PM મોદીનો 70મો જન્મદિવસ: જુઓ વડનગરથી લોક કલ્યાણ માર્ગ સુધીના સંઘર્ષ અને સન્માનની તસવીરો

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ગુજરાતના વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950માં જન્મેલા નરેન્દ્ર મોદી દેશના પહેલા વડા પ્રધાન છે જેનો જન્મ આઝાદી પછી થયો હતો. રાજકારણમાં આવતા પહેલા PM નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષો સુધી ભાજપના સંગઠનમાં કામ કર્યું. અહીં તે તેમના સંગઠન કૌશલ્ય અને જમીન સ્તરના કામ માટે જાણીતા હતા. આનાથી તે […]

PM મોદીનો 70મો જન્મદિવસ: જુઓ વડનગરથી લોક કલ્યાણ માર્ગ સુધીના સંઘર્ષ અને સન્માનની તસવીરો
Follow Us:
| Updated on: Sep 17, 2020 | 9:29 AM

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ગુજરાતના વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950માં જન્મેલા નરેન્દ્ર મોદી દેશના પહેલા વડા પ્રધાન છે જેનો જન્મ આઝાદી પછી થયો હતો.

રાજકારણમાં આવતા પહેલા PM નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષો સુધી ભાજપના સંગઠનમાં કામ કર્યું. અહીં તે તેમના સંગઠન કૌશલ્ય અને જમીન સ્તરના કામ માટે જાણીતા હતા. આનાથી તે પાર્ટીના કાર્યકર્તાઓના પ્રિય બની ગયા હતા.

નરેન્દ્ર મોદી 1987માં ભાજપમાં જોડાયા હતા અને તેમને આપવામાં આવેલી પ્રથમ જવાબદારીઓમાં 1987ની અમદાવાદ સ્થાનિક ચૂંટણીના પ્રચારનો સમાવેશ હતો. ઉત્સાહપૂર્ણ પ્રચાર અભિયાનએ આ ચૂંટણીમાં ભાજપની જીત કરાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ બનાવનારી મુખ્ય ટીમનો તેઓ ભાગ રહ્યા હત. આ ચૂંટણીના પરિણામે કોંગ્રેસના એક દાયકાના શાસનનો અંત લાવી દીધો હતો.

1995ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્ર મોદી સક્રિય રીતે જોડાયા થયા હતા. આ વખતે ભાજપે પ્રથમ વખત તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પરિણામો ઐતિહાસિક હતા પાર્ટીએ 121 બેઠકો જીતી અને ભાજપે સરકાર બનાવી.

વર્ષ 1996માં મોદીએ ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે દિલ્હી આવ્યા અને તેમને ઉત્તર ભારતીય રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરનો હવાલો સોંપાયો.

મોદીને સંગઠનના મહાસચિવની ભૂમિકા સોંપવામાં આવી હતી. તેમણે 1998 અને 1999ની લોકસભાની ચૂંટણીમાં મહાસચિવ તરીકેની ભૂમિકા નિભાવી હતી. બંને ચૂંટણીમાં ભાજપ એકમાત્ર સૌથી મોટો પક્ષ બન્યો અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર બનાવી.

સંગઠનમાં હતા ત્યારે મોદીએ નવું નેતૃત્વ બનાવ્યું હતું. યુવા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ચૂંટણી પ્રચાર માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો.

તેમની સંગઠનાત્મક કુશળતાના જોરે તેમણે 1987માં રાજ્યમાં ‘ન્યાય યાત્રા’ અને 1989માં ‘લોકશક્તિ યાત્રા’ યોજી હતી. આ પ્રયત્નોને લીધે 1990માં પ્રથમ વખત ટૂંકા ગાળા માટે ગુજરાતમાં ભાજપ સરકારની રચના થઈ અને પછી તે 1995થી આજ સુધી ભાજપ શાસનમાં છે.

2001માં પાર્ટીએ તેમને ગુજરાતના મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપી હતી. તેઓ 2002, 2007 અને 2012માં ફરીથી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા.

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણ દાયકામાં પહેલો પક્ષ બન્યો જેણે પોતાના દમ પર બહુમતી મેળવી.

નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત અને બીજી વાર 30 મે 2019ના રોજ ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
Surat: દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ, 3 ને ઈજા
Surat: દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ, 3 ને ઈજા
શું તમારે ડોક્ટર બનવું છે? પણ તમારી કુંડળીમાં છે એ ગ્રહો ? જુઓ Video
શું તમારે ડોક્ટર બનવું છે? પણ તમારી કુંડળીમાં છે એ ગ્રહો ? જુઓ Video