Tamilnadu Assembly Election : બિરિયાની ઉત્પાદકો માટે સ્વાદ વગરની બની રહી છે વિધાનસભા ચૂંટણી, ધંધામાં આવી મંદી

Tamilnadu Assembly Election : બિરિયાની બનાવનારાઓને રાજકીય પક્ષો તરફથી ચુંટણી સમયે બિરિયાનીના ઓર્ડર ઓછા મળ્યા છે.  જેના લીધે બિરયાનીની માંગ ઘટી હોવાનું જણાવ્યું છે. તેમજ આ વખતે ચુંટણી પંચ દ્વારા ઉમેદવારના તમામ ખર્ચા પર નજર રાખવામાં આવે છે તેના જમવાનો ખર્ચ પણ સામેલ છે.

Tamilnadu Assembly Election : બિરિયાની ઉત્પાદકો માટે સ્વાદ વગરની બની રહી છે વિધાનસભા ચૂંટણી, ધંધામાં આવી મંદી
Tamilnadi Biryani Selling Stall image
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 21, 2021 | 4:12 PM

Tamilnadu Assembly Election : તમિલનાડુની આ વખતની વિધાનસભા ચુંટણીમાં બિરયાની માંગ ઘટી છે. જેમાં ગરમ Biryani ની એક બાબત ખાસ છે કે અલગ અલગ વિચારધારા સાથે લડતા લોકોને એકત્ર કરે છે. હાલ ગરમીમાં ઉમેદવારોના પ્રચાર માટે કાર્યકરો માટે ગરમ બિરિયાની અને લીકરની બોટલ સામાન્ય બાબત બની છે. જો કે આ દરમ્યાન કેટલાંક બિરિયાની બનાવનારાઓને રાજકીય પક્ષો તરફથી ચુંટણી સમયે બિરિયાનીના ઓર્ડર ઓછા મળ્યા છે.  જેના લીધે બિરયાનીની  માંગ ઘટી હોવાનું જણાવ્યું છે. તેમજ આ વખતે ચુંટણી પંચ દ્વારા ઉમેદવારના તમામ ખર્ચા પર નજર રાખવામાં આવે છે તેના જમવાનો ખર્ચ પણ સામેલ છે. જેના લીધે આ વખતની ચુંટણીમાં Biryani તેનું મહત્વ ગુમાવી રહી છે. તેમજ Biryani  ઉત્પાદકો માટે આ વર્ષની ચુંટણી આર્થિક રીતે  સ્વાદ વગરની બની રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.

Biryani ના પેકેટ  આપવાની શરૂઆત 20 વર્ષ અગાઉ થઈ હતી

રાજકીય પક્ષોના કાર્યકરોને Biryani ના પેકેટ  આપવાની શરૂઆત 20 વર્ષ અગાઉ થઈ હતી. જે સામાન્ય રીતે મિટિંગમાં દરેક કેડરના લોકોને ચુંટણી પ્રચાર દરમ્યાન આપવામાં આવતી હતી. આ પૂર્વે માત્ર શાકાહારી ભોજન આપવામાં આવતું હતું. જ્યારે ઓછા નાણાં ધરાવતા ઉમેદવારો માત્ર વેરાઇટી ઓફ રાઈસ આપતા હતા. વેલ્લોર સિટીના પૂર્વ કાઉન્સિલર કે. શ્રીનિવાસા ગાંધીએ આ માહિતી આપી હતી. જે છેલ્લા ત્રણ દાયકાથી રાજકારણમાં છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ વખતે બિઝનેસ ઓછો છે

બિરયાની બિઝનેસ કરતાં હોટેલ્સ અને ખાનગી કેટરર્સ કહે છે કે ગત ચૂંટણીની તુલનામાં આ વખતે વેચાણનું પ્રમાણ ઓછું છે. અમે લગભગ 10 ચૂંટણી જોઈ છે અને દર વર્ષે, અમે ચૂંટણી પ્રચારના દિવસથી લઈને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરરોજ 300 થી 500 પેકેટો બિરયાની વેચતા હતા. જો કે, આ વર્ષે અમને રાજકીય પક્ષો તરફથી એક પણ મોટો ઓર્ડર પણ મળ્યો નથી. સ્ટાર બિરયાની અંબુરના મેનેજિંગ ડિરેક્ટર એમ એમ.મ્યુનર અહેમદે એ જણાવ્યું હતું કે આ વખતે બિઝનેસ ઓછો છે.

ઉમેદવાર બિરિયાની પેકેટો મંગાવવાનું ટાળી રહ્યા છે

વેલોરની બીજા બિરિયાની ઉત્પાદકે કહ્યું કે ચૂંટણી અધિકારીઓએ વેપારીઓને કહ્યું છે કે જો કોઈએ 100 થી વધુ બિરિયાની પેકેટનો ઓર્ડર આપ્યો હોય તો તેમની માહિતી તેમને આપવી પડશે. ઉમેદવારનાચૂંટણીના ખર્ચમાં આનો ઉમેરો થશે તેના ડરથી ઘણા બિરિયાની પેકેટો મંગાવવાનું ટાળી રહ્યા છે. અમે સાંભળ્યું છે કે કેટર્સને હવે તેમની પસંદગીના ખાદ્યપદાર્થો બનાવવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. તેમ એક ખાનગી કેટરે કહ્યું હતું.

એન.એસ.આર. તિરુવલ્લુર જિલ્લાના અરમબક્કમના ખાનગી કેટરર નિઝામુદ્દીને જણાવ્યું હતું કે પાછલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને દરરોજ 800 થી 1,000 ચિકન બિરિયાની પેકેટો માટે ઓર્ડર મળ્યા હતા. જ્યારે મોટા પક્ષો – ડીએમકે અને એઆઈએડીએમકે સહિતના વિવિધ પક્ષો તરફથી ઓર્ડર મળતા હતા.પરંતુ આ વખતે મને એક પણ ઓર્ડર મળ્યો નથી.

ડીન્ડીગુલના ચેન્નીનાઇકનપટ્ટી જંકશનમાં ગોલ્ડ સ્ટાર બિરયાની ધરાવતા વી.એસ.વેણુગોપાલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં 27 વર્ષથી આ દુકાન ચલાવી રહ્યા છે. “અમે ક્યારેય બિરિયાની પેકેટો સપ્લાય કરતા નહોતા. પરંતુ પ્રચાર બાદ લોકો અહીં લંચ અથવા ડિનર માટે આવતા હતા. અમને દરરોજ ઓછામાં ઓછા 100 ગ્રાહકો મળતા. પરંતુ આ વખતે અમારી પાસે એક પણ રાજકીય વ્યક્તિ આવી નથી.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">