AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCI એ 7 નવા નિયમો જાહેર કર્યા, જે IPL 2026 માં લાગુ થશે

IPL 2026, New Rule: આઈપીએલ 2026 માટે બીસીસીઆઈએ 7 નવા નિયમોની ગાઈડલાઈન જાહેર કરી છે. જેનું પાલન લીગની તમામ 10 ટીમોએ કરવાનું રહેશે. તો ચાલો જાણીએ આઈપીએલ 2026ના નવા નિયમો ક્યા ક્યા છે.

Breaking News : BCCI એ 7 નવા નિયમો જાહેર કર્યા, જે IPL 2026 માં લાગુ થશે
| Updated on: Mar 24, 2026 | 11:21 AM
Share

New Rule for IPL 2026 : 28 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલ 2026 માટે બીસીસીઆઈએ 7 નવા નિયમો જાહેર કર્યા છે. 19મી સીઝન દરમિયાન આઈપીએલની તમામ 10 ટીમોને આ નિયમો માનવા પડશે. હવે સવાલ એ છે કે, આઈપીએલ 2026 માટે લાગુ કરેલા 7 નિયમો શું છે.આ નિયમો રમત પહેલા કે રમત દરમિયાન ટીમો શું કરે છે તેની સાથે વધુ સંબંધિત છે. ચાલો આ સાત નિયમોને એક પછી એક જાણીએ

IPL 2026 માટે BCCI ના 7 નિયમો

  • BCCIનો પહેલો નિયમ ટીમની પ્રેક્ટિસ અને ટ્રેનિંગ સાથે જોડાયેલો છે. કોઈ પણ આઈપીએલ ટીમ મેચના દિવસે પ્રેક્ટિસ કે ટ્રેનિંગ કરવાની પરવાનગી નથી.
  • IPL 2026 માટે બીસીસીઆઈનો બીજો કાનુન ટીમ પ્રેક્ટિસ મેચ સાથે જોડાયેલો છે. કોઈ પણ ટીમને 2 થી વધારે પ્રેક્ટિસ મેચ રમવાની પરવાનગી નથી. પ્રેક્ટિસ મેચ રમ્યા પહેલા તેમણે બીસીસીઆઈની પરવાનગી તો લેવી પડશે. આ સિવાય એ પણ ધ્યાન રાખવું પડશે કે, કોઈ મેચ સાડા 3 કલાકથી વધારે ન હોય.
  • BCCIનો ત્રીજો નિયમ ટીમના પ્રેક્ટિસ નેટ સાથે જોડાયેલો છે. કોઈ પણ ટીમ પ્રેક્ટિસ નેટ્સ શેર નહી કરે. દરેક ટીમ પ્રેક્ટિસ માટે નવી નેટ મળશે. એક ટીમ બીજી ટીમના નેટનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે નહી.
  • જે પીચ પર કોઈ પણ હોમ ટીમ પોતાની પહેલી મેચ રમશે. તેના પર 4 દિવસ પહેલાથી ટ્રેનિંગ કે પ્રેક્ટિસની પરવાનગી મળશે નહી. ટીમને રેન્જ હિટિંગ, થ્રો ડાઉન,રન-અપ અને ડ્રીલ્સ માટે અલગથી વિકેટ આપવામાં આવશે. હોમ ટીમને પહેલી પ્રેક્ટિસની પરવાનગી હશે. જો ટીમો એકબીજા પછી તરત જ પ્રેક્ટિસ કરે છે, તો તેમને દર વખતે તાજી તૈયાર કરેલી પિચ આપવામાં આવશે.
  • IPL 2026 માટે બીસીસીઆઈનો એક નિયમ ખેલાડીઓના પરિવાર અને ફ્રેન્ડ સાથે જોડાયેલો છે. પરિવાર અને મિત્રોને ખેલાડીઓની સાથે ટ્રાવેલિંગ કરવાનગી મળશે નહી.
  • ખેલાડીઓ જ્યારે પ્રેક્ટિસ મેચ માટે જશે. તો ટીમની બસમાં આવવા-જવાનું રહેશે.
  • બીસીસીઆઈએ આઈપીએલ 2026 દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મેદાન પર લાગેલા LEB બોર્ડની પાસે બેસવાનો પ્રતિબંધ છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">