સચિન તથા લારા સાથેની તસવીરને શેર કરવા સાથે શેન વોર્ને કરી દિલ જીતવા વાળી પોસ્ટ

સચિન તેંદુલકર અને બ્રાયન લારાને વિશ્વના બે દિગ્ગજ બેટ્સમેનોમાં ગણતરી કરવામાં આવે છે. આ બંને ખેલાડીઓને ક્રિકેટના મેદાન ઉપર એકથી એક ચઢીયાતા કીર્તિમાન હાંસલ કર્યા છે, સાથે જ બંને પોતાની ટીમ માટે પણ ગજબના યોગદાન પણ પુરા પાડ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સચિન ને ભગવાનનો દર્જો મળ્યો હતો, તો બ્રાયન લારાને પણ પોતાની અદભુત બેટીંગના […]

સચિન તથા લારા સાથેની તસવીરને શેર કરવા સાથે શેન વોર્ને કરી દિલ જીતવા વાળી પોસ્ટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 12, 2020 | 8:29 AM

સચિન તેંદુલકર અને બ્રાયન લારાને વિશ્વના બે દિગ્ગજ બેટ્સમેનોમાં ગણતરી કરવામાં આવે છે. આ બંને ખેલાડીઓને ક્રિકેટના મેદાન ઉપર એકથી એક ચઢીયાતા કીર્તિમાન હાંસલ કર્યા છે, સાથે જ બંને પોતાની ટીમ માટે પણ ગજબના યોગદાન પણ પુરા પાડ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સચિન ને ભગવાનનો દર્જો મળ્યો હતો, તો બ્રાયન લારાને પણ પોતાની અદભુત બેટીંગના દમ પર ખુબ નામ મળ્યુ છે. કમાલની વાત તો એ છે કે, આ બંને  લગભગ એક જ સમયે પોત પોતાના દેશનુ પ્રતિનિધીત્વ કર્યુ છે.

સચિન અને લારાના સમય દરમ્યાન જ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં ગણાતા શેન વોર્ન પણ પોતાની ટીમ ઓસ્ટ્રેલીયાનુ પ્રતિનિધીત્વ કરી રહ્યા હતા. તે પણ લારા અને સચિન સાથે રમી ચુક્યા હતા. હવે શેન વોર્ને એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં વોર્ન, સચિન અને લારા એક સાથે નજર આવી રહ્યા છે. આ તસ્વીર ને શેર કરતા તેણે લખ્યુ છે કે, સચિન તેદુંલકર અને બ્રાયન લારા બંને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતા જેમની સામે અને સાથે 1989 થી 2013 સુધી રમ્યો છુ. શુ તમે અમને એક બીજા સામે પ્રતિસ્પર્ધા કરતા જોવા અને એક સાથે રમતા જોવાનુ પસંદ કરો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આપને બતાવી દઇએ કે સચિન તેંદુલકરે ભારત માટે 200 ટેસ્ટ મેચમાં 450 થી પણ વધુ વન-ડે મેચ રમી હતી. અંદાજે 16 વર્ષ ની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરવા વાળા સચિન તેંદુલકરે કુલ 100 શતક લગાવ્યા હતા. તો બ્રાયન લારા એ વેસ્ટ ઇન્ડિઝ માટે 131 ટેસ્ટ મેચ અને 299 વન ડે મેચ રમી હતી. સચિન ટેસ્ટ અને વન ડેમાં સૌથી વધુ રન બનવવા વાળા બેટ્સમેન છે, તો બ્રાયન લારા ટેસ્ટ ક્રિકેટ ની એક જ ઇનીંગમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોર 400 રનનો કરવા વાળો બેટ્સમેન છે. શેન વોર્નની વાત કરીએ તો, 145 ટેસ્ટ મેચમાં 708 વિકેટ ઝડપી છે. તો 194 વન ડે માં 193 વિકેટ ઝડપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">