વાયરલ પોસ્ટથી વધી ભાજપની મુશ્કેલી, ‘મારા વોટથી જો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક થાય તો મારો વોટ માત્ર ભાજપને’

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલાને હજુ 24 કલાકનો સમય પણ પસાર થયો નથી. તેના ઉપર રાજકારણ શરુ થઇ ગઇ છે. આ રાજકારણ સોશ્યિલ મીડિયામાં શરુ થઇ છે. જેમાં ભાજપને વોટ આપવા અપીલ કરવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક કક્ષાએ હવે ભાજપ વિપક્ષના નિશાના ઉપર આવી ગઇ છે ત્યારે વિપક્ષ હાલ આટલું જ કહી […]

વાયરલ પોસ્ટથી વધી ભાજપની મુશ્કેલી, 'મારા વોટથી જો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક થાય તો મારો વોટ માત્ર ભાજપને'
બીજેપીને વોટ આપવાના સોશ્યિલ મીડિયામાં આવતા ફોટાથી બીજેપી પરેશાન
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:42 AM

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલાને હજુ 24 કલાકનો સમય પણ પસાર થયો નથી. તેના ઉપર રાજકારણ શરુ થઇ ગઇ છે. આ રાજકારણ સોશ્યિલ મીડિયામાં શરુ થઇ છે. જેમાં ભાજપને વોટ આપવા અપીલ કરવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક કક્ષાએ હવે ભાજપ વિપક્ષના નિશાના ઉપર આવી ગઇ છે ત્યારે વિપક્ષ હાલ આટલું જ કહી રહ્યુ છેકે વોટ માટે શહીદોનો અપમાન ન થવુ જોઇએ.

જ્યારે ભાજપ હાલ બેકફુટ ઉપર છે અને આવા કોઇ પણ પ્રકારની પોસ્ટ ન કરવા પોતાના જિલ્લા અને તાલુકા સ્તરના સોશ્યિલ મીડિયા ટીમને સુચના આપી દેવાઇ હોવાના દાવા થઇ રહ્યા છે.

સીઆરપીએફના જવાનોના શહીદીનો દુ:ખ હજુ સુધી દેશના નાગરિકો ભુલ્યા પણ નથી. તેમના અંતિમ સંસ્કાર પણ થયા નથી અને કેન્દ્ર સરકારે પાકિસ્તાન સરકાર કે આતંકવાદીઓ સામે કોઇ પગલા પણ લીધા નથી ત્યારે વોટ્સએપ કે સોશ્યિલ મિડીયામાં બીજેપી કાર્યકર્તાઓ કહો કે બીજેપી સમર્થકોએ તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સમર્થનમાં લોકસભા માટે વોટની માંગણી કરતા ફોટો વાઇરલ કરવાની શરુઆત કરી દીધી છે.

7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે કાશ્મીર ઘાટીમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે લીધો કડક નિર્ણય, હવે અલગતાવાદી નેતાઓની ખેર નહીં

આ પોસ્ટમાં સ્પષ્ટ પણે લખ્યુ છેકે મારા વોટથી જો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક થાય તો મારો વોટ ભાજપને. આ ફોટમાં ભાજપને મત આપવાની અપીલ કરાઇ રહી છે. જેના કારણે પહેલા તો સોશ્યિલ મિડિયા ઉપર જ આવા વાઇરલ ફોટોનો વિરોધ થઇ રહ્યો છે. કેટલાક સોશ્યિલ મીડિયા યુઝર્સ બીજપી કાર્યકર્તાઓના આ કૃત્યને ધિક્કારી રહ્યા છે.

બીજેપીને વોટ આપવાના સોશ્યિલ મીડિયામાં આવતા ફોટાથી બીજેપી પરેશાન

આ તરફ કોંગ્રેસના સ્થાનિક નેતાઓની કહી રહ્યા છેકે અત્યારે દેશવાસીઓમાં શહીદ પરિવારો માટે સંવેદના છે, દુખ છે, અને આતંકવાદીઓ સાથે પાકિસ્તાન માટે ગુસ્સો છે. લોકોને હવે દેશની સરકાર સામે ખુબ આશા સાથે જોઇ રહી છે ત્યારે આવા પ્રકારના વોટ માંગવાની અપીલ કરતો ફોટો આવા સમયમાં સોશ્યિલ મીડિયામાં વાયરલ કરવો તે કેટલો યોગ્ય છે, આવા સમયમાં રાજનિતિ કરવી યોગ્ય નથી.

ભાજપ આઇ ટી સેલના પ્રમુખ પંકજ શુક્લા આ મુદ્દે સ્પષ્ટ પણે માને છે કે સ્થાનિક કક્ષાએથી બીજેપી આઇટી સેલ કે બીજેપીના કોઇ અધિકારિક વ્યક્તિ તરફથી આવા પોસ્ટર્સ વાઇરલ નથી કરવામાં આવ્યા. એવું પણ માનવામાં આવે છે કે પાર્ટીને બદનામ કરવાનો આ કૃત્ય હોઇ શકે. પાર્ટીએ આવા કોઇ પણ પ્રકારના પોસ્ટર્સ હાલ સોશ્યિલ મિડીયામાં વાયરલ ન કરવા કે રાજનીતિ થતી હોય તેવા વાક્યો ન લખવાના પોતાના તમામ કાર્યકરો અને પ્રચાર પ્રકલ્પોને આપી છે. તેમજ આવા વાઇરલ ફોટો સાથે પાર્ટીના કોઇ લેવા દેવા નથી તેમ સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનને બેવડો માર: મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ગુમાવ્યા પછી યુરોપીયન યુનિયને પણ કર્યું બ્લેક લિસ્ટ

સોશ્યિલ મીડિયામાં રાજનીતિ તેજ થઇ રહી છે. જેના કારણે બીજેપીને બેક ફુટ ઉપર આવવુ પડી રહ્યું છે. અને પોતાના તમામ કાર્યકરોને આવા સોશ્યિલ મિડિયા પર કોઈ પણ પોસ્ટ ન મુકવાની સલાહ આપવી પડી રહી છે. એટલે કે લોકસભા ઇલેક્શનમાં દાવ ક્યાંક ઉંધો ન પડી જાય તેવો ડર પણ સતાવી રહ્યો છે.

[yop_poll id=1459]

g clip-path="url(#clip0_868_265)">