AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે Property માં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને મનપસંદ મિલ્કત સસ્તી કિંમતે મેળવવામાં મદદરૂપ સાબિત થશે

સરકારી બેંક બેંક ઓફ બરોડા (Bank of Baroda) કોઈપણ બ્રોકરેજ વગર સસ્તા દરે ઘર, દુકાનો અને જમીન ખરીદવા માટે બમ્પર ઓફર લાવી છે. BOB 8 મી ઓક્ટોબરે મેગા ઈ-ઓક્શન(BoB Mega E-Auction) નું આયોજન કરી રહ્યું છે.

શું તમે Property માં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને મનપસંદ મિલ્કત સસ્તી કિંમતે મેળવવામાં મદદરૂપ સાબિત થશે
Bank of Baroda Mega e-Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 7:45 AM
Share

Bank of Baroda Mega e-Auction: જો તમે ફેસ્ટિવલ સિઝનમાં ઘર, દુકાન અથવા જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારી બેંક બેંક ઓફ બરોડા (Bank of Baroda) કોઈપણ બ્રોકરેજ વગર સસ્તા દરે ઘર, દુકાનો અને જમીન ખરીદવા માટે બમ્પર ઓફર લાવી છે. BOB 8 મી ઓક્ટોબરે મેગા ઈ-ઓક્શન(BoB Mega E-Auction) નું આયોજન કરી રહ્યું છે. જેમાં હાઉસિંગ, રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક જેવી તમામ પ્રકારની મિલકતોની હરાજી કરવામાં આવશે. તમે પણ આ મેગા ઓક્શનમાં ભાગ લઈને ખૂબ જ સસ્તા ભાવે ઘર, દુકાન અથવા પ્લોટ ખરીદી શકો છો.

બેંક ઓફ બરોડાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. બેંકે ટ્વીટમાં લખ્યું, તમારી પસંદગીની પ્રોપર્ટી ખરીદવા માટે તૈયાર રહો! બેંક ઓફ બરોડા 8 ઓક્ટોબર 2021 ના ​​રોજ મેગા ઇ-હરાજી કરી રહી છે જ્યાં તમે સરળતાથી તમારી પસંદગીની મિલકત મેળવી શકો છો.

હરાજી ક્યાં થઈ રહી છે? જો તમારે જાણવું છે કે મિલકત ક્યાં સ્થિત છે, તો તમે તેને સરળતાથી શોધી શકો છો. આ માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જ્યાંથી તમને તેની માહિતી મળશે. આ માટે તમે સીધી આ લિંક https://www.bankofbaroda.in/e-auction.htm?utm_source=SM&utm_medium=Post&utm_campaign=MegaAuction_km પર ક્લિક કરી શકો છો, ત્યારબાદ તમે હરાજીના પેજ પર પહોંચશો. આ પછી તમે તેને ઝોન, પ્રદેશ, વર્ષ, મહિનો દ્વારા માહિતી જોઈ શકો છો.

આ રીતે મેગા ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકાય ઇ-ઓક્શન(e-Auction)ની નોટિસમાં આપવામાં આવેલી સંબંધિત મિલકત માટે EMD સબમિટ કરવાનું રહેશે. ‘KYC દસ્તાવેજો’ સંબંધિત બેંક શાખામાં દર્શાવવાના રહેશે. હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિ પાસે ડિજિટલ સહી હોવી આવશ્યક છે. જો નહિં, તો આ માટે ઈ-હરાજી(e-Auction) કરનાર અથવા અન્ય કોઈ અધિકૃત એજન્સીનો સંપર્ક કરી શકાય છે.

ઇ-હરાજી(e-Auction) કરનાર સંબંધિત બેંક શાખામાં EMD જમા કરાવ્યા બાદ અનેKYC દસ્તાવેજો દર્શાવ્યા બાદ બિડરના ઇમેઇલ આઈડી પર લોગિન આઈડી અને પાસવર્ડ મોકલશે. હરાજીના નિયમો મુજબ ઇ-હરાજીના દિવસે સમયસર લોગ ઇન કરીને બિડિંગ કરી શકાય છે.

આ પણ વાંચો : Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : સતત વધી રહ્યા છે ઇંધણના ભાવ, 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">