AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022 Opening Ceremony: બર્મિંગહામમાં દુનિયાભરના રંગો જોવા મળશે, ઓપનિંગ સેરેમનીથી થશે શરૂઆત

Commonwealth Games 2022 Opening Ceremony Date and Time: બર્મિંગહામમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી 72 દેશોના લગભગ 5000 એથ્લેટ 19 રમતોમાં ભાગ લેશે.

CWG 2022 Opening Ceremony: બર્મિંગહામમાં દુનિયાભરના રંગો જોવા મળશે, ઓપનિંગ સેરેમનીથી થશે શરૂઆત
બર્મિંગહામમાં દુનિયાભરના રંગો જોવા મળશેImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 2:38 PM
Share

Commonwealth Games 2022 Opening Ceremony : ચાર વર્ષની રાહ જોયા બાદ કોમનવેલ્થ ગેમ્સ ફરી પાછી ફરી છે. ઈંગ્લેન્ડના પ્રખ્યાત શહેર બર્મિંગહામમાં ગુરુવાર 28 જુલાઈથી ગેમ્સ (CWG 2022) શરૂ થવા જઈ રહી છે. ભારત સહિત વિશ્વના લગભગ 72 દેશ આ ગેમ્સનો ભાગ બનશે. આ ગેમ્સ 8 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં લગભગ 5000 એથ્લેટ 19 રમતોમાં ભાગ લેશે. હવે બધાની નજર મેદાન પર કે કોર્ટ પર કે પૂલમાં રમાનારી મેચો પર હશે, પરંતુ દરેક મોટી ઇવેન્ટની જેમ બર્મિંગહામ ગેમ્સના પ્રારંભને લઈને પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ 28 જુલાઈએ જ યોજાનાર છે. આવી સ્થિતિમાં જાણી લો આ ભવ્ય સમારોહની કેટલીક ખાસ વાતો

CWG 2022 Opening Ceremony: ખાસ વાત જાણો

  1. ઈંગ્લેન્ડના મુખ્ય શહેરોમાંથી એક બર્મિગહામમાં યોજાઈ રહેલા આ ગેમનું મુખ્ય કેન્દ્ર છે.એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં એથ્લેટિક્સની વધુ રમત યોજાશે, પરંતુ આ પહેલા ગુરુવારના રોજ આ શાનદાર રંગારંગ કાર્યક્રમની સાથે ગેમનું ઉદ્ધાટન થશે.
  2. અંદાજે 30 હજાર લોકો આ સ્ટેડિયમમાં હાજર રહેવાની આશા છે. આ સેરમની ભારતીય સમય અનુસાર રાત્રે 11.30 કલાકે યોજાશે.
  3. દર વખતે ગેમનું ઉદ્ધાટન બ્રિટેનની મહારાની એલિઝાબેથ કરે છે પરંતુ આ વખતે તે કરશે નહિ. તેના સ્વાસ્થયના કારણે આ વખતે ગેમનું ઉદ્ધાટન તેના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ કરશે. જે રમતની શરુ કરવાનું એલાન કરશે.
  4. બર્મિગહામના ઈંગ્લેન્ડના સૌથી વધુ બહુસાંસ્કૃતિક શહેરોમાંથી એક માનવામાં આવે છે.અને તેની શરુઆત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે. મશહુર બ્રિટિશ રૉક (Duran Duran) પોતાના હિટ ગીતોની સાથે દર્શકોનું મનોરંજન કરશે.
  5. 1970ના દાયકાના સુપરહિટ બ્રિટિશ બૈંડ બ્લૈક સબૈથના લીડ ગિટારિસ્ટ રહેલા ટોની ઈયોમી પણ તેનો જલવો દેખાડશે. બર્મિગહામમાં જન્મેલા ઈયામી બૈંડની શરુઆત કરનારામાંથી એક છે.
  6. આ સિવાય ઈન્ડિગો માર્શલ અને ગૈમ્બિની જેવા ઈંગ્લિશ ગાયક પણ દર્શકોને મનોરંજન પુરું પાડશે.બર્મિંગહામ કન્ઝર્વેટોરના સમન્થા ઓક્સબોરો બ્રિટિશ રાષ્ટ્રગીત સાથે ગેમ્સની શરૂઆત કરશે. તેમની સાથે પ્રખ્યાત બર્મિંગહામ સિમ્ફની ઓર્કેસ્ટ્રા હશે, જેનું સંચાલન અલ્પેશ ચૌહાણ કરશે.
  7. 2018 ગેમ્સના યજમાન ઓસ્ટ્રેલિયાથી શરૂ કરીને તમામ 72 દેશોની પરેડ થશે. ભારતના ઘણા ખેલાડીઓ અને અધિકારીઓ પણ તેનો ભાગ બનશે. પીવી સિંધુ અને મનપ્રીત સિંહ ભારત માટે ફ્લેગ હોસ્ટ બનશે. સિંધુએ જ 2018ની ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં આ ભૂમિકા ભજવી હતી.
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">