AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે શ્રેયસ અય્યર-શુભમન ગિલની દમદાર સદી

ઈન્દોર વનડેમાં ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ખેલાડીઓ શ્રેયસ અય્યર અને શુભમન ગિલે સદી ફટકારી હતી. બંને સદી ફટકાર્યા બાદ લાંબો સમય ટકી શક્યા નહીં અને બંનેએ વિકેટ ગુમાવી હતી, પરતું તે પહેલા બંને પોતાનું કામ કરી ગયા હતા અને ભારતને મોટા સ્કોર તરફ અગ્રેસર કર્યું હતું.

Breaking News : IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે શ્રેયસ અય્યર-શુભમન ગિલની દમદાર સદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 5:11 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલ ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચમાં બે ભારતીય ખેલાડીઓએ સદી ફટકાતી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ઈજા બાદ કમબેક કરનાર ટીમ ઈન્ડિયાના મજબૂત બેટ્સમેન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) લાંબા સમય બાદ સદી ફટકારી હતી અને વર્લ્ડ કપ પહેલા જરૂરી ફોર્મ પરત મેળવ્યું હતું, જ્યારે ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે (Shubman Gill) પણ શાનદાર ફોર્મ ચાલુ રાખતા ઓસ્ટ્રેલિયા સામે દમદાર સદી ફટકારી હતી.

શ્રેયસ અય્યરની વિસ્ફોટક સદી

વર્લ્ડ કપ પહેલા શ્રેયસ અય્યર ફોર્મમાં આવી ગયો છે અને તેણે ઈન્દોર વનડેમાં વિસ્ફોટક સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં મોટા ખેલાડીઓ નથી રમી રહ્યા, આવી સ્થિતિમાં આ સદી ખાસ બની જાય છે. પહેલી મેચમાં શ્રેયસ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો, એવામાં તેના ફોર્મ અને ફિટનેસને લઈ સવાલો ઊભા થયા હતા જેનો આ અનુભવી બેટ્સમેને જોરદાર જવાબ આપ્યો હતો. લગભગ એક વર્ષ બાદ ODI ફોર્મેટમાં શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની ત્રીજી ODI સદી છે.

આ પણ વાંચો : Hardik Pandya Struggle Story : એક સમયે દિવસમાં પુરતું જમવાનું પણ મળતું નહિ, આજે દરેક ક્રિકેટ ચાહકોના મોંઢા પર હાર્દિકનું નામ છે

શુભમન ગિલની દમદાર સેન્ચુરી

મોહાલીમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી છેલ્લી ODIમાં સદીની તક ગુમાવનાર ગિલે ઈન્દોરમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. શુભમન ગિલની આ છઠ્ઠી ODI સદી છે અને ખાસ વાત એ છે કે આ 6 માંથી 5 સદી માત્ર 2023માં આવી છે. શુભમનનું ફોર્મ વર્લ્ડ કપ પહેલા ભારત માટે ખૂબ જ મોટો પ્લસ પોઈન્ટ છે. શુભમને ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે 97 બોલમાં 104 રન ફટકાર્યા હતા. તે કેમરુન ગ્રીનની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. શુભમન અને શ્રેયસ બંનેએ દમદાર સદી ફટકારી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે અને ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">