Breaking News : ભારતને મોટો ફટકો, ઈજાના કારણે હાર્દિક પંડયા ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી થયો બહાર
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતના અભિયાનને મોટો ફટકો પડ્યો છે, ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે, ભારતનો વાઇસ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ઈજાના કરને 22 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે યોજાનાર મેચ પહેલા બહાર થઈ ગયો છે, તે 29 ઓક્ટોબરે લખનૌમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામેની ક્રિકેટ મેચ પહેલા ટીમ સાથે બેકઅપમાં જોડાય તેવી અપેક્ષા છે.
હાર્દિક પંડ્યાની ઈજાથી ટીમ ઈન્ડિયા (Team India) નું ટેન્શન વધી ગયું છે. તેનું કારણ તેનું ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચમાંથી બહાર થવું છે. આ મેચ 22મી ઓક્ટોબરે ધર્મશાલામાં રમાશે. પરંતુ, હાર્દિક પંડ્યા (Hardik Pandya) આમાંથી દૂર રહેશે. તેની ઈજાની તપાસ બેંગલુરુમાં એનસીએમાં કરવામાં આવશે.
હાર્દિક પંડ્યા થયો હતો ઈજાગ્રસ્ત
બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ આ દર્દ આખી ભારતીય ટીમને પહોંચી ગયું છે. વાસ્તવમાં ઈજાના કારણે પંડ્યા માટે આગામી મેચમાં રમવું મુશ્કેલ બની ગયું છે. એવા અહેવાલ છે કે હાર્દિક પંડ્યાની સારવાર હવે ઈંગ્લેન્ડના નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવશે. પંડ્યાને પુણેથી સીધા બેંગલુરુ મોકલવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર કરવામાં આવશે.
ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે હાર્દિક પંડયા
ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ પુણેથી ધર્મશાલા ગયા છે, જ્યાં તેમને 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવાની છે. હવે સવાલ એ છે કે શું હાર્દિક પંડ્યા આગામી મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે? તેથી સામે આવી રહેલા અહેવાલો અનુસાર, તેના માટે ધર્મશાલામાં યોજાનારી મેચમાં રમવું મુશ્કેલ છે. મતલબ કે તે આ સ્પર્ધામાંથી બહાર રહી શકે છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો.
JUST IN: India have provided an injury update about Hardik Pandya.
Details ⬇️#CWC23https://t.co/foFQ0Or8zu
— ICC (@ICC) October 20, 2023
બાંગ્લાદેશ સામે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી
બાંગ્લાદેશની ઇનિંગની 9મી ઓવર ચાલી રહી હતી. આ ઓવર હાર્દિક પંડ્યા ફેંકી રહ્યો હતો. હાર્દિક પંડ્યા એ જ ઓવરના ત્રીજા બોલ પર ફોલો થ્રુમાં બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. પંડ્યાએ મેદાનની બહાર ન જવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઈજા બાદ તે બોલિંગમાં અસહાય અનુભવવા લાગ્યો હતો અને તેને મેદાનની બહાર જવાની ફરજ પડી હતી. તે પછી પંડ્યા મેદાનમાં પાછો ફર્યો નહોતો.
ઈજાની તપાસ બેંગલુરુમાં થશે
BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, હાર્દિક પંડ્યા બેંગલુરુમાં NCA જશે. મેડિકલ ટીમે તેના ડાબા પગની ઘૂંટીની તપાસ કરી છે. ઈન્જેક્શન બાદ તેની હાલત સારી છે. BCCIએ પંડ્યાની ઈજાને લઈને ઈંગ્લેન્ડના નિષ્ણાત ડોક્ટરનો પણ સંપર્ક કર્યો છે. તેણે એમ પણ કહ્યું કે ઈન્જેક્શન ફાયદાકારક રહ્યું છે. જોકે, પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહીં રમે.
આ પણ વાંચો : Virat Kohli Bowling : બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ બોલિંગ કરવા ઊતરવું પડ્યું, જાણો શું છે કારણ ?
લખનૌમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની શક્યતા
હાર્દિક પંડ્યા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હવે સીધો જ લખનૌમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે, જ્યાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરવાનો છે. ટૂર્નામેન્ટમાં ભારતની આ છઠ્ઠી મેચ હશે.