રજનીકાંતે તેમના રાજકીય સંગઠન RMMનું કર્યું વિસર્જન, કહ્યું ‘રાજકારણમાં વાપસીનો કોઈ પ્લાન નથી’

અભિનેતા રજનીકાંતે સોમવારે તેમની પાર્ટી 'રજની મક્કલ મંદ્રમ'નું વિસર્જન કરી દીધું હતું. સાથે જ પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

રજનીકાંતે તેમના રાજકીય સંગઠન RMMનું કર્યું વિસર્જન, કહ્યું 'રાજકારણમાં વાપસીનો કોઈ પ્લાન નથી'
Rajinikanth disbanded his political organization RMM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 3:51 PM

સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે (superstar rajinikanth) સોમવારે તેમની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ (RMM) નું વિસર્જન કરી દીધું છે. આ સાથે રજનીકાંતે કહ્યું કે, તેઓ હવે રાજકારણમાં નહીં આવે. સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તે પછી તેમણે ક્યારેય રાજકારણમાં ન આવવાનો નિર્ણય લીધો છે.

રજનીકાંતે ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીને બંધ કરતા કહ્યું કે, મારી ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાની કોઈ યોજના નથી. હું રાજકારણમાં આવવાનો નથી. રજનીકાંતે RMM પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી આ નિર્ણય લીધો છે. રજનીકાંતે તેના ચાહકો સાથે બેઠક પણ યોજી છે.

બીજી તરફ રજનીકાંતે 29 ડિસેમ્બર, 2020 ના રોજ જાહેરાત કરી હતી કે, તેઓ રાજકારણમાં નહીં આવે. પરંતુ તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં જોડાવા અંગે ફરીથી ચર્ચા કરશે. પરંતુ હવે તેમણે આખરે તમામ પ્રકારની અટકળોનો અંત લાવી દીધો છે. રજનીકાંતના રાજકારણમાં પાછા ફરવાની ચર્ચાઓ વચ્ચે તમિળનાડુના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

ગત વર્ષે એક પત્રમાં રજનીકાંતે કહ્યું હતું કે, હું રાજકીય પક્ષ શરૂ નહીં કરીશ તે જાણ કરીને મને દુ:ખ થાય છે. આ નિર્ણય ભારે હૃદયથી લેવામાં આવ્યો છે. તેમણે પોતાના નિર્ણયને લઈને કોરોના વાયરસના નવા સ્ટ્રેન તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો હું લોકોને મળું છું અને સંક્રમિત થઈશ તો મારી સાથે રહેનારાઓને પણ સંઘર્ષ કરવો પડશે અને તેઓ જીવનની શાંતિ તેમજ પૈસા પણ ગુમાવશે.

આ પણ વાંચો: Good News : મુંબઈમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના કેસ, હોસ્પિટલોમાં 85% થી વધુ બેડ ખાલી

આ પણ વાંચો: Jagannath Puri Rath Yatra 2021 : પુરીમાં પણ નીકળી જગન્નાથજીની રથયાત્રા, જુઓ ફોટોઝ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">