AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya Birla AMC IPO : શું તમે આ કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો

Aditya Birla AMC IPO : ગ્રે માર્કેટ આઈપીઓથી 20 રૂપિયાના લિસ્ટિંગ નફાનો અંદાજ લગાવી રહ્યું છે. આ IPO ગ્રે માર્કેટમાં 732 રૂપિયામાં લિસ્ટ થવાનો અંદાજ છે. જીએમપી એ પ્રીમિયમ છે કે જે રોકાણકારો પ્રી-લિસ્ટેડ કંપનીના શેરની ખરીદી માટે ઓફર કિંમતથી ઉપર ચૂકવવા તૈયાર છે.

Aditya Birla AMC IPO : શું તમે આ કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો
Stock Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:34 AM
Share

Aditya Birla AMC IPO : શેરબજારમાં રોકાણકારોને ચાલુ વર્ષે ઘણો લાભ થયો છે.રોકાણકારો ખૂબ પૈસા કમાઈ રહ્યા છે. આ સમયમાં IPO એ ઓછા સમયમાં અને ઓછા રોકાણથી વધુ કમાણી માટે એક ઉત્તમ વિકલ્પ છે. આદિત્ય બિરલા AMC ના IPO ની વાત કરીએ તો તેને લગભગ 5.25 ગણું સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. આ IPO ની મૂળ કિંમત 695 થી 712 રૂપિયા હતી. આ IPO ની ફાળવણી 6 ઓક્ટોબરે થવાની સંભાવના છે.

IPO ને બજારમાં રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આદિત્ય બિરલા AMC નો ઈશ્યુ 29 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને 5.25 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. 2.77 કરોડ ઇક્વિટી શેરના IPO સાઇઝ સામે ઇશ્યૂને 14.59 કરોડથી વધુ ઇક્વિટી શેર માટે બિડ મળી છે. 712 રૂપિયા પ્રતિ શેરના ટોપ પ્રાઇસ બેન્ડ પર 10,395 કરોડ રૂપિયાની બિડ પ્રાપ્ત થઈ છે. આદિત્ય બિરલા સન લાઇફ AMC એ IPO દ્વારા રૂ. 2,768 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 789 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

ગ્રે માર્કેટમાં સ્થિતિ શું છે ? ગ્રે માર્કેટ આઈપીઓથી 20 રૂપિયાના લિસ્ટિંગ નફાનો અંદાજ લગાવી રહ્યું છે. આ IPO ગ્રે માર્કેટમાં 732 રૂપિયામાં લિસ્ટ થવાનો અંદાજ છે. જીએમપી એ પ્રીમિયમ છે કે જે રોકાણકારો પ્રી-લિસ્ટેડ કંપનીના શેરની ખરીદી માટે ઓફર કિંમતથી ઉપર ચૂકવવા તૈયાર છે.

IPO મળ્યો કે નહીં તે જાણો આદિત્ય બિરલા સન લાઇફ AMC ના IPO ની ફાળવણી 6 ઓક્ટોબરના રોજ થશે. તમને IPO મળ્યો છે કે નહીં તે જાણવા માટે આ બે રી અનુસરો

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો >> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જવું પડશે. >> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે. >> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. >> તમારો એપ્લિકેશન નંબર લખો. >> પાન નંબર દાખલ કરો >> હવે Search પર ક્લિક કરો. >> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો >> તમારે પહેલા આ લિંક KFintech link — kprism.kfintech.com/ipostatus/ પર ક્લિક કરવાનું રહેશે. >> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો. >> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો. >> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો. >> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો. >> તે પછી કેપ્ચા સબમિટ કરો. >> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો. >> જો તમને શેર ફાળવવામાં ન આવે તો રિફંડ આગામી બે દિવસમાં આવશે.

આ પણ વાંચો :  ATM માંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી રકમ કપાઈ જાય તો શું કરવું? સૌથી પહેલા કરો આ કામ બેંક વળતર સાથે પૈસા પરત આપશે

આ પણ વાંચો : શું તમે Property માં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને મનપસંદ મિલ્કત સસ્તી કિંમતે મેળવવામાં મદદરૂપ સાબિત થશે

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">