWG2022 pic.twitter.com/G7TG7AG2r3

    — SAI Media (@Media_SAI) July 29, 2022

  • 29 Jul 2022 09:54 AM (IST)

    CWG 2022 Live Updates: શરુઆત થઈ ગઈ છે

    કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે શ્રેષ્ઠ ઉદ્ઘાટન સમારોહ સાથે આ ગેમ્સની શરૂઆત થઈ છે અને હવે મેદાન પર સ્પર્ધા શરૂ થશે. પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓ ઘણી રમતોમાં પોતાનું નસીબ અજમાવશે. જો મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે તો ભારત બેડમિન્ટન, ટેબલ ટેનિસમાં પણ પોતાની તાકાત બતાવશે. આ ગેમ્સમાં ભારતના કુલ 215 ખેલાડીઓ 19 રમતોની 141 ઈવેન્ટમાં ભાગ લેશે. ભારતીય ખેલાડીઓ કરશે મહાસંગ્રામ, મહિલા ક્રિકેટ ટીમ પર રહેશે નજર

  • 29 Jul 2022 12:12 AM (IST)

    CWG 2022 Opening Ceremony: ઓપનિંગ સેરેમની માટે ભારતીય બોક્સર તૈયાર

  • 28 Jul 2022 11:54 PM (IST)

    CWG 2022 Opening Ceremony: ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ક્રિકેટ ટીમ જોવા નહીં મળે

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે નહીં. ભારતીય ટીમે કાલે ઓસ્ટ્રેલિયા સામે ગ્રુપ રાઉન્ડમાં ભાગ લીધો છે.

  • 28 Jul 2022 11:15 PM (IST)

    CWG 2022 Opening Ceremony: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા

    દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું, 'તમામ દેશવાસીઓ વતી, હું કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડીને મારી શુભકામનાઓ પાઠવું છું. મને ખાતરી છે કે અમારા ખેલાડીઓ તેમના શાનદાર પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવશે. તમારી જીત માટે તમામ દેશવાસીઓ તમને શુભેચ્છા પાઠવે છે.

  • 28 Jul 2022 11:05 PM (IST)

    CWG 2022 Opening Ceremony: પીએમ મોદીની ભારતીય ટીમને શુભકામનાઓ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત પર ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે અમારા રમતવીરો પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને તેમના શાનદાર રમત પ્રદર્શન દ્વારા ભારતના લોકોને પ્રેરિત કરવાનું ચાલુ રાખશે.

  • 28 Jul 2022 11:05 PM (IST)

    CWG 2022 Opening Ceremony: પરેડમાં 72 દેશો ભાગ લેશે

    અંતે, 2018 ગેમ્સના યજમાન ઓસ્ટ્રેલિયાથી શરૂ કરીને તમામ 72 દેશોની પરેડ થશે. ભારતના ઘણા ખેલાડીઓ અને અધિકારીઓ પણ તેનો ભાગ બનશે. પીવી સિંધુ અને મનપ્રીત સિંહ ભારત માટે ફ્લેગ બેરર હશે. સિંધુએ જ 2018ની ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં આ ભૂમિકા ભજવી હતી.

  • 28 Jul 2022 10:33 PM (IST)

    CWG 2022 Opening Ceremony: બ્લેક સબાથ ના લીડ ગિટારવાદક ટોની ઇઓમી પણ પરફોર્મ કરશે.

    ટોની ઇઓમી, જેઓ 1970ના દાયકાના સુપરહિટ બ્રિટિશ બેન્ડ 'બ્લેક સબાથ' ના લીડ ગિટારવાદક હતા, તે પણ પોતાનો જલવો બનાવશે. બર્મિંગહામમાં જન્મેલ, ઇઓમી બેન્ડ શરૂ કરનાર પ્રથમ વ્યક્તિઓમાંના એક હતા.

  • 28 Jul 2022 09:41 PM (IST)

    CWG 2022 Opening Ceremony: બ્રિટિશ રોક બેન્ડ ડ્યૂરન ડ્યૂરન પરફોર્મ કરશે

    બર્મિંગહામને ઈંગ્લેન્ડના સૌથી બહુસાંસ્કૃતિક શહેરોમાંનું એક ગણવામાં આવે છે અને આ વિવિધ કાર્યક્રમો દ્વારા ઓફર કરવામાં આવશે. બર્મિંગહામના પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ 'ડ્યૂરન ડ્યૂરન' (Duran Duran) તેમના હિટ ગીતોથી શ્રોતાઓનું મનોરંજન કરશે.

  • 28 Jul 2022 08:10 PM (IST)

    CWG 2022 Opening Ceremony: 11.30 કલાકે શરૂ થશે ઓપનિંગ સેરેમની

    ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 કલાકે કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની શરૂ થશે. ઓપનિંગ સેરેમનીમાં ભારત સહિત 72 દેશોના એથ્લેટ્સ ભાગ લેશે.

  • 28 Jul 2022 07:38 PM (IST)

    CWG 2022 Opening Ceremony: CWGમાં ભાગ લઈ રહ્યા છે 72 દેશો

    આ વખતે 72 દેશોના 4500થી વધુ ખેલાડીઓ CWGમાં ભાગ લઈ રહ્યા છે. જ્યારે 19 રમતોમાં 283 મેડલ ઈવેન્ટ્સ થશે. ભારતનો પણ અહીંના મોટા દાવેદારોમાં સમાવેશ થશે.

  • 28 Jul 2022 07:35 PM (IST)

    CWG 2022 Opening Ceremony: એશિયન ચેમ્પિયન પુરૂષ સિંગલ્સ - સ્ક્વોશમાં ગોલ્ડ જીતવા માટે પ્રયત્ન કરશે સૌરવ ઘોષાલ

  • 28 Jul 2022 07:23 PM (IST)

    CWG 2022 Opening Ceremony: ભારતીય મહિલા હોકી ટીમની પ્લેયર લાલરેમસિયામીમાં જોવા મળ્યો ઉત્સાહ

  • 28 Jul 2022 07:04 PM (IST)

    CWG 2022 Opening Ceremony: CWGમાં ક્રિકેટની વાપસી

    24 વર્ષના લાંબા સમયગાળા બાદ ક્રિકેટની એન્ટ્રી પણ થઈ રહી છે. પહેલી વખત મહિલા ક્રિકેટ ટીમ રમતી જોવા મળશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરી રહી છે.

  • 28 Jul 2022 06:45 PM (IST)

    CWG 2022 Opening Ceremony: બેગમાં કુલ 503 મેડલ સાથે, ભારત CWG મેડલ ટેલીમાં ચોથા ક્રમે

  • 28 Jul 2022 06:27 PM (IST)

    CWG 2022 Opening Ceremony: ભારતને વધુ એક ઝટકો

    આ પણ વાંચો : CWG 2022: ભારતીય રિલે ટીમમાં મોટો ફેરફાર, મોહમ્મદ અનસ યાહિયાને મળ્યું સ્થાન, જાણો કારણ

  • 28 Jul 2022 06:21 PM (IST)

    CWG 2022 Opening Ceremony: મનપ્રીત સિંહ બન્યા બીજા ધ્વજવાહક

    મનપ્રીતનું નામ બીજા ધ્વજવાહક તરીકે જોડવામાં આવ્યું કારણ કે આયોજકોએ જણાવ્યું હતું કે દરેક દેશ માટે બે ધ્વજવાહકો હોવા ફરજિયાત છે, જેમાં એક પુરુષ અને એક સ્ત્રી હશે. મનપ્રીતની આગેવાની હેઠળની ગયા વર્ષે ભારતીય પુરૂષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  • 28 Jul 2022 06:02 PM (IST)

    CWG 2022 Opening Ceremony: ભારતે કોમનવેલ્થમાં અત્યાર સુધીમાં કુલ 503 મેડલ જીત્યા

    ભારતે કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં અત્યાર સુધીમાં 181 ગોલ્ડ, 173 સિલ્વર, 149 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 503 મેડલ જીત્યા છે. ભારતે છેલ્લી 3 કોમનવેલ્થ ગેમ્સમાં 503માંથી 231 મેડલ જીત્યા છે. ભારતીય ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે ગત વખતે ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત કુલ 66 મેડલ જીત્યા હતા.

  • 28 Jul 2022 06:00 PM (IST)

    CWG 2022 Opening Ceremony: અંદાજે 30 હજાર લોકો આ સ્ટેડિયમમાં હાજર રહેશે

    અંદાજે 30 હજાર લોકો આ સ્ટેડિયમમાં હાજર રહેવાની શક્યતા છે. આ સેરમની ભારતીય સમય અનુસાર રાત્રે 11.30 કલાકે યોજાશે.

  • 28 Jul 2022 05:49 PM (IST)

    CWG 2022 Opening Ceremony: પીવી સિંધુ ભારતની ધ્વજવાહક હશે

    ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમ પણ ઉતરશે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને ભારતીય ટુકડીના ધ્વજ વાહક તરીકે પસંદ કરવામાં આવી છે. સિંધુ આ વખતે દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાની મોટી દાવેદાર છે.

  • 28 Jul 2022 05:42 PM (IST)

    CWG 2022 Opening Ceremony: કોમનવેલ્થ ગેમ્સ આજથી શરૂ

    આ પણ વાંચો : CWG 2022 : કોમનવેલ્થ ગેમ્સ આજથી શરૂ થશે, ભારતીય ખેલાડીઓ ક્યારે મેદાન પર ઉતરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ અહીં

  • 28 Jul 2022 05:20 PM (IST)

    CWG 2022 Opening Ceremony: BIRMINGHAMમાં કોર્ટમાં બેડમિન્ટનના ખેલાડીઓએ પરસેવો પાડ્યો

  • 28 Jul 2022 05:16 PM (IST)

    CWG 2022 Opening Ceremony: ભારતમાં ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ

    બર્મિંગહામ મેચોનું લાઈવ પ્રસારણ Sony TEN 1, Sony TEN 2, Sony TEN 3, Sony SIX અને Sony TEN 4 ચેનલો પર કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગ Sony LIV એપ અથવા વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હશે. સોની નેટવર્ક ઉપરાંત, ડીડી સ્પોર્ટ્સ પણ ભારતમાં ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે, ટીવી નાઈનની tv9gujarati.com   પર લાઈવ અપટેડ વાંચી શકશો.

  • 28 Jul 2022 05:08 PM (IST)

    CWG 2022 Opening Ceremony: ભારતીય મહિલા હોકી ટીમ તૈયાર છે

  • 28 Jul 2022 05:04 PM (IST)

    CWG 2022 Opening Ceremony: પ્રિન્સ ચાર્લ્સ ઉદ્ઘાટન કરશે

    દર વખતે ગેમ્સનું ઉદ્ઘાટન બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ વખતે એવું નથી. આ વખતે ગેમ્સની શરૂઆત તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ કરશે, જેઓ રાણીનું ભાષણ વાંચીને ગેમ્સની શરૂઆતની જાહેરાત કરશે.

  • 28 Jul 2022 04:56 PM (IST)

    CWG 2022 Opening Ceremony: આ ગેમ્સ 8 ઓગસ્ટ સુધી ચાલશે

    ચાર વર્ષની રાહ જોયા બાદ કોમનવેલ્થ ગેમ્સ ફરી પાછી ફરી છે. ઈંગ્લેન્ડના પ્રખ્યાત શહેર બર્મિંગહામમાં ગુરુવાર 28 જુલાઈથી ગેમ્સ (CWG 2022) શરૂ થવા જઈ રહી છે. ભારત સહિત વિશ્વના લગભગ 72 દેશ આ ગેમ્સનો ભાગ બનશે. આ ગેમ્સ 8 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં લગભગ 5000 એથ્લેટ 19 રમતોમાં ભાગ લેશે.

  • 28 Jul 2022 04:45 PM (IST)

    CWG 2022 Opening Ceremony: થોડી જ વારમાં કાર્યક્રમ શરુ થશે

  • 28 Jul 2022 04:44 PM (IST)

    CWG 2022 Opening Ceremony: બર્મિંગહામમાં ઓપનિંગ સેરેમની પહેલા શાનથી લહેરાયો ત્રિરંગો

    આ પણ વાંચો : બર્મિંગહામમાં ઓપનિંગ સેરેમની પહેલા શાનથી લહેરાયો ત્રિરંગો

  • 28 Jul 2022 04:27 PM (IST)

    CWG 2022 Opening Ceremony: ક્વીન્સ બેટન રિલે બર્મિંગહામ પહોંચી

    આજે રાત્રે 11.30 વાગ્યે (ભારતીય સમય મુજબ), બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેની સાથે રમતો શરૂ થશે. ઉદ્ઘાટન સમારોહ પહેલા, ક્વીન્સ બેટન રિલે, રમતોનું પ્રતીક, બર્મિંગહામના વિક્ટોરિયા સ્ક્વેર પર પહોંચી ગયું છે. અહીંથી તેને સ્ટેડિયમમાં લાવવામાં આવશે. આગામી 11 દિવસ સુધી આ સ્થળે રમતોના સ્ક્રીનીંગની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે

Published On - Jul 28,2022 4:22 PM

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">