Breaking News : અશ્વિન-જાડેજાનો સપાટો, ઈન્દોરમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું, સીરિઝ 2-0થી જીતી
ઈન્દોર વનડેમાં ટીમ ઈન્ડિયાની દમદાર બેટિંગ બાદ ધારદાર બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાનો કોઈ ખેલાડી લાંબો સમય ટકી શક્યો નહીં. ભારતે બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ત્રણ મેચની વનડે સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. બેટિંગમાં શ્રેયસ અય્યર અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી, જ્યારે અશ્વિન, જાડેજા, મહોમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગમાં કમાલ કર્યો હતો.
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ભારતીય ક્રિકેટ ટીમે તમામ ટીમોને ચેતવણી જાહેર કરી છે. ટીમ ઈન્ડિયાએ ODI સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રન (ડકવર્થ લુઈસ નિયમ)ના વિશાળ અંતરથી એકતરફી રીતે હરાવ્યું અને આ સાથે જ શ્રેણી પર કબજો કર્યો. મોહાલીમાં ટીમ ઈન્ડિયા (Team India) ની જીત આસાન લાગતી હતી, તો ઈન્દોરમાં તેનું સંપૂર્ણ વર્ચસ્વ દેખાઈ રહ્યું હતું, જે વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી અન્ય 9 ટીમો માટે મોટી ચેતવણી છે.
ટીમ ઈન્ડિયાએ અગાઉની હારનો બદલો લીધો
આ જીત સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયા પાસેથી અગાઉની હારનો બદલો પણ લઈ લીધો છે. આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 મેચની શ્રેણીમાં 2-થી હરાવ્યું હતું. આ વખતે ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ પહેલા જ સિરીઝ પર કબજો કરી લીધો હતો. ઈન્દોર વનડેમાં અશ્વિનની સ્પિનએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને એવી રીતે ફસાવ્યા કે અચાનક જ આખો દાવ ખોરવાઈ ગયો હતો.
A thorough all-round performance
India take an unassailable 2-0 series lead against Australia with a big win in Indore
#INDvAUS: https://t.co/pO3kSaXW6C pic.twitter.com/MlSxsRVvxN
— ICC (@ICC) September 24, 2023
અશ્વિન-જાડેજાની જોડીએ મચાવી ધમાલ
ઈન્દોરમાં, ભારતીય બેટ્સમેનોએ 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જેમાં શ્રેયસ અય્યર અને શુભમન ગિલે દમદાર સદી ફટકારી હતી, આજની મેચની જીતના હીરો બોલરો રહ્યા હતા. રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ ધારદાર બોલિંગની કરી હતી અને ત્રણ-ત્રણ વિકજેટ પણ ઝડપી હતી. સાથે જ ફાસ્ટ બોલરો પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ શમીએ પણ વિકેટ લઈ ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ખૂબ જ સપાટ પીચ પર પણ ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનો આસાનીથી આઉટ કર્યા હતા.
આ પણ વાંચો : IND vs AUS: ફિફ્ટી ફટકાર્યા બાદ કેએલ રાહુલ પાસેથી મોટી જવાબદારી છીનવાઈ ગઈ
That’s that from the 2nd ODI.
Jadeja cleans up Sean Abbott as Australia are all out for 217 runs in in 28.2 overs.#TeamIndia take an unassailable lead of 2-0.#INDvAUS pic.twitter.com/LawVWu2JI8
— BCCI (@BCCI) September 24, 2023
રાજકોટમાં રોહિત-વિરાટ-હાર્દિક કરશે વાપસી
છેલ્લી ODIમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓના આગમન સાથે, ટીમ ઈન્ડિયા માટે કેટલાક વિકલ્પો અજમાવવાની આ છેલ્લી તક હતી અને ટીમ ઈન્ડિયાને સફળતા મળી. છેલ્લી ઓવરોમાં શોન એબોટના હુમલાને બાદ કરતાં આ મેચ ટીમ ઈન્ડિયા માટે શાનદાર સાબિત થઈ હતી. જો કે, ફિલ્ડિંગ હજુ પણ ચિંતાનું કારણ રહ્યું, આ વખતે પણ કેટલાક કેચ છોડવામાં આવ્યા હતા, જ્યારે કેટલીક મિસફિલ્ડિંગ પણ હતી, જેના પરિણામે ઘણા વધારાના રન થયા હતા.