AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતે મિક્સ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને 2028 ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું

ભારત અને સાઉથ કોરિયા 157-157 ના સ્કોર પર બરાબરી પર રહ્યા બાદ, મેચ શૂટ-ઓફમાં ગઈ. ભારતે અંતિમ ક્ષણોમાં કોરિયન ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ટીમનો આર્ચરીમાં આ બીજો ગોલ્ડ મેડલ છે.ભારતીય તીરંદાજંઓ 20મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે લોસ એન્જીલ્સ 2028માં રમાનારી ઓલિમ્પિકની ટિકિટ પર મેળવી લીધી છે.

Breaking News : ભારતે મિક્સ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને 2028 ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું
| Updated on: Sep 30, 2026 | 10:36 AM
Share

ભારતે આર્ચરીમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 2026 એશિયન ગેમ્સ (Asian Games 2026)માં પોતાનો આઠમો ગોલ્ડ મેડલ જીત્યો છે. મિક્સ કમ્પાઉન્ડ ટીમ તીરંદાજી ઇવેન્ટની ફાઇનલમાં ભારતે સાઉથ કોરિયાને હરાવ્યું હતું. ભારતે શૂટ-ઓફમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.ભારતીય ટીમે એક તીરે બે નિશાન બનાવ્યા છે. 20મી એશિયન ગેમ્સમાં આર્ચરીમાં મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ તો જીત્યો છે. આ સાથે લોસ એન્જીલ્સ 2028માં રમાનારી ઓલિમ્પિકની ટિકિટ પર મેળવી લીધી છે.

લોસ એન્જીલ્સ 2028 ઓલિમ્પિકની ટિકિટ

2028માં રમાનાર ઓલિમ્પિકમાં પહેલી વખત આર્ચરી મિક્સ ટીમ ઈવેન્ટ રમાશે. જેના માટે ક્વોલિફાય કરનારી પહેલી ભારતીય ચિકિતા અને સાહિલ જાધવની જોડી બની છે. આ સફળતા ભારતીય જોડીને એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ મળી છે.

વર્લ્ડ રેકોર્ડ બનાવનારી સાઉથ કોરિયાની જોડી હારી

આર્ચરીની મિક્સ ઈવેન્ટની ફાઈનલમાં ભારતનો સામનો વર્લ્ડ રેકોર્ડ બનાવનારી સાઉથ કોરિયાની જોડી સામે હતો. સાઉથ કોરિયાની જોડીએ આ એશિયન ગેમ્સમાં 27 સપ્ટેમ્બરના રોજ 160 માંથી 160 નિશાન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ભારતની ચિકિતા અને સાહિલની સામે મોટો પડકાર પણ હતો. પરંતુ હવે ટીમે ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે.

શૂટઓફમાં સાઉથ કોરિયાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

ભારત અને સાઉથ કોરિયા વચ્ચે આર્ચરીની મિક્સ ટીમ ઈવેન્ટની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલનો નિર્ણય શૂટ ઓફથી થયો હતો. શૂટ ઓફમાં ભારતના બેને તીરંદાજ 10-10 નિશાન સાધવામાં સફળ રહ્યા હતા. સાઉથ કોરિયાના આર્ચરે 10 અને 9 પર નિશાન લગાવ્યું હતુ. પરિણામ એ આવ્યું કે, ભારતના ચિકિતા અને સાહિલે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

હવે આપણે એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલની વાત કરીએ તો. ભારત મેડલ ટેલીમાં 9માં સ્થાને છે. 8 ગોલ્ડ મેડલ, 21 સિલ્વર મેડલ અને 25 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 54 મેડલ છે.

Breaking News : ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી , Asian Games 2026માં 7મો ગોલ્ડ મેડલ જીત્યો અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">