Breaking News : IND vs AUS : રાજકોટમાં ટીમ ઈન્ડિયાની હાર, ઓસ્ટ્રેલિયાએ 66 રને હરાવ્યું

રાજકોટ વનડેમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની અંતિમ મેચમાં ભારતને જીતવા 353 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે ભારતીય ટીમ માત્ર 286 રન જ બનાવી શકી હતી અને ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું. ભારતે પહેલી બે વનડે જીતી હોવાના કારણે ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી હતી. ભારત ઓસ્ટ્રેલિયાને વાઇટવોશ કરવાથી ચૂકી ગયું હતું.

Breaking News : IND vs AUS : રાજકોટમાં ટીમ ઈન્ડિયાની હાર, ઓસ્ટ્રેલિયાએ 66 રને હરાવ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 10:04 PM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ટીમ ઈન્ડિયાને તેની છેલ્લી ODI મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજકોટની સપાટ પીચ પર ઓસ્ટ્રેલિયા (Australia) એ પ્રથમ બેટિંગ કરીને 352 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા (Team India) ના બેટ્સમેન ગ્લેન મેક્સવેલના ઓફ બ્રેકની સામે એવી રીતે ફસાઈ ગયા કે ટીમ 300 રન પણ બનાવી શકી ન હતી અને 66 રનથી હારી ગઈ હતી.

બંને ટીમોની પ્લેઈંગ 11માં ફેરફારો

8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ટકરાતા પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા માટે એકબીજાને ટેસ્ટ કરવા અને સમજવાની આ છેલ્લી તક હતી. બંને ટીમોએ કેટલાક મોટા ફેરફારો કર્યા હતા અને મોટા ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા હતા. ટીમ ઈન્ડિયામાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કુલદીપ યાદવની વાપસી થઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્ક આ સીરિઝમાં પહેલીવાર મેદાનમાં ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

માર્શ-વોર્નર-સ્મિથ-લાબુશેનની ફિફ્ટી

રાજકોટની સપાટ પીચ પર ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને અડધી સદી ફટકારી હતી. વોર્નરે માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિવાય સ્મિથે ક્લાસિક બેટિંગ દ્વારા પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 353 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો.

આ પણ વાંચો : IND vs AUS : વિરાટ કોહલી અચાનક જ લેબુશેન સામે ડાન્સ કરવા લાગ્યો, સ્ટીવ સ્મિથ જોતો જ રહ્યો, જુઓ Video

રોહિત શર્મા-વિરાટ કોહલીની ફિફ્ટી

ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ વિસ્ફોટક શરૂઆત આપી હતી, પરંતુ તે પછીના બેટ્સમેનો તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. રોહિત સિવાય વિરાટ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી હતી, પરંતુ તે ફિફ્ટી ફટકાર્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. આ સિવાય શ્રેયસ અય્યર અને રવીન્દ્ર જાડેજાએ લડાયક બેટિંગ કરી હતી, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યા નહીં. આ રીતે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ તો ન કરી શકી પરંતુ 2-1થી જીતી ગઈ હતી. હવે બાને ટીમો વર્લ્ડ કપમાં ટકરાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">