જામફળ ખરીદતા નજરે આવ્યા અખિલેશ યાદવ, પૂછ્યું અલ્હાબાદી છે કે પ્રયાગરાજી?

ઉત્તર પ્રદેશના (UTTAR PRADESH) પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ(AKHILESH YADAV) રાજ્યના શહેરોના નામ બદલવા પર યોગી સરકારની ટીકા કરી છે.

જામફળ ખરીદતા નજરે આવ્યા અખિલેશ યાદવ, પૂછ્યું અલ્હાબાદી છે કે પ્રયાગરાજી?
Akhilesh Yadav
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 11:14 AM

ઉત્તર પ્રદેશના (UTTAR PRADESH) પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ(AKHILESH YADAV) રાજ્યના શહેરોના નામ બદલવા પર યોગી સરકારની ટીકા કરી છે. અખિલેશે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે જામફળ ખરીદતા નજરે પડે છે. આ ફોટો શેર કરતી વખતે તેણે પૂછ્યું છે કે શું તે અલ્હાબાદના જામફળ છે કે પછી તેનું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે?

અખિલેશે તસવીર શેર કરી લખ્યું હતું કે, “ભાઈ એ સૌથી પ્રખ્યાત જામફળ છે.” જેને હજી પણ ‘અલ્હાબાદી જામફળ’ કહેવામાં આવે છે કે પછી તેનું નામ ‘પ્રયાગરાજી જામફળ’ રાખવામાં આવ્યું છે?” અખિલેશના આ ટ્વીટ પર લોકો કમેન્ટસ કરી રહ્યા છે.

2017 માં યુપીની યોગી સરકારે પહેલા મુગલસરાય સ્ટેશનનું નામ બદલ્યું હતું. રાજ્ય સરકારના પ્રસ્તાવને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ઓગસ્ટ 2018 માં મુગલસરાય સ્ટેશનનું નામ પંડિત દીન દયાળ ઉપાધ્યાય સ્ટેશન રાખવામાં આવ્યું હતું. તેમજ મુગલસરાય તહસીલનું નામ પંડિત દીન દયાળ ઉપાધ્યાય તહસીલ રાખવામાં આવ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સિવાય યોગી સરકારે ફૈઝાબાદ અને પ્રયાગરાજના નામ પણ બદલ્યા છે. ફૈઝાબાદનું નામ હવે બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે અને અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">