AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરોધ દર્શાવ્યા બાદ કોંગ્રેસના આ ધારાસભ્યને જીવના જોખમનો ડર સતાવવા લાગ્યો, CMને લખ્યો પત્ર

અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્યએ હજુ ગઈકાલે તો વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને હવે બીજા દીવસે તેમના જીવને જોખમ સર્જાયુ હોવાનો પત્ર લખતા જ સ્થાનિક રાજકીય મામલો ગરમાયો છે. એક તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરવલ્લી આવવાના છે. ત્યાં હવે રાજકીય વિવાદ સર્જાવા લાગતા સ્થાનિક રાજકારણ પણ ચર્ચામાં ગરમાયુ છે. બુધવારે બપોર બાદ જિલ્લા કલેકટર કચેરી સમક્ષ […]

વિરોધ દર્શાવ્યા બાદ કોંગ્રેસના આ ધારાસભ્યને જીવના જોખમનો ડર સતાવવા લાગ્યો, CMને લખ્યો પત્ર
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:59 PM
Share

અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્યએ હજુ ગઈકાલે તો વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને હવે બીજા દીવસે તેમના જીવને જોખમ સર્જાયુ હોવાનો પત્ર લખતા જ સ્થાનિક રાજકીય મામલો ગરમાયો છે. એક તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરવલ્લી આવવાના છે. ત્યાં હવે રાજકીય વિવાદ સર્જાવા લાગતા સ્થાનિક રાજકારણ પણ ચર્ચામાં ગરમાયુ છે. બુધવારે બપોર બાદ જિલ્લા કલેકટર કચેરી સમક્ષ બાયડના કોંગ્રેસી ધારાસભ્ય જશુભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય ક્ષેત્રમાં સરકારી ગ્રાન્ટમાંથી થતાં વિકાસના કાર્યોમાં જિલ્લા આયોજન મંડળ દ્વારા ગેરરીતિઓ આચરાતી હોવાની રજુઆત કરી હતી.

Virodh darshavya bad congress a MLA ne jiv na jokham no dar satava lagyo CM ne lakhyo patra

MLA JASHU PATEL

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Virodh darshavya bad congress a MLA ne jiv na jokham no dar satava lagyo CM ne lakhyo patra

આ રજુઆત દરમ્યાન તેમના મનમાં જાણે કે અસંતોષ વર્તાયો હોય એમ તેઓએ કલેકટરની ચેમ્બર સમક્ષ જ પોતાના શર્ટને ઉતારીને બેસી જઈ રામધુન શરુ કરી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરો પણ જોડાયા હતા. જો કે આ ઘટનાક્રમ બાદ ગુરુવારે ધારાસભ્ય જશુભાઈ પટેલે પોતાના જીવને જોખમ હોવાની શંકા લાગતા જ રાજ્યના મુખ્યપ્રધાનને પોતાની સલામતી માટે જાણ કરતો પત્ર લખી મોકલ્યો હતો. આ માટેની જાણ સ્થાનિક કલેકટર અને એસપીને પણ કરવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Virodh darshavya bad congress a MLA ne jiv na jokham no dar satava lagyo CM ne lakhyo patra

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું હતુ કે બાયડના તેમના પક્ષના ધારાસભ્ય તેઓ પોતાના મત વિસ્તારને લઈને વિકાસના કાર્યો બાબતે અવાર નવાર રજુઆતો કરતા હોય છે. પરંતુ ગઈકાલની ઘટનામાં રજુઆત બાદ તેમને પોતાને અને તેમના પરીવાર માટે અસલામતી હોવાનું લાગ્યુ હતુ. જેથી અમે આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન અને સ્થાનિક તંત્રના અધિધકારીઓને જાણ કરવી હિતાવહ માની હતી. જે અંગે પત્ર લખી સલામતી અંગે અમે રજુઆત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
g clip-path="url(#clip0_868_265)">