AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓવલ ટેસ્ટમાં ભારતની યાદગાર જીત, અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ટેસ્ટ સીરિઝ 2-2થી કરી ડ્રો

હેરી બ્રુક અને જો રૂટની સદીઓએ આ મેચમાં ઈંગ્લેન્ડને વિજયના ઉંબરે પહોંચાડ્યું હતું. પરંતુ અચાનક ત્રીજા સત્રમાં પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગે ટીમ ઈન્ડિયાને મેચમાં પાછી લાવી દીધી અને પછી છેલ્લા દિવસે મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડની ઈનિંગ્સનો નાશ કર્યો અને ભારતને યાદગાર જીત અપાવી. આ સાથે પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો 2-2ની બરાબરી પર અંત થયો.

Breaking News : ઓવલ ટેસ્ટમાં ભારતની યાદગાર જીત, અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ટેસ્ટ સીરિઝ 2-2થી કરી ડ્રો
| Updated on: Aug 04, 2025 | 5:15 PM
Share

ઓવલના ઐતિહાસિક મેદાન પર ટીમ ઈન્ડિયાએ પોતાની જીતની વધુ એક યાદગાર કહાની ઉમેરી. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગના દમ પર, ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ પાસેથી જીત છીનવી લીધી અને ઓવલ ટેસ્ટ 6 રને જીતી લીધી. સિરાજે મેચમાં કુલ 9 વિકેટ લીધી, જેમાં બીજી ઈનિંગમાં 5 વિકેટ સામેલ છે. સિરાજ ટીમ ઈન્ડિયાની જીતનો હીરો બન્યો. આ સાથે, શુભમન ગિલની કપ્તાનીમાં ભારતીય ટીમે પાછળ રહી ગયા પછી 5 ટેસ્ટ મેચની શ્રેણી 2-2 થી ડ્રો સાથે સમાપ્ત કરી.

પાંચમા દિવસે જોરદાર રસાકસી

ઓવલ ખાતે છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને 35 રનની જરૂર હતી અને ભારતને 4 વિકેટની જરૂર હતી. પાંચમા દિવસની પહેલી ઓવરમાં ક્રેગ ઓવરટને 2 ચોગ્ગા ફટકારીને ઈંગ્લેન્ડ માટે મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ બીજી ઓવરમાં સિરાજે જેમી સ્મિથને પેવેલિયન પરત મોકલીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. ત્યારબાદ સિરાજે બીજી ઓવરમાં ક્રેગ ઓવરટનને પેવેલિયન પરત મોકલી ટીમ ઈન્ડિયાને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી.

સિરાજ-કૃષ્ણાનો કમાલ

આ પછી પ્રસિદ્ધ કૃષ્ણાનો વારો આવ્યો, જેણે જોશ ટંગને ક્લીન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડની નવમી વિકેટ લીધી. આ પછી, ક્રિસ વોક્સ એક હાથે બેટિંગ કરવા આવ્યો, વોક્સ અને એટકિન્સને મળીને ઈંગ્લેન્ડને લક્ષ્યની નજીક પહોંચાડ્યું, પરંતુ અંતે સિરાજે એટકિન્સનને ક્લીન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને 367 રનમાં ઓલઆઉટ કરી દીધું અને ભારતીય ટીમને યાદગાર વિજય અપાવી. આ સાથે ટેસ્ટ શ્રેણી 2-2 થી ડ્રો રહી. મોહમ્મદ સિરાજે શ્રેણીમાં સૌથી વધુ 23 વિકેટ લીધી.

ચોથા દિવસે ઈંગ્લેન્ડની મજબૂત બેટિંગ

મેચના ચોથા દિવસે, ઈંગ્લેન્ડે 1 વિકેટના નુકસાને 50 રનથી પોતાનો દાવ શરૂ કર્યો હતો. તેમની પાસે હજુ પણ જીત માટે 324 રન બનાવવાનો પડકાર હતો, જ્યારે ટીમ ઈન્ડિયાને 8 વિકેટની જરૂર હતી કારણ કે ક્રિસ વોક્સ પહેલા દિવસે જ ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પહેલા સત્રમાં જ બેન ડકેટ અને ઓલી પોપને આઉટ કરીને ટીમ ઈન્ડિયાની આશાઓ વધારી હતી.

સિરાજે બ્રુકનો કેચ છોડ્યો

ઈંગ્લેન્ડે ફક્ત 106 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને અહીંથી જો રૂટને હેરી બ્રુકનો સાથ મળ્યો. બંનેએ આગામી 3 કલાક સુધી બેટિંગ કરી અને 195 રનની શાનદાર ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને જીતની નજીક પહોંચાડ્યું. જોકે, જો 35મી ઓવરમાં મોહમ્મદ સિરાજે ભૂલ ન કરી હોત તો પરિસ્થિતિ અલગ હોત. પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર સિરાજે બ્રુકનો કેચ પકડ્યો પરંતુ તેનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો. તે સમયે બ્રુક 19 રન પર હતો અને ઈંગ્લેન્ડનો સ્કોર 137 રન હતો.

રૂટ-બ્રુકની સદી

બ્રુકે આનો ફાયદો ઉઠાવ્યો અને પોતાની 10મી ટેસ્ટ સદી ફટકારી. આ શ્રેણીમાં આ તેની બીજી સદી હતી. જ્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 300ને પાર કરી ગયો, ત્યારે આકાશ દીપે બ્રુકને આઉટ કર્યો. પછી થોડી જ વારમાં જો રૂટે શ્રેણીમાં તેની સતત ત્રીજી સદી અને તેની કારકિર્દીની 39મી સદી ફટકારી. જ્યારે તેણે પોતાની સદી ફટકારી, ત્યારે ઈંગ્લેન્ડ સરળતાથી વિજય તરફ આગળ વધી રહ્યું હતું.

મેચમાં વરસાદનું વિઘ્ન

પરંતુ પછી સિરાજ અને પ્રસિદ્ધે ઘાતક રિવર્સ સ્વિંગ અને બાઉન્સથી તેમને પરેશાન કરવાનું શરૂ કર્યું અને તેની અસર દેખાઈ રહી હતી. પ્રસિદ્ધે સતત બે ઓવરમાં જેકબ બેથેલ અને પછી રૂટને આઉટ કર્યા. અચાનક ઈંગ્લેન્ડનો સ્કોર 332/4 થી 337/6 થઈ ગયો અને ટીમ ઈન્ડિયાને જીતનો સૂર મળવા લાગ્યો. જોકે, વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી અને પછી અમ્પાયરે સ્ટમ્પ જાહેર કરીને મેચ પાંચમા દિવસ માટે લઈ ગયા. અને પાંચમા દિવસે કૃષ્ણા અને સિરાજના દમ પર ભારતે ઈંગ્લેન્ડને ઓલઆઉટ કરી મેચ જીતી અને સીરિઝ ડ્રો કરી.

આ પણ વાંચો: Breaking News : બુમરાહ ફરી ઈજાગ્રસ્ત, ટીમમાંથી બહાર થતા જ આવ્યા ખરાબ સમાચાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">