પૈસા કમાવવા તો જરૂરી જ છે પણ તેનું યોગ્ય આયોજન પણ તેટલુ જ છે જરૂરી, જાણો પર્સનલ ફાઈનાન્સના સિદ્ધાંતો વિશે

|

Oct 17, 2022 | 7:53 PM

પૈસા મોટાભાગની સમસ્યાઓ હલ કરી શકે છે. આવી સ્થિતિમાં ઈમરજન્સી ફંડ બનાવવુ જરૂરી છે. જો તમે ઈમરજન્સી ફંડ બનાવવા માંગો છો તો તમે બેંકમાં ખાતુ ખોલાવી શકો છો

પૈસા કમાવવા તો જરૂરી જ છે પણ તેનું યોગ્ય આયોજન પણ તેટલુ જ છે જરૂરી, જાણો પર્સનલ ફાઈનાન્સના સિદ્ધાંતો વિશે
Image Credit source: File Image

Follow us on

પૈસા કમાવવા જેટલા જરૂરી છે, એટલુ જ જરૂરી છે યોગ્ય નાણાકીય આયોજન (Financial Planning). વિવિધ નાણાકીય પ્રવૃત્તિઓની મદદથી તમારા રોકાણોનું (Investment) સંચાલન કરવાની ટેકનિકને પર્સનલ ફાઈનાન્સ (Personal Finance) કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તે તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવાની તૈયારી દર્શાવે છે. ચાલો આપણે પર્સનલ ફાઈનાન્સના સિદ્ધાંતો વિશે જાણીએ, જે તમને નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને પૈસામાંથી પૈસા કમાવવામાં મદદ કરી શકે છે.

ઈમરજન્સી ફંડ બનાવવું જરૂરી છે

પૈસા મોટાભાગની સમસ્યાઓ હલ કરી શકે છે. આવી સ્થિતિમાં ઈમરજન્સી ફંડ બનાવવુ જરૂરી છે. જો તમે ઈમરજન્સી ફંડ બનાવવા માંગો છો તો તમે બેંકમાં ખાતુ ખોલાવી શકો છો અને તેમાં દર મહિને થોડી રકમ જમા કરાવી શકો છો. આ પૈસાનો ઉપયોગ કટોકટીની સ્થિતિમાં જ કરો.

ઊંચા વ્યાજનું દેવુ પૂરુ કરો

લોકો કાર લોન, હોમ લોન અથવા અન્ય જરૂરિયાતો માટે વ્યક્તિગત લોન લે છે. જેના કારણે લાંબા સમય સુધી વ્યાજના રૂપમાં મોટી રકમ ચૂકવવી પડે છે. જો તમે ઈચ્છો તો તમે ઓટોમેટિક ડેટ રિપેમેન્ટ પ્લાન અપનાવીને દર મહિને વધુ ચૂકવણી કરી શકો છો. આ ઉપરાંત, વ્યક્તિ દર વર્ષે લોનનો ભાગ પ્રી-પે પણ કરી શકે છે. લોન ચૂકવવાથી માત્ર ક્રેડિટ સ્કોર જ નહીં, પરંતુ વ્યાજની બચત પણ થશે.

ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો
Oranges Benifits : આ લોકોએ નારંગી ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં

નિવૃત્તિ માટે બચત

બચત એ વૃદ્ધાવસ્થા માટે ખુબ જરૂરી છે. આવી સ્થિતિમાં નિવૃત્તિનું આયોજન જરૂરી છે. જો તમે નોકરી કરતા હોવ અને તમારું PF ખાતુ હોય તો તમે સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ દ્વારા યોગદાન વધારી શકો છો. જો તમારી પાસે PF એકાઉન્ટ નથી તો રિકરિંગ ડિપોઝિટ, PPF, ELSS, મ્યુચ્યુઅલ ફંડ જેવા ઘણા વિકલ્પો છે, જેમાં તમે દર મહિને પગારનો એક ભાગ જમા કરીને એક સારું ફંડ બનાવી શકો છો.

શેરબજારમાં રોકાણ કરવુ

શેર લાંબા ગાળે વધુ સારું વળતર આપે છે. શેરબજારમાં તમને બેંક એફડી અને આરડી કરતા વધુ વળતર મળે છે. જોકે શેરબજારમાં રોકાણ કરતા પહેલા બજાર વિશે સંપૂર્ણ સંશોધન કરો.

વીમા પોલિસીમાં રોકાણ

તમારી જાતને અને તમારા પરિવારને કોઈપણ અપ્રિય ઘટનાથી બચાવવા માટે વીમા પોલિસી ખરીદવી જરૂરી છે. નાની ઉંમરે પોલિસી ખરીદવી વધુ સારું છે કારણ કે ઓછું પ્રીમિયમ ચૂકવવુ પડે છે. આ સિવાય સ્વાસ્થ્ય વીમો પણ લેવો જોઈએ, જેથી કરીને સારવારના ખર્ચનો બોજ ઓછો થઈ શકે.

તમારા અંગત નાણાંનું સંચાલન કરવા વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો

Next Article